અમદાવાદ- શેરબજારમાં(Stock Market India) સપ્તાહના પ્રારંભે સોમવારે ઘટાડો આવ્યો હતો. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એચવનબી વીઝાની(H1B Visa) ફી વધારીને એક લાખ ડોલર કરી નાંખી છે. જેને પગલે આજે આઈટી સ્ટોકમાં(IT Stock) ભારે વેચવાલી ફરી વળી હતી અને આઈટી સ્ટોકમાં ત્રણ ટકાનું ગાબડું પડ્યું હતું. જેની પાછળ અન્ય સેકટરના શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. જેથી મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 466 પોઈન્ટ તૂટી 82,159 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty Index) 124 પોઈન્ટ ઘટી 25,202 બંધ થયો હતો. નિફ્ટી બેંક(Nifty Bank) 174 પોઈન્ટ ઘટી 55,284 બંધ હતો. આગામી દિવસોમાં માર્કેટ કેવું રહેશે? અને ખાસ કરીને ટેકનિકલી માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે?
જૂઓ વીડિયો….
આજે સોમવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેેગેટિવ હતો. 1186 શેરના ભાવ વધ્યા હતા અને 1920 સ્ટોકના ભાવ ઘટ્યા હતા.
107 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 53 શેર બાવન વીક લો પર બંધ હતા.
122 શેરમાં અપર સર્કિટ અને 75 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ અદાણી એન્ટરપ્રાઈઝ, ઈટરનલ, બજાજ ફાયનાન્સ, અદાણી પોર્ટ અને અલ્ટ્રાટેક સીમેન્ટ
ટોપ લુઝર્સઃ ટેક મહિન્દ્રા, ટીસીએસ, ઈન્ફોસીસ ટેકનોલોજી, સિપ્લા અને વીપ્રો
H1B visa halts stock market rally
The stock market fell at the beginning of the week on Monday. US President Donald Trump has increased the H1B visa fee to one lakh dollars. Due to which there was heavy selling in IT stocks today and there was a gap of three percent in IT stocks. After which profit booking also came in stocks of other sectors. Due to which the Mumbai Stock Exchange Sensex fell by 466 points to close at 82,159. The NSE Nifty index fell by 124 points to close at 25,202. The Nifty Bank fell by 174 points to close at 55,284. How will the market be in the coming days? And especially what will be the technical trend of the market? Watch the video….