ટ્રમ્પ ટેરિફ વચ્ચે વિદેશપ્રધાનનું રશિયાની કંપનીઓને ભારતમાં આવવા નિમંત્રણ

by Investing A2Z

નવી દિલ્હી- વિદેશપ્રધાન એસ. જયશંકરે (External Affairs Minister S. Jaishankar) બુધવારે મોસ્કોમાં ઈન્ડિયા-રશિયા બિઝનેસ ફોરમને સંબોધિત કરી હતી. (India-Russia Business Forum) જેમાં તેમણે રશિયા સાથે વેપાર વધારવા માટે ભાર આપ્યો હતો. તેમણે રશિયાની કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે વધુ વેપાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.(Invitation to Russian Companies to India)

એસ. જયશંકરે વધુમાં કહ્યું હતું કે તેઓ ભારતમાં આવીને કામ કરે અને ભારતની કંપનીઓ સાથે મળીને વેપાર વધારે. આ કાર્યક્રમમાં જયશંકરે કહ્યું કે ભારત ખૂબ ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે અને મેક ઈન ઈન્ડિયા જેવી પહેલથી વિદેશી વ્યવસાયો માટે નવો અવસર ખોલ્યો છે. અને આ આયામને કારણે રશિયાની કંપનીઓને ભારત સાથે જોડવાનું નિમંત્રણ આપે છે.

વિદેશપ્રધાને કહ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થા ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. અને તે ખૂબ ઝડપથી ચાર ટ્રિલિયન ડૉલરથી વધારેની થઈ જશે. આવા તેજીથી આગળ વધતા દેશને ફર્ટિલાઈઝર, કેમિકલ અને મશીનરી જેવી ચીજોની ખૂબ જરૂર છે. અને આ ચીજો માટે રશિયા ભારત માટે એક વિશ્વાસુ સાથી બની શકે છે. જયશંકરે જણાવ્યું હતું કે ભારતમાં ઝડપથી નવા પુલ, રસ્તા બની રહ્યા છે. જેથી વિદેશી કંપનીઓને અહીંયા વેપાર કરવાનો ખૂબ સારી તક મળી રહેશે.(Invitation to Russian Companies to Connect with India)

વિદેશપ્રધાને સમજાવ્યું હતું કે ભારત સરકારની મેક ઈન ઈન્ડિયા (Make in India) જેવી યોજનાએ વિદેશી કંપનીઓ માટે નવો રસ્તો ખોલી નાંખ્યો છે. ભારતના શહેરો બદલાઈ રહ્યા છે અને લોકોની જરૂરિયાતો પણ બદલાઈ રહી છે. આ બધા કારણોને પગલે રશિયાની કંપનીઓ ભારત આવીને ભારતીય કંપનીઓ સાથે સાથ મેળવીને કામ કરવું જોઈએ. ભારત સરકાર ઈચ્છે તે કે બન્ને દેશોની કંપનીઓ આ પડકારોને સ્વીકારે.

વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે ભારત અને રશિયાના સંબધો ખૂબ જૂના અને મજબૂત છે. પણ બન્ને દેશો વચ્ચે હજી જોઈએ તેટલો બિઝનેસ નથી. હા હાલના કેટલાક વર્ષોમાં બિઝનેસ વધ્યો જરૂર છે. પણ રશિયાથી ભારતમાં વધુ સામાન આવી રહ્યો છે અને ભારતથી રશિયામાં ખૂબ ઓછો સામાન આવે છે. જેમાં વેપાર અસંતુલન છે. આ અસંતુલનને ઠીક કરવાની જરૂર છે. જેથી વેપાર વધુ વધી શકે. સરકાર માત્ર રસ્તો બતાવે છે, પણ ખરેખર તો કામ તો બન્ને દેશોના વેપારીઓએ સાથે મળીને કામ કરવાનું હોય છે.

જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને યુરેશિયન ઈકોનોમીક યુનિયન (જેમાં રશિયા પણ સામેલ છે India and Eurasian Economic Union) વચ્ચે મુક્ત વેપાર સમજૂતીને (Free Trade Agreement) લઈને વાતચીત શરૂ થઈ ગઈ છે. આ સમજૂતી થયા પછી વેપાર કરવો ખૂબ સરળ બની જશે. ભારતમાં વધુ રોકાણ, જોઈન્ટ વેંચર અને અન્ય પ્રકારના સહયોગની પણ વાતચીત થઈ રહી છે. બન્ને દેશો સાથે સંબધોને વધુ મજબૂત કરવા માટે વેપાર કરવો પણ ખૂબ જરૂરી છે.

You will also like

Leave a Comment