નવી દિલ્હી- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(US President Donald Trump)America imposed 50 percent tariff on India સ્વીકાર કર્યો છે કે રશિયા પાસેથી તેલ ખરીદીને(India bought oil from Russia) લઈને ભારત પર ટેરિફ લગાવવાને કારણે ભારત સાથેના અમેરિકાના સંબધોમાં તંગદિલી ઉભી થઈ છે.(Trump Tariff) તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભારત પર ટેરિફ લગાવવો એ સરળ કામ ન હતું. આ એક બહુ મોટી વાત હતી અને તેનાથી જ ભારત સાથેના સંબધોમાં તિરાડ પડી છે.
ટ્રમ્પે શુક્રવારે ફોક્સ એન્ડ ફ્રેન્ડ્સને આપેલ એક ઈન્ટરવ્યૂમાં રશિયા તેલ અને પુતિન પર સંકજો કસવાને લઈને કહ્યું હતું કે ભારત એમાં સૌથી મોટો ગ્રાહક છે. મે તેમના પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો.(America imposed 50 percent tariff on India) કારણ કે રશિયા પાસેથી ભારત તેલ ખરીદતું હતું. મે તેના માટે ઘણુ બધુ કર્યું છે અને અમારી સમસ્યાથી વધારે યૂરોપની સમસ્યા છે.
ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ દરિમયાન કેટલાય ગ્લોબલ વૉર અટકાવ્યા હોવાનો દાવો ફરીથી રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મે સાત યુદ્ધને ચર્ચા અને સમજૂતીથી અટકાવ્યા છે.(I have stopped seven wars: Trump) જેમાં ભારત પાકિસ્તાન પણ સામેલ છે.(India-Pakistan war stopped: Trump) મોટા યુદ્ધ જેવા કે કાંગો અને રવાંડાની વચ્ચે સમજૂતી કરાવી છે. આ યુદ્ધ 31 વર્ષથી ચાલી રહ્યું હતું. લાખો લોકોના મૃત્યુ થયા છે. મે એવા એવા યુદ્ધ સમાપ્ત કર્યા છે કે જે સમજૂતી થઈ શકે તેવી હતી જ નહી.
ટ્રમ્પનું આ નિવેદન અમેરિકા રાષ્ટ્રપતિ દ્વારા ભારતને લઈને નરમ વલણ રાખ્યા પછીના સંકેત પછી આવ્યું છે. બુધવારે ટ્રમ્પે કહ્યું હતું કે મને પુરી રીતે ભરોસો છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ સફળ થશે અને તેમાં કોઈ સમસ્યા ઉભી થશે નહી.(Trade deal will be signed between India and America) આવનાર સપ્તાહમાં મારા ખૂબ સારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) સાથે વાતચીત કરવા માટે હું ઉત્સુક છું.
ટ્રમ્પની આ પોસ્ટ પછી પ્રતિક્રિયા આપતાં પીએમ નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું હતું કે ભારત અને અમેરિકા ઘનિષ્ઠ મિત્ર અને સ્વાભાવિક ભાગીદાર છે. બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડીલ ખૂબ ઝડપથી પાર પડે તે માટે કામ કરી રહ્યા છે.(Modi is my very good friend: Trump)
ટ્રમ્પના નરમ વલણથી ભારત અને અમેરિકા વચ્ચેના વેપારી સંબધોમાં સુધારો આવવાની સંભાવના વધી ગઈ છે. તેમજ ભારતમાં અમેરિકી રાજદૂત માટે ટ્રમ્પ દ્વારા પસંદ પામેલ સર્જિયો ગોરે ગુરુવારે સેનેટના વિદેશ સંબધ સમિતિને કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે નવી દિલ્હીની સાથે ટેરિફ(US Tariff) વિવાદ કેટલાક સપ્તાહમાં ઉકેલાઈ જશે. તેમણે કહ્યું હતું તે ભારત અને અમેરિકાની વચ્ચે બહુ વધારે અંતર નથી. બન્ને દેશો સમજૂતિ માટે બારીકાઈથી ચર્ચા કરી રહ્યા છે.