ધનવાન બનવાની ટિપ્સઃ જાણો વૉરેન બફેટ, બિલ ગેટ્સ અને એલન મસ્ક પાસેથી

by Investing A2Z

નવી દિલ્હી– વૉરેન બફેટ, બિલ ગેટ્સ અને એલન મસ્ક જેવા અબજપતિઓએ ધનવાન બનવા માટે  રોકાણ કરવાની પદ્ધતિ અને પોતાના જીવન જીવવાના રીતનું પાલન કર્યું છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્ક(Tesla CEO Elon Musk), માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ(Microsoft founder Bill Gates) અને બર્કશાયર હૈથવેના સીઈઓ વૉરન બફેટ(Berkshire Hathaway CEO Warren Buffett) હાલમાં ફોર્બ્સની દુનિયાની ટોપ 20 સૌથી ધનવાન લોકોની યાદીમાં સામેલ છે.(Forbes’ list of the world’s top 20 richest people)

કોઈપણ વ્યક્તિ તેમનામાંથી પૈસાદાર કેવી રીતે બન્યા(Tips for becoming rich) અને એક સફળ બિઝમેન કેવી રીતે બન્યા તેવી તેમની આવડત જેવી અનેક જરૂરી પદ્ધતિઓ શીખી શકે છે. ક્રિસ્ટોફર ગ્રોવે તેમના પુસ્તકમાં “સફળતાના દર્શન”માં આ ત્રણ વ્યક્તિત્વમાંથી પ્રાપ્ત થતી મહત્ત્વની શિક્ષાઓ પર ખૂબ જ બારીકાઈથી વાત કરી છે. આવો આપણે પણ જાણીએ….

લોંગ ટર્મ ગોલ્સ

  • વૉરેન બફેટઃ દુનિયાના મહાન રોકાણકાર વૉરન બફેટ રોકાણ માટે એ વાત પર ખૂબ ગહન રીતે વિચાર કરે છે કે આજથી 5 થી 10 વર્ષ પછી કંપની કયા હશે?
  • બિલ ગેટ્સઃ પોતાની કેરિયરના શરૂઆતના દિવસોમાં બિલ ગેટ્સે કોમ્પ્યુટરને દરેક ઘર સુધી પહોંચાડવાનો નિર્ધાર કર્યો હતો. જેનાથી ટેક ઈન્ડસ્ટ્રીઝમાં ક્રાંતિ આવી ગઈ. આ બિલ ગેટ્સનું જ વિઝન હતું કે જેમની કંપની માઈક્રોસોફ્ટને દર્શકો સુધી સોફટવેર ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનો દબદબો બનાવી રાખવામાં મદદ મળી.
  • એલન મસ્કઃ ટેસ્લાના સીઈઓ પોતાના લક્ષ્યોની પ્રાપ્તિ માટે હમેશા સાહસી રહ્યા છે.

સમજી વિચારીને ઉઠાવેલ જોખમ

  • વૉરેન બફેટઃ તેઓ એવા વ્યવસાયોથી સાવધાન રહેતા હતા કે જેઓ વારંવાર મોટા ફેરફાર કરવાની ટેવ ધરાવતા હતા.
  • બિલ ગેટ્સઃ બિલ ગેટ્સના અનુસાર જો આપ જીવનમાં કંઈક મોટુ કરવા ઈચ્છતાં હોય તો જોખમ તો ઉઠાવવું જ પડે છે. ગેટ્સે તેમની કરિયરમાં હમેશા મુશ્કિલ કામોને ઝડપી અને સરળતાથી પુરા કરવા માટે સરળ પદ્ધતિઓ શોધવી.
  • એલન મસ્કઃ મસ્ક સમજી વિચારીને જોખમ ઉઠાવવા માટે જાણીતા છે. તેમણે અનેક વખત વિચારી સમજીને પછી જોખમ ઉઠાવ્યું છે, જે તેમના માટે ગેમ ચેન્જર સાબિત થયું છે.

અસફળતામાંથી શીખ

  • વૉરન બફેટઃ બફેટ શરૂઆતના ગાળામાં પોતાની ભૂલો શેરહોલ્ડરોને કાગળ લખીને મોકલતા હતા. કેટલીય વાર તેમણે ખોટી કીમતે કંપનીઓને ખરીદી અને માત્ર આવકને જ સફળતાનો ગ્રોથ માની લીધો હતો.
  • બિલ ગેટ્સઃ ગેટ્સનું એક સુપ્રસિદ્ધ વાકય છે, “સફળતાની ખુશી મનાવવી સારી વાત છે પણ અસફળતામાંથી શીખ લેવી તેના કરતાં વધુ જરૂરી છે.” માઈક્રોસોફ્ટની સ્થાપનાની પહેલા ગેટ્સે પોતાના મિત્ર પૉલ એલનની સાથે મળીને ટ્રેફ ઓ ડેટા નામની કંપની શરૂ કરી હતી. જેને વધુ સફળતા મળી ન હતી.
  • એલન મસ્કઃ મસ્કની SpaceX ના એનક રોકેટ ફેઈલ થયા છે. પણ મસ્કે સતત પ્રયત્નો કર્યા પછી તેમને મોટી સફળતા મળી હતી.

ધીરજ રાખવી

  • વૉરેન બફેટઃ બફેટ પોતાના ઈન્વેસ્ટમેન્ટ(રોકાણ) કર્યા પછી ધીરજ રાખવા માટે જાણીતા છે. તેઓ વર્ષો સુધી રોકાણને જાળવી રાખે છે અને યોગ્ય સમયની રાહ જૂએ છે.
  • બિલ ગેટ્સઃ માઈક્રોસોફ્ટની શરૂઆતના દિવસોમાં ગેટ્સને કેટલાય પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમને પોતાની જીદ અને લગનીએ તેમની કંપનીને સોફ્ટવેર માર્કેટનો બાદશાહ બનાવી દીધો.
  • એલન મસ્કઃ મસ્કનું માનવું છે કે મોટુ સ્વપ્ન એક સામાન્ય માનવીને અસાધારણ સફર માટે તૈયાર કરે છે.

હમેશા શીખતાં રહેવું

  • વૉરેન બફેટઃ તેમની સફળતાનું એક મોટુ કારણ એ છે કે તેઓ હમેશા શીખતા રહ્યા છે. તેઓ પોતાનો વધુમાં વધુ સમય વાંચવામાં અને જાણકારીઓ મેળવવામાં વ્યતિત કરતાં હતા.
  • બિલ ગેટ્સઃ બિલ ગેટ્સે પણ વાંચવાનો ખૂબ શોખ છે. તેઓ વાંચવા જેવા પુસ્તકની ભલામણ કરે છે અને તેમાંથી શીખેલી બાબતોને શેર કરતાં રહે છે.
  • એલન મસ્કઃ ટેસ્લાના સીઈઓ મસ્ક તેઓ એક સારા વાચક છે. તેઓ હમેશા રોકેટ સાયન્સથી લઈને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ સુધીના વિષયમાં જાતે જ શિક્ષિત રહે છે.(પીટીઆઈ રીપોર્ટ)

You will also like

Leave a Comment