અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે મંગળવારે શરૂઆતના ઉછાળા પછી ભારે વેચવાલી ફરી વળતાં ઘટાડો આવ્યો હતો. તમામ સેકટરના શેરોમાં તેજીવાળા ખેલાડીઓની નફારૂપી વેચવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 206 પોઈન્ટ ઘટી 80,157 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 45 પોઈન્ટ ઘટી 24,579 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 341 ઘટી 53,661 બંધ હતો. સેન્સેક્સ અને નિફ્ટી બેઈઝ્ડ શેરોમાં જ વેચવાલીથી નરમાઈ આવી હતી. જ્યારે મીડકેપ ઈન્ડેક્સ 151 પોઈન્ટ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 336 પોઈન્ટ પ્લસમાં બંધ હતા. શેરબજારની(Share Market India) તેજીને અવરોધતાં કયા ફેકટર્સ છે. અને ટેકનિકલી માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે? તેજીના કારણો કેમ ડિસ્કાઉન્ટ થયા?
જૂઓ વીડિયો…..
આજે મંગળવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1929 શેરના ભાવ વધ્યા અને 1117 શેરના ભાવ ઘટ્યા હતા.
83 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 44 શેર બાવન વીક લો પર બંધ હતા.
151 શેરમાં તેજીની સર્કિટ લદાઈ હતી અને 46 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ તાતા કન્ઝ્યુમર, નેસ્લે, પાવરગ્રીડ, એનટીપીસી અને તાતા સ્ટીલ
ટોપ લુઝર્સઃ ડૉ. રેડ્ડી લેબ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, એશિયન પેઈન્ટ અને સિપ્લા
What are the factors hindering the stock market rally?
The stock market fell again on Tuesday after heavy selling after an initial surge. Profit-taking by bullish players in all sectors of the stock market. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 206 points to close at 80,157. The NSE Nifty index fell 45 points to close at 24,579. The Bank Nifty fell 341 points to close at 53,661. What are the factors hindering the stock market rally. And what will be the technical trend of the market? Watch the video…..