અમદાવાદ- શેરબજારમાં(Stock Market India) આજે તેજી જોવા મળી હતી. એફએમસીજી(FMCG) સેકટરને છોડીને તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે આજે નિફ્ટી ઈન્ડેક્સ(NSE NIFTY INDEX) 25,200ના અતિમહત્ત્વના લેવલને ક્રોસ કરી ગયો હતો. વીકલી એફ એન્ડ ઓની એક્સપાયરીનો દિવસ હતો. જેથી શોર્ટ કરનારાઓએ વેચાણો કાપ્યા હતા.ઓટોમોબાઈલ, રિયલ્ટી અને ટેલીકોમ સેકટરના શેરોમાં ભારે લેવાલીથી નોંધપાત્ર તેજી થઈ હતી.
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 81,852 ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 81,779 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 82,443 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 82,380.69 બંધ થયો હતો. જે ગઈકાલ સોમવારના બંધની સામે 594 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.
એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 25,073 ખૂલીને શરૂમાં ઘટી 25,070 થઈ અને ત્યાં નવી લેવાલી આવતાં ઝડપી ઉછળી 25,261 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે25,239.10 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 169.90નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી બેંક(Nifty Bank) 259 પોઈન્ટ ઉછળી 55,147 બંધ થયો હતો. મીડકેપ ઈન્ડેક્સ(Midcap Index) 313 પોઈન્ટ અને સ્મોલકેપ ઈન્ડેક્સ(Smallcap Index) 356 પોઈન્ટ પ્લસ બંધ હતા.
તેજીના કારણ
અમેરિકાનું પ્રતિનિધિ મંડળ નવી દિલ્હી આવ્યું છે. જે ભારત સાથે ટ્રેડ ડીલ(US Trade Deal) કરવા બાબતે ચર્ચા કરી રહ્યું છે. ચર્ચા દરમિયાન પોઝિટિવ ન્યૂઝ આવશે તેવા આશાવાદ પાછળ શેરબજારમાં તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલી આવી હતી. તેમજ 17 સપ્ટેમ્બરને બુધવારે યુએસ ફેડરલ રીઝર્વની બેઠક મળનાર છે. જેમાં પચાસ બેસીસ પોઈન્ટનો ફેડ રેટ કટ આવે તેવી સંભાવના છે. જેને પગલે વિશ્વના બજારોમાં પોઝિટિવ ટ્રેન્ડ જોવાયો છે. જો કે આજે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા.
એફઆઈઆઈ સતત નેટ સેલર રહી છે.(FII Net Seller) 15 સપ્ટેમ્બરના રોજ એફઆઈઆઈએ કુલ રૂપિયા 1268 કરોડનું નેટ સેલ કર્યું હતું.
ગોલ્ડ ફાયનાન્સ શેરમાં તેજીની રોનક
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડમાં રેકોર્ડ બ્રેક તેજી થઈ છે, પરિણામે ગોલ્ડ ફાયનાન્સના શેરોમાં જોરદાર લેવાલીથી તેજીની રોનક હતી. મુથૂટ ફાયનાન્સ, મણ્ણપુરમ ફાયનાન્સના શેરોમાં નવી ઊંચાઈ પર પહોંચી ગયા હતા. પહેલી વાર એમસીએક્સમાં 10 ગ્રામ ગોલ્ડનો ભાવ રૂપિયા 1 લાખ 10,400ની સપાટીએ આવ્યો હતો.
ટેક્સટાઈલ સ્ટોકમાં ભારે લેવાલી
આજે મંગળવારે યુએસ અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ બાબતે નવી દિલ્હીમાં ચર્ચા થઈ હતી. પરિણામે ટેક્સટાઈલના શેરોમાં નવી લેવાલી આવી હતી. કેપીઆર મિલ, ગોકલદાસ એક્સપોર્ટ, વેલ્પસ્પન લિવિંગ અને વર્ધમાન ટેક્સટાઈલના શેરમાં ભારે લેવાલી આવી હતી.
એડવાન્સ ડેક્લાઈન
આજે મંગળવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતા. 2005 શેરના ભાવ વધ્યા હતા અને 1059 શેરના ભાવ ઘટ્યા હતા.
91 શેર બાવન વીક હાઈ હતા અને 21 શેર બાવન વીક લો હતા.
117 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 41 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.
ટોપ ગેઈનર્સઃ કોટક બેંક, લાર્સન ટુબ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈસર મોટર અને મારૂતિ
ટોપ લુઝર્સઃ શ્રી રામ ફાયનાન્સ, એશિયન પેઈન્ટ, નેસ્લે, તાતા કન્ઝ્યુમર અને એચડીએફસી લાઈફ
કાલે શેરબજાર કેવું રહેશે?
શેરબજાર ખૂબ સ્ટ્રોંગ થયું છે. 25,100 અને 25,200 પર નિફ્ટી બંધ આવી છે. જેથી ઉપરમાં 25,500 થઈ શકે છે. પણ શેરબજારમાં સાવચેતી રાખવી વધુ હિતાવહ છે. 17 સપ્ટેમ્બરની ફેડરલ રીઝર્વની બેઠકમાં શું થાય છે, તેના પર બધો મદાર છે. એફઆઈઆઈ સતત વેચવાલ છે, પણ તેજીવાળા વધુ સ્ટ્રોંગ બન્યા છે. જેથી શેરબજારે ફરીથી તેજી તરફની કરવટ લીધી છે.