નવી દિલ્હી- ફોરેક્સ માર્કેટમાં (Forex Market) આજે સોમવારે સવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે વધુ 17 પૈસા ઘટીને 88.26 પર ટ્રેડ કરી રહ્યો છે. (Dollar vs Rupee) કારણ કે ભારતીય સ્ટોક માર્કેટમાં(Stock Market India) FIIની સતત વેચવાલી અને ટ્રમ્પ દ્વારા ભારતીય ચીજ વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લાદવાની અનિશ્ચિતતા છે.(Trump Tariff)
FII એ ભારતીય શેરબજારમાં (Share Market India) જુલાઈ પછી ઓગસ્ટમાં સતત વેચવાલી ચાલુ રાખી છે.(FII Outflow) એફઆઈઆઈએ ઓગસ્ટ મહિનામાં કુલ ચોખ્ખુ રૂપિયા 46,962 કરોડનું વેચાણ કર્યું હતું અને જુલાઈમાં કુલ રૂપિયા 47,666 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું છે.(FII Net Seller)
આજે સવારે રૂપિયો નીચા લેવલે ખુલ્યો હતો અને તે પ્રેશર હેઠળ રહ્યો હતો. કારણ કે 50 ટકા ટેરિફ અને FPI આઉટફ્લોને કારણે સ્થાનિક એકમ પર પ્રેશર આવ્યું છે. જો કે ડૉલર સામે રૂપિયો વધુ તૂટીને રેકોર્ડ લો પર પહોંચ્યો છે, જેથી બપોર બાદ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઈન્ટરવેશન કરી શકે તેવી શક્યતા છે. સવારે જ્યારે આ સમાચાર લખાઈ રહ્યા હતા ત્યારે 88.24 પર ટ્રેડ કરી રહ્યો હતો.
શુક્રવારે, ડૉલર સામે રૂપિયો પહેલીવાર 88 સ્તરને પાર કરી ગયો અને ડોલર સામે રૂપિયો 88.09ના સૌથી નીચા સ્તરે બંધ થયો હતો. જે રૂપિયો આજે સોમવારે વધુ તૂટ્યો હતો અને રેકોર્ડ લો લેવલ પર પહોંચી ગયો હતો.(Dollar v/s Rupee)
ભારતીય ચીજ વસ્તુઓ પર અમેરિકાનો 50 ટકા ટેરિફ સત્તાવાર રીતે 27 ઓગસ્ટના રોજ પૂર્વીય માનક સમય (ભારતીય માનક સમય) રાત્રે 12:01 વાગ્યાથી અમલમાં આવ્યો હતો. તેમાં આ મહિનાની શરૂઆતમાં સૂચિત 25 ટકાના વધારા ઉપરાંત 25 ટકા ડ્યુટી વધારો પણ શામેલ છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ પુષ્ટિ આપી છે કે આ વધેલો દર આ સમયમર્યાદા પર અથવા તે પછી “વપરાશ માટે લાવવામાં આવેલા અથવા વેરહાઉસમાંથી પાછા ખેંચવામાં આવેલા” કોઈપણ ભારતીય માલ પર લાગુ થશે.
બીજી તરફ વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાં સતત આઉટફ્લો રહ્યો છે. જુલાઈ અને ઓગસ્ટમાં છેલ્લા બે મહિનામાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 94,568 કરોડનું નેટ સેલ કર્યું છે. જેને કારણે પણ ડૉલર સામે રૂપિયો તૂટી રહ્યો છે.