અમદાવાદ- શેરબજારમાં(Stock Market India) વીતેલા સપ્તાહે બે તરફી વધઘટ વચ્ચે સુધારો આવ્યો છે. વીક ટુ વીક માર્કેટ મજબૂત બંધ આવ્યું છે. 5 સપ્ટેમ્બરે પુરા થયેલા સપ્તાહમાં દરેક ઘટાડે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો અને દરેક ઉછાળે વેચવાલી પણ આવી હતી. પરિણામે શેરબજારમાં(Share Market India) નવો ઘટાડો અટક્યો હતો. જો કે જીએસટીમાં ખૂબ મોટા રીફોર્મ્સ આવ્યા હતા,(GST Reforms) તે પછીના ઉછાળામાં વેચવાલી આવી હતી અને જીએસટી દરમાં(GST Rates) ઘટાડાનું સૌથી મોટુ ફેકટર હાલ તો ડિસ્કાઉન્ટ થયું હતું. હવે આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે?
Pls Watch the video…..
વીક ટુ વીક જોઈએ તો મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 901 પોઈન્ટ વધી 80,710 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 315 પોઈન્ટ વધી 24,741 બંધ થયો હતો. નિફ્ટી બેંક(Nifty Bank) 459 પોઈન્ટ ઉછળી 54,114 બંધ રહ્યો હતો.
વીતેલા સપ્તાહે શેરબજારમાં રીકવરી આવવાના પાંચ મુખ્ય કારણો:
(1) એફઆઈઆઈની વેચવાલી (FII Net Sale) ધીમી પડી છે. ભારતનો જૂન કવાર્ટરમાં જીડીપી ગ્રોથ વધીને 7.8 ટકા આવ્યો પછી એફઆઈઆઈની વેચવાલી સ્લો પડી છે. સપ્ટેમ્બર મહિનાની છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં રૂપિયા 4,361 કરોડનું નેટ સેલ કર્યું છે.
(2) ડીઆઈઆઈની ધૂમ ખરીદી રહી છે.(DII Net Buying) એફઆઈઆઈની તમામ ખવાઈ ગઈ છે, તેની પાછળ ડીઆઈઆઈએ ભારે ખરીદી કરી છે. જુલાઈ અને ઓગસ્ટમાં ડીઆઈઆઈએ એફઆઈઆઈની વેચવાલી સામે ડબલ ખરીદી કરી છે. ઓગસ્ટમાં રૂપિયા 94,8228 કરોડ અને જુલાઈમાં 60,939 કરોડની નેટ ખરીદી કરી છે. સપ્ટેમ્બર મહિનાની ચાર ટ્રેડિંગ સેશનમાં જ રૂપિયા 11,622 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે.
(3) ક્રૂડ ઓઈલના(Crude Oil) ભાવ વધીને ઘટ્યા હતા. છેલ્લા ભાવ પ્રમાણે બ્રેન્ટ ઘટીને 65.69 ડૉલર અને ક્રૂડ 62.15 ડૉલર રહ્યો છે.
(4) ગ્લોબલ માર્કેટ સ્ટેડી રહ્યા છે. ટ્રમ્પ ટેરિફનો(Trump Tatiff) ભય છે, છતાં પણ યુરોપ અને એશિયાના દેશોના સ્ટોક માર્કેટ સ્ટેડી રહ્યા છે.
(5) જીએસટી રીફોર્મ્સ- જીએસટી કાઉન્સીલની બેઠકમાં સર્વાનુમતે બે સ્લેબ 12 ટકા અને 28 ટકા સ્લેબને સમાપ્ત કરાયો છે. તેમજ કેટલીય જીવન જરૂરી ચીજવસ્તુઓ પરનો જીએસટી ઘટાડીને 5 ટકાના સ્લેબમાં લઈ જવાયો છે. આ ખૂબ મોટા જીએસટી રીફોર્મ્સથી સ્ટોક માર્કેટનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું હતું.
Will the stock market rise or fall next week?
The stock market has recovered amid two-way fluctuations in the past week. The week-to-week market has closed strong. In the week ending September 5, every decline was supported by new buying and every rise was supported by selling. As a result, the stock market stopped falling again. However, there were very big reforms in GST, after that there was selling in the rise and the biggest factor of the reduction in GST rate was discounted for now. Now how will the stock market fare next week? Watch the video….