22 સપ્ટેમ્બરથી આ ચીજવસ્તુઓ પર શૂન્ય ટકા જીએસટી

by Investing A2Z

નવી દિલ્હી- કેન્દ્ર સરકારે જીએસટી રીફોર્મ્સ(GST Reforms) કર્યા છે અને તે 22 સપ્ટેમ્બરથી લાગુ થઈ રહ્યા છે. જેને કારણે ખાવા પીવાથી લઈને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સસ્તી થશે. એટલું જ નહી પણ કેટલીય પ્રોડક્ટ્સ પર ઝીરો ટકા GST લાગુ થઈ રહ્યો છે.(Zero percent GST on these items)

કેન્દ્ર સરકાર જીએસટીના બે સ્લેબ કાઢી નાંખ્યા છે.(GST Two Slab) તેનો સીધો ફાયદો ગ્રાહકોને થવા જઈ રહ્યો છે. જીએસટીનો ફાયદો સીધો ગ્રાહકોને મળે તે માટે સરકારે સીધી નજર રાખી છે. હવે જીએસટીના સુધારાનો અમલ 22 સપ્ટેમ્બરને સોમવારથી અમલી બનશે. તેના માટે વેપારીઓએ ણ પહેલીથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જીએસટી સુધારાને કારણે મધ્યમવર્ગના માનવીને ખૂબ મોટો ફાયદો થશે. જીવન જરૂરિયાતની અનેક ચીજ વસ્તુઓ હવે સસ્સી થશે. એસી, ટીવી અને કાર બાઈ સુધીના ભાવમાં મોટો ઘટાડો થશે.

અત્રે નોંધનીય છે કે જીએસટી કાઉન્સીલની બેઠક(GST Council meeting 2025) 3 સપ્ટેમ્બરે મળી હતી. જેમાં સૌથી મોટા નિર્ણયો લેવાયા હતા. હવે ફક્ત બે જ જીએસટીના સ્લેબ 5 ટકા અને 18 ટકા રહેશે. 12 ટકા અને 28 ટકાના બે સ્લેબ સમાપ્ત કરી દેવાયા છે. 12 ટકાના સ્લેબ રહેલ મોટાભાગની પ્રોડક્ટને 5 ટકાના સ્લેબમાં લઈ જવાઈ છે. જ્યારે 28 ટકાના સ્લેબની ચીજ વસ્તુઓ 18 ટકાના સ્લેબની કેટેગરીમાં લઈ જવાઈ છે.

કેટલીક ચીજ વસ્તુઓ પર જીએસટી રેટ શૂન્ય કરી દેવાઈ છે. તેનો અર્થ એવો થાય કે 22 સપ્ટેમ્બરથી કેટલીક પ્રોડક્ટ પર ઝીરો ટકા જીએસટી લાગુ થશે. જેની આવી તમામ વસ્તુઓ ખૂબ જ સસ્તી થશે. આવો જાણીએ તે કઈ કઈ ચીજ વસ્તુઓ છે કે જેના પર 0 ટકા જીએસટી રેટ લાગુ થશે.

ઝીરો ટકા જીએસટીવાળી ચીજવસ્તુઓની યાદી(Zero percent GST on these items)

(1) પનીર અને માવો(પહેલાથી પેક કરેલ હોય અને લેબલ કરેલ હોય)

(2) યુએચટી(અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર દૂધ)

(3) પિઝા બ્રેડ

(4) ખાખરા, ચપાટી(રોટી)

(5) પરોઠા, કુલ્ચા અને અન્ય પારંપારિક બ્રેડ

(6) વ્યક્તિગત સ્વાસ્થ્ય અને જીવન વીમા

(7) કેટલીક જીવન રક્ષક દવાઓ(33 દવાઓ)

(8) મેડિકલ ગ્રેડ ઓક્સીજન

(9) શાર્પનર, ક્રેર્યોન અને પેસ્ટલ

(10) કોપી, નોટબૂક, પેન્સિલ અને ઈરેઝર(રબર)

ફૂડ આઈટમ સિવાય હેલ્થ સેકટરને પણ ઝીરો ટકા જીએસટીની ભેટ મળી છે. કેટલીક જીવન રક્ષક દવાઓ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પર ટેક્સ કાઢી નાંખ્યો છે. જેનો અર્થ એવો થાય કે દવાઓ અને ઈન્સ્યોરન્સના પ્રિમિયમ ખૂબ સસ્તા થશે. 33 દવાઓ પર જીએસટીને હટાવી લેવાયો છે. તેમજ મેડિકલમાં યૂઝ થનાર ઓક્સીજન પર 12 ટકા જીએસટી લાગુ હતો, જેને સંપૂર્ણપણે હટાવી દેવાયો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમને જાહેરાત કરતાં કહ્યું હતું કે જીએસટી સુધારાનો સીધો લાભ અંતિમ ગ્રાહક સુધી પહોંચાડાશે.

You will also like

Leave a Comment