આવકવેરાનું રીટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ નોંધી લો, નહી ભરો તો શું થાય?

by Investing A2Z

નવી દિલ્હી- આવકવેરાનું રિટર્ન (Income Tax Return ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. જો તમે હજુ સુધી તમારું ઈન્કમટેક્સ રીટર્ન ફાઇલ કર્યું નથી, તો ઝડપથી કરી દેજો. જો તમે છેલ્લી તારીખ પછી આવકવેરાનું રીટર્ન ફાઇલ કરો છો, તો તમારે ભારે દંડ પણ ચૂકવવો પડશે.(What happens if you don’t file it?)

ટ્વીટર પોસ્ટ

નાણાકીય વર્ષ 2024-25 (મૂલ્યાંકન વર્ષ 2025-26) માટે ઈન્કમટેક્સ રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 છે. આવકવેરા વિભાગે આ નિર્ણય લીધો છે તેની પાછળ કારણ એ છે કે ઈન્કમટેક્સ રીટર્ન ફોર્મ જાહેર કરવામાં થોડો વિલંબ થયો હતો. અને ITR ફોર્મમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. લોકોને આ ફેરફારો સમજવા અને ફોર્મ ભરવા માટે વધુ સમયની જરૂર હતી. આવકવેરા વિભાગે મે મહિનામાં જ ટ્વીટર પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી.(Income Tax News)

કોના માટે છેલ્લી તારીખ છે?

જે લોકોના ખાતાઓનું ઓડિટ કરવાની જરૂર નથી તેમના માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે.(Last date for filing income tax return) આમાં નોકરી કરતા લોકો, ઘરનું ભાડું મેળવનારાઓ, પેન્શનરો વગેરેનો સમાવેશ થાય છે. ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ અગાઉ 31 જુલાઈ 2025 હતી.

છેલ્લી તારીખ ચૂકી જાવ તો શું થાય?

જો તમે 15 સપ્ટેમ્બર સુધીમાં આવકવેરા રીટર્ન ફાઇલ નહીં કરો, તો તમારે ઘણા પ્રકારના દંડ ચૂકવવા પડશે. આ સાથે, બીજી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે.

લેટ ફાઇલિંગ ફી

કલમ 234F અનુસાર જો તમે નિયત તારીખ (15 સપ્ટેમ્બર 2025) સુધીમાં યોગ્ય રીતે આવકવેરા રીટર્ન ફાઇલ નથી કર્યું, તો તમારે 5000 રૂપિયા સુધીની લેટ ફી ચૂકવવી પડી શકે છે. જો તમારી કરપાત્ર આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય, તો આ ફી 1000 રૂપિયા સુધીની હોઈ શકે છે.

ટેક્સ નહી ભર્યો હોય તો વ્યાજ ચુકવવું પડશે

જો તમે સમયસર ટેક્સ ચૂકવશો નહીં, તો તમારે વ્યાજ પણ ચૂકવવું પડશે. આ વ્યાજ દર મહિને એક ટકાના દરે વસૂલવામાં આવશે. આ વ્યાજ ઈન્કમટેક્સ રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પૂરી થયાની તારીખથી શરૂ થશે. આ વ્યાજ તમે તમારા ITR ફાઇલ ન કરો ત્યાં સુધી વસૂલવામાં આવશે.

નુકસાનનું જોખમ

જો તમે આવકવેરા કાયદાની કલમ 139(1) હેઠળ નિર્ધારિત નિયત તારીખ પછી તમારું ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો, તો તમે ચોક્કસ છૂટ મળશે નહીં. તમે નુકસાનને આગળ વધારવા અને સેટ ઓફ કરવાની તક પણ ગુમાવી શકો છો. જો કે, તમે ઘરની મિલકતના સંદર્ભમાં નુકસાનને આગળ લઈ જઈ શકો છો.

પેનલ્ટી

કલમ 270A અનુસાર જો તમારી પાસે ટેક્સેબલ ઈન્કમ હોય પણ તમે તમારું આવકવેરા રિટર્ન ફાઇલ નથી કરતાં, તો તમને કલમ 270A હેઠળ દંડ વસૂલવામાં આવી શકે છે. આ દંડ ITR ફાઇલ ન કરીને તમે બચાવેલા કરના 50 ટકા સુધીનો હોઈ શકે છે.

કાર્યવાહી

આવકવેરા વિભાગ પાસે કલમ 276CC હેઠળ નોન-ફાઇલર્સ સામે કાર્યવાહી કરવાની સત્તા છે. જો તમે દોષિત ઠરશો, તો તમને ઓછામાં ઓછા ત્રણ મહિનાની જેલ થઈ શકે છે, જે બે વર્ષ સુધી લંબાવી શકાય છે. તે ઉપરાંત, તમારે દંડ ભરવો પડી શકે છે.

You will also like

Leave a Comment