નવી દિલ્હી- નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(NPCI) ને યુપીઆઈ((UPI) લેવડદેવડ સાથે જોડાયેલા મહત્ત્વના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે.(Major change in UPI transaction limits) આ ફેરફાર કાલે સોમવારે 15 સપ્ટેમ્બર, 2025થી લાગુ થઈ જશે. આવો જાણીયે કેવો ફેરફાર થશે?(National Payments Corporation of India (NPCI))
આ સમાચાર તમારા માટે
જો તમે પેટીએમ(Paytm), જીપે(GPay), ફોનપે(PhonePe)નો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા કામના છે. આપને જણાવીએ કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુપીઆઈ લેવડદેવડ માટે કેટલાક ફેરફારની જાહેરાત કરી છે. આ ફેરફાર 15 સપ્ટેમ્બરને સોમવારથી અમલી બની જશે.
મર્યાદા પાંચ લાખ
નવા નિયમો મુજબ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ અને સરકારી ઈ માર્કેટપ્લસ જેવી કેટેગરીઝમાં પ્રતિ લેવડદેવડની મર્યાદા રૂપિયા પાંચ લાખ કરી દીધી છે. જેમાં કેટલીક નક્કી કરેલી કેટેગરીઝમાં તમે એક દિવસમાં 10 લાખ સુધીની લેવડદેવડ કરી શકશો. નવા ટ્રાન્ઝક્શનની લિમિટ નીચે મુજબ છે.
નવા ટ્રાન્ઝક્શનની લિમિટ
- કેપિટલ માર્કેટમાં પ્રતિ ટ્રાન્ઝક્શન લિમિટ રૂ. 5 લાખ અને પ્રતિદિન લિમિટ રૂ.10 લાખ
- ઈન્સ્યોરન્સ પ્રિમિયમ પ્રતિ ટ્રાન્ઝક્શન લિમિટ રૂ.5 લાખ અને પ્રતિદિન લિમિટ રૂ.10 લાખ
- સરકારી ઈ માર્કેટ પ્લસ પ્રતિ ટ્રાન્ઝક્શન લિમિટ રૂ.5 લાખ અને પ્રિતિદિન લિમિટ રૂ.10 લાખ
- યાત્રા પ્રતિ ટ્રાન્ઝક્શન લિમિટ રૂ.5 લાખ અને પ્રતિદિન લિમિટ રૂ.10 લાખ
- ક્રેડિટ કાર્ડ બિલ ચુકવણી પ્રતિ ટ્રાન્ઝક્શન લિમિટ રૂ.5 લાખ અને પ્રતિદિન લિમિટ રૂ.6 લાખ
- જ્વેલરી પ્રતિ ટ્રાન્ઝક્શન લિમિટ રૂ.5 લાખ અને પ્રિતિદિન લિમિટ રૂ.6 લાખ
- મર્ચન્ટ પેમેન્ટ પ્રતિ ટ્રાન્ઝક્શન લિમિટ રૂ.5 લાખ
- ડિજિટલ એકાઉન્ટ ઓપનિંગ પ્રતિ ટ્રાન્ઝક્શન લિમિટ રૂ.5 લાખ અને પ્રતિદિન લિમિટ રૂ.5 લાખ
સામાન્ય યુપીઆઈ ટ્રાન્ઝક્શનમાં કોઈ ફેરફાર કરાયો નથી. એનપીસીઆઈ તરફથી સ્પષ્ટ રીતે કહેવાયું છે કે આ વધેલી લિમિટ માત્ર ખાસ કેટેગરીઝમાં જ લાગુ થશે. એનપીસીઆઈના કહેવા મુજબ પર્સન ટુ પર્સન લેવડદેવડની લિમિટ પહેલા હતી તે જ છે. એનો અર્થ એ કે સામાન્ય યુઝર્સ વધુમાં વધુ એક લાખ રૂપિયા જ ટ્રાન્સફર કરી શકશે.
નવા નિયમોનો હેતુ
એનપીસીઆઈ અનુસાર નવા નિયમોનો હેતુ મોટી લેવડદેવડમાં સુવિધા આપવાનો છે. જો તમે ફક્ત નાની લેવડદેવડ નહી, પણ ટ્રાવેલ્સ અને બિઝનેસના પેમેન્ટ ખૂબ જ સરળતાથી યુપીઆઈ દ્વારા કરી શકો છો.
યુપીઆઈનો ઉપયોગ
યુપીઆઈનો ઉપયોગ પહેલા ફકત નાની લેવડદેવડ માટે થતો હતો. પરંતુ આજે યુપીઆઈ દેશનું એક સૌથી મોટુ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ બની ચુક્યું છે. આજે દેશભરમાં દરરોજ લાખો કરોડો લોકો ટ્રાવેલથી લઈને બિલની ચુકવણી સુધીના પેમેન્ટ કરવા માટે યુપીઆઈનો ઉપયોગ કરી રહ્યા છે. નવી લિમિટથી હવે તે વધુ સુવિધાજનક બની જશે.