પોરબંદર- બરડા વન્યજીવ અભયારણ્યમાં (Barda Wildlife Sanctuary) વન્યજીવનની વિવિધતા વધારવા માટે, ગુજરાત વન વિભાગે (Gujarat Forest Department) જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વાનતારા (Vantara founded by Anant Ambani) સાથે મળીને 33 ચિત્તલ (હરણ)ને નિયુક્ત સુરક્ષિત વિસ્તારમાં મુક્ત કર્યા છે.(33 chittals (deer) released in Barda Wildlife Sanctuary)
આ હરણને જામનગરમાં વાનતારાની એક્સ-સીટુ કન્ઝર્વેશન સુવિધામાંથી ખાસ તૈયાર કરેલી એમ્બ્યુલન્સમાં બરડા વન્યજીવ અભયારણ્યમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, ઇકોલોજીકલ યોગ્યતા અને સહાયક પ્રણાલીઓની તૈયારીની ખાતરી કર્યા પછી, વન વિભાગની દેખરેખ હેઠળ હરણોને છોડવામાં આવ્યા હતા. વાનતારાએ સ્થાપિત સંરક્ષણ પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવા માટે ટેકનિકલ અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો છે.
ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરના (Greens Zoological, Rescue and Rehabilitation Center) ડિરેક્ટર ડૉ. બ્રિજ કિશોર ગુપ્તાએ (Director Dr. Brij Kishore Gupta) જણાવ્યું હતું કે “આ પહેલ બરડા વન્યજીવ અભયારણ્યની જૈવવિવિધતાને પુનઃસ્થાપિત અને સમૃદ્ધ કરવા માટે એક મુખ્ય પગલું છે. ભૂતકાળમાં પણ આ ચિત્તલ અહીં વસવાટ કરતા હતા, અને તેમનો ફરીથી પ્રવેશ વૈજ્ઞાનિક રીતે મહત્વપૂર્ણ છે અને તે વસવાટના પુનરુત્થાન માટે પણ એક સંકેત છે. ઇકોલોજીકલ મૂલ્યાંકનો, પ્રજાતિ પુનઃપ્રાપ્તિ આયોજન અને આંતર-એજન્સી સહયોગ પર આધારિત ગુજરાત વન વિભાગનો સક્રિય અભિગમ સમગ્ર રાજ્યમાં સંરક્ષણ માળખાને મજબૂત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રયાસો જાહેર સંસ્થાઓ અને વાનતારા જેવી સંસ્થાઓ વચ્ચેની ભાગીદારીની પરિવર્તનશીલ સંભાવનાને પણ દર્શાવે છે, જ્યાં નિપુણતા અને સંસાધનોની સહભાગીતા નોંધપાત્ર સંરક્ષણ પરિણામો આપી શકે છે અને ભારતમાં વન્યજીવન વ્યવસ્થાપન માટે નવા માપદંડો સ્થાપિત કરી શકે છે.”


બરડામાં આ પહેલ સરકારની આગેવાની હેઠળના સંરક્ષણ પ્રયાસોની નિરંતરતા દર્શાવે છે, જેમાં વાનતારા વૈજ્ઞાનિક નિપુણતા, પશુચિકિત્સા સંભાળ અને તકનીકી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું યોગદાન આપીને એક પ્રતિબદ્ધ ભાગીદાર તરીકે સેવા આપી રહ્યું છે. સાથે મળીને, આ સહયોગી પ્રયાસો ઇકોસિસ્ટમને મજબૂત કરી રહ્યા છે અને ભારતની સમૃદ્ધ જૈવવિવિધતાનું રક્ષણ કરી રહ્યા છે, એટલું જ નહીં પરંતુ દેશભરમાં ભવિષ્યના સંરક્ષણ પહેલ માટે એક મોડેલ પણ સ્થાપી રહ્યા છે.