ગાંધીનગર- લઘુ ઉદ્યોગો એ રોજગારી સર્જન, ગરીબી નિવારણ અને ઔદ્યોગિક વિકાસમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે, એટલે કે લઘુ ઉદ્યોગો દેશના આર્થિક વિકાસનો પાયો છે. (Development of small scale industries in Gujarat) જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે તા. 30 ઓગસ્ટના રોજ ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’ની(National Small Scale Industries Day) ઉજવણી કરવામાં આવે છે.
રોજગારીની તક
કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને યુવાઓને રોજગારીની વધુ તકો પૂરી પાડી આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં વર્ષ 2021-25થી એમ છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે રૂપિયા 86,418 કરોડનું મૂડી રોકાણ (Investment in Gujarat in the last five years) તેમજ 3.98 લાખ કરતાં વધુ રોજગારીનું સર્જન થયું છે.(Employment creation in Gujarat in the last five years) આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 1.69 લાખ કરતાં વધુ ક્લેઇમ અરજીઓ સંદર્ભે રૂ. 7,300 કરોડથી વધુની સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.
નાણાકીય સહાય
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (Gujarat CM Bhupendra Patel) માર્ગદર્શનમાં ગુજરાતે લઘુ ઉદ્યોગોના વિકાસ માટે વિવિધ નીતિઓ, નાણાકીય સહાય, તાલીમ અને માર્કેટિંગ સપોર્ટ દ્વારા મજબૂત વાતાવરણ ઊભું કર્યું છે. જે અન્વયે ઉદ્યોગપ્રધાન બલવંતસિંહ રાજપૂત(Gujarat Industries Minister Balwantsinh Rajput) અને રાજ્ય ઉદ્યોગપ્રધાન જગદીશ વિશ્વકર્માના(State Industries Minister Jagadish Vishwakarma) નેતૃત્વમાં નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાતમાં રૂપિયા 42,774 કરોડથી વધુના રોકાણ દ્વારા 1.65 લાખ કરતાં વધુ નવી રોજગારીનું સર્જન થયું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 21 હજાર કરતાં વધુ એકમોને રૂપિયા 958 કરોડ જેટલી નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવી છે.
MSME ક્ષેત્રે અગ્રેસર
‘ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ’-ZED અંતર્ગત રાજ્યના અંદાજે 1.10 લાખ જેટલા MSME એકમોનું રજિસ્ટ્રેશન અને ૬૬ હજાર કરતાં વધુ એકમોએ ZED પ્રમાણપત્ર મેળવતા ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ZED રજિસ્ટ્રેશન, સર્ટિફિકેશન તથા વાઈબ્રન્ટ ગુજરાત જેવી વિવિધ પહેલ થકી ગુજરાત દેશના MSME ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. વધુમાં, રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન અંદાજે 17.39 લાખ ઉદ્યમ રજિસ્ટ્રેશનની નોંધણી થઈ છે, જેમાં 2.91 લાખ કરતાં વધુ મહિલા સાહસિકોની ભાગીદારી નોંધાઈ છે.
ઉદ્યોગોના વિકાસ માટે
રાજ્ય સરકાર દ્વારા ગત નાણાકીય વર્ષ દરમિયાન રૂપિયા 27.50 લાખની સહાય થકી અંદાજે કુલ 238 સેમિનાર-વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા રાજ્યના હજારો ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ અને રોજગાર ઇચ્છુકોને પ્રેરણા મળી હતી.
કાઉન્સીલની રચના
રાજ્યમાં વિવિધ ક્ષેત્રના ક્લસ્ટર વિકાસ માટે રૂ. 4.5 કરોડ અને માર્કેટિંગ ડેવલપમેન્ટ સહાય યોજના હેઠળ 1511 એકમોને રૂપિયા 26.38 કરોડ એમ કુલ રૂ. 30 કરોડ કરતાં વધુનું ચૂકવણું રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તદુપરાંત રાજ્યમાં વિલંબિત ચૂકવણીના કેસોના ઝડપથી નિકાલ માટે અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા અને કચ્છ એમ કુલ છ Regional MSEFC કાઉન્સિલની(Formation of Regional MSEFC Council) રચના પણ કરવામાં આવી છે.
વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ મહોત્સવ
વર્ષ 2023માં રાજ્યના 32 જિલ્લાઓમાં નાના સ્થાનિક કક્ષાના ઉદ્યોગોની ભાગીદારી અને વિકાસના ઉદ્દેશ્ય સાથે “વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ” મહોત્સવની (Vibrant Gujarat Vibrant District Festival) ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં અંદાજે 2.70 લાખથી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો, જેમાં 2600થી વધારે એકમો દ્વારા MoU પણ કરવામાં આવ્યા હતા.