વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશને સંબોધન, જાણો 10 મોટી વાત

by Investing A2Z

નવી દિલ્હી– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ((PM Nraendra Modi) દેશને સંબોધન કરતાં કહ્યું હતું તે નવરાત્રિ(Navratri 2025) પહેલાના દિવસે આત્મનિર્ભર ભારતની દિશામાં દેશ સૌથી મોટુ પગલું ભરવા જઈ રહ્યું છે.(Prime Minister Narendra Modi’s address to the nation) કાલે નવરાત્રિના પ્રથમ દિવસ 22 સપ્ટેમ્બરને સોમવારના સૂર્યોદયની સાથે દેશમાં નેક્સ્ટ જનરેશન જીએસટી રીફોર્મ્સ(GST Reforms) લાગુ થઈ જશે. કાલ સોમવારથી જીએસટી બચત ઉત્સવ(GST Savings Festival) શરૂ થઈ રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતાં કહ્યું હતું કે કાલ સોમવારથી નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે. આ અવસર પર દેશવાસિયોને શુભકામના. નવરાત્રિના પ્રથમ દિવસથી જ દેશ આત્મનિર્ભર ભારતની(Atmanirbhar Bharat Abhiyan) દિશામાં સૌથી મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આ જીએસટી રીફોર્મ્સથી(GST 2.0) આપણા દેશના ગરીબ, મધ્યમવર્ગીય, યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વેપારીઓ અને બિઝનેસકર્તા તમામ લોકોને ફાયદો થવાનો છે. તહેવારોની આ સીઝનમાં તમામના મ્હોં મીઠા થશે. દેશના દરેક પરિવારની ખુશીઓ વધશે. હું દેશને જીએસટી રીફોર્મ્સની વધામણી આપી રહ્યો છું. આ રીફોર્મ્સ ભારતની ગ્રોથ સ્ટોરીને નવી ગતિ આપશે. બિઝનેસને બુસ્ટર ડૉઝ મળશે. નવી પેઢીના જીએસટી સુધારાથી દેશને દરેક રાજ્યના વિકાસની દોડમાં વિકાસના સાથી બનાવીશું.

વડાપ્રધાને કહ્યું હતું કે આ સુધારો માત્ર પરિવારોનો બોજ હળવો કરશે એવું નહી, પણ રોકાણ માટે એક આઈડિયલ ડેસ્ટિનેશનના રૂપમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત કરશે. જ્યાં બિઝનેસ કરનાર વર્ઘ રોકાણ કરવા આકર્ષાશે. તેમણે કહ્યું કે આ રીફોર્મ્સનો મુળ ઉદ્દેશ્ય વસ્તુ અને સેવા કર(જીએસટી)ના માળખાને સરળ બનાવવાનો છે. જીએસટી કાઉન્સીલે આ મહિનાની શરૂઆતમાં ફક્ત બે જીએસટી સ્લેબ 5 ટકા અને 18 ટકા કરી દીધા છે. એક 40 ટકાનો ત્રીજો જીએસટી સ્લેબ પણ છે. જેમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓ જેવી કે તમાકુ જેવી ચીજવસ્તુઓને મુકવામાં આવી છે.

નવા જીએસટી દર 22 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસથી અમલી બની રહ્યા છે. પહેલા જીએસટીમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા એમ કુલ ચાર સ્લેબ હતા. જીએસટી કાઉન્સીલે 12 ટકા અને 28 ટકાના સ્લેબને સમાપ્ત કરી દીધા છે. પીએમ મોદીએ દેશને સંબોધન કરતાં જણાવ્યું હતું કે જે વસ્તુઓ પહેલા 12 ટકા જીએસટી લાગતો હતો, તેમાંથી લગભગ 99 ટકા ચીજવસ્તુઓ 5 ટકાના સ્લેબમાં આવી જશે. જ્યારે પહેલા 28 ટકાના દાયરામાં આવતી લગભગ 90 ટકા વસ્તુઓ પર હવે 18 ટકા જીએસટી લાગશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનની 10 સૌથી મોટી વાત

 (1) 22 સપ્ટેમ્બરના સૂર્યોદરથી નેક્સ્ટ જનરેશન જીએસટી રીફોર્મ્સ લાગુ થશે

(2) 22 સપ્ટેમ્બરથી જીએસટી બચત ઉત્સવ શરૂ થશે

(3) નવરાત્રિની શુભકામના અને જીએસટી રીફોર્મ્સની શુભેચ્છા

(4) જીએસટી રીફોર્મ્સ એ ભારતના વિકાસની ગાથાને ગતિ આપશે

(5) સુઘારો એક સતત પ્રક્રિયા છે, જે બદલાતા સમય અને રાષ્ટ્રની આવશ્યકતા સાથે વિકસિત થાય છે.

(6) હવે સંશોધિત જીએસટી અનુસાર દેશમાં માત્ર 5 ટકા અને 18 ટકા ટેક્સ સ્લેબ લાગુ થશે.

(7) આજે દેશ ડઝનથી વધારે ટેક્સથી મુક્ત થયો છે. વન નેશન, વન ટેક્સ

(8) નેક્સ્ટ જનરેશન જીએસટી રીફોર્મ્સમાં નાગરિક દેવો ભવઃની ઝલક સાફ દેખાય છે.

(9) જીએસટી દરમાં ફેરફારથી એમએસએમઈ ઉદ્યોગોને ખૂબ ફાયદો થશે. વેચાણમાં વધારો થશે તેની સાથે વેચાણ પણ વધશે. ટેક્સ બોજ ઘટશે. આમ બેવડો લાભ થશે.

(10) દરેક રાજ્યોને આગ્રહ કરું છું કે પોતાના રાજ્યોમાં મેન્યુફેકચરિંગ ગતિવિધિમાં ઝડપ લાવીને આત્મનિર્ભર ભારતની પહેલ અને સ્વદેશી કાર્યક્રમને સક્રિય રૂપથી સમર્થન કરે. રોકાણ વધે તે માટે અનુકુળ વાતાવરણ ઉભું કરે.  

You will also like

Leave a Comment