અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે 21 ઓગસ્ટ, 2025ને ગુરુવારના દિવસે સતત છઠ્ઠા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. વીકલી એક્સપાયરીના દિવસે પણ પસંદગીના શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી છઠ્ઠા દિવસે પણ વધ્યા હતા. મીડકેપ શેરોમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ આવી હતી. આજે ફાર્મા, ઓઈલ ગેસ, રીયલ્ટીમાં નવી લેવાલીથી તેજી થઈ હતી. જ્યારે એફએમસીજી, પીએસઆઈ અને એનર્જિ સેકટરના સ્ટોકમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 142 પોઈન્ટ વધી 82,000.71 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (NSE Nifty) ઈન્ડેક્સ 33 પોઈન્ટ વધી 25,083.75 બંધ થયો હતો. નિફ્ટી બેંક (Nifty Bank) 56.95 વધી 55,755 બંધ થયો હતો. જ્યારે મીડકેપ ઈન્ડેક્સ 221 પોઈન્ટ ઘટ્યો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ માત્ર 5.50 પોઈન્ટ વધ્યો હતો.
એફઆઈઆઈની વેચવાલી (FII Ney Seller) ચાલુ રહી છે. 20 ઓગસ્ટના દિવસે એફઆઈઆઈએ રૂપિયા 1100 કરોડનું નેટ સેલ કર્યું હતું અને ડીઆઈઆઈ એટલે કે સ્થાનિક નાણા સંસ્થાઓએ 1806 કરોડનું નેટ બાય કર્યું હતું.
બે જ સ્લેબ વાળા જીએસટી(GST) સ્લેબને ગ્રૂપ ઓફ મીનીસ્ટ્રીઝની મંજૂરી મળી ગઈ છે. બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીનું મોટું નિવેદન આવ્યું છે કે 12 ટકા અને 28 ટકા વાળા બે સ્લેબ સમાપ્ત કરવા માટે કેન્દ્રના પ્રસ્તાવને ગ્રૂપ ઓફ મીનીસ્ટ્રીઝની બેઠકમાં સમર્થન મળ્યું છે. આ પોઝિટિવ સમાચારને પગલે શેરબજારમાં નવી લેવાલી ચાલુ રહી હતી.
આજે ગુરુવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1506 શેરના ભાવ વધ્યા હતા અને 1476 શેરના ભાવ ઘટ્યા હતા.
82 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 28 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.
99 શેરમાં અપર સર્કિટ અને 36 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ સિપ્લા, ડૉ. રેડ્ડી લેબ, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેંક અને હિન્દાલકો
ટોપ લુઝર્સઃ તાતા કન્ઝ્યુમર્સ, બજાજ ઓટો, ઈટરનલ, પાવરગ્રીડ અને ઈન્ડુસઈન્ડ બેંક
કાલે શેરબજાર કેવું રહેશે?
આવતીકાલે શુક્રવારે સપ્તાહનો અંતિમ દિવસ આવે છે અને છ દિવસની એકતરફી તેજી થઈ છે. ટેકનિકલી જોઈએ તો નિફ્ટી 25,100નું લેવલ રેઝિસ્ટન્સ લેવલ આવે છે. જેથી જો લેવલ કૂદાવશે તો તેજીની આગેકૂચ રહેશે. અન્યથા ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતા વધારે છે. નિફ્ટી બેંક પણ 56,000નું લેવલ કૂદાવે તો જ તેજી આગળ વધશે.