મુંબઈ- જો તમે સોના ચાંદીમા રોકાણ(Investment in Gold Silver) કરવા ઈચ્છતાં હોય તો જ્વેલરી નહી ખરીદવી જોઈએ. આમ જોવા જઈએ તો સોના ચાંદીમાં હમેશા ભારતમાં રોકાણ અને દાગીના ખરીદવાનું ખૂબ મહત્ત્વ રહે છે. દરેક તહેવારમાં, લગ્નમાં અને ખાસ પ્રંસગોપાત સોના ચાંદીની માંગ વધતી જઈ રહી છે. તેમજ સોનું ચાંદી એ એક સલામત રોકાણ મનાય છે.(Gold Rate Today) જો કોઈ સોના ચાંદી ખરીદે તો તેના ભાવ ફક્ત બજારભાવથી નક્કી થતો નથી. પણ તેના પર ટેક્સ(Tax on Gold Silver) લાગતો હોય છે. જેથી ખરીદભાવમાં ટેક્સ ઉમેરાય છે. હાલમાં સોના ચાંદીના દાગીના પર જીએસટી(GST On Gold Silver) લાગુ છે. જે તેની કીમત પર અસર કરે છે.
સરકારી નિયમો અનુસાર સોના ચાંદી પર ત્રણ ટકા જીએસટી(GST) લાગે છે. એટલે કે ઉદાહરણ તરીકે સોનાનો બજાર ભાવ એક લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. તેના પર 3 ટકા જીએસટી લેખે 3000 રૂપિયા વધારાના જીએસટી પેટે આપવાના આવે છે. એવી જ રીતે ચાંદી પર ત્રણ ટકા જીએસટી દર લાગુ છે. તે ઉપરાંત સોના ચાંદીના દાગીના પર મેકિંગ ચાર્જિસ પર 5 ટકા જીએસટી વસૂલવામાં આવે છે.(Making Charges on Gold jewelry) એટલા માટે સોના ચાંદીના દાગીના ખરીદનારે બજાર ભાવ ઉપરાંત વધારાની રકમ ટેક્સ પેટે ચુકવવાની હોય છે.(GST is levied on gold and silver jewelry)
સોના ચાંદી પર જીએસટી દર
સોનું 3 ટકા(Gold)
ચાંદી 3 ટકા(Silver)
દાગીનાના મેકિંગ ચાર્જ પર 5 ટકા
ઉદાહરણ સાથે સમજીએ તો સોનાનો બજાર ભાવ રૂપિયા એક લાખ પ્રતિ દસ ગ્રામ છે. તો તેના પર જીએસટી દર અને મેકિંગ ચાર્જ સાથે કેટલી રકમ ચુકવવી પડે છે.
સોનાનો બજાર ભાવ- રૂ.1,00,000
3 ટકા જીએસટી- રૂ.3,000
મેકિંગ ચાર્જ(10 ટકા)- રૂ.10,000
મેકિંગ ચાર્જ પર 5 ટકા જીએસટી- રૂ.500
કુલ કીમત રૂ. 1,13,500
આ હિસાબે ગ્રાહકને 10 ગ્રામ સોનાના દાગીના માટે કુલ 1,13,500 ચુકવવાના આવે છે. જ્યારે સોનાનો બજાર ભાવ રૂ.1,00,000 હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જીએસટી લાગુ થયા પહેલા સોના ચાંદીમાં અલગ અલગ રાજ્યોમાં ટેક્સનું માળખુ અલગઅલગ હતું. કયાંક વેટ, કયાંક એક્ઝાઈઝ ડ્યૂટી અને સર્વિસ ટેક્સ લાગુ હતો. પણ જુલાઈ 2017માં જીએસટી(GST) આવ્યા પછી દેશભરમાં ટેક્સ પ્રણાલી એક સમાન ટેક્સની થઈ ગઈ છે. જેને કારણે વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે પારર્દિશતા વધી છે.
સોના ચાંદી પર ટેક્સેશનની અસર રોકાણકારો પર પડે છે. કારણ કે ભારતમાં સોનાનું સૌથી વધુ વેચાણ થાય છે. એટલા માટે સરકારને સોના ચાંદીમાંથી મોટી ટેક્સની મોટી આવક થાય છે. જો કે જ્વેલરી ઉદ્યોગની લાંબા સમયથી માંગ છે કે સોના ચાંદી પર જીએસટીનો દર ત્રણ ટકાથી ઘટાડીને એક ટકા કરવો જોઈએ. જેથી વેચાણ અને રોકાણ બન્નેમાં વધારો જોવા મળશે.
સરકારી આંકડા અનુસાર ભારતમાં દર વર્ષે અંદાજે 800-900 ટન સોનાની આયાત થાય છે. જેના પર લાગતી કસ્ટમ ડયૂટી અને જીએસટીને મળીને ખરીદનાર ગ્રાહકને સોનું ખૂબ મોંઘુ પડી રહ્યું છે.
હાલમાં સોના અને ચાંદી પર ત્રણ ટકા જીએસટી અને મેકિંગ ચાર્જ પર 5 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. ટેક્સનો આ બોજ સોનું ચાંદી ખરીદનાર ગ્રાહકના ખિસ્સા પર વધારાનો બોજ પડી રહ્યો છે. પરંતુ સરકાર માટે મોટી આવકનો સ્ત્રોત છે.