નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે 15 ઓગસ્ટને 79માં સ્વાંતત્ર્ય પર્વ નિમિત્તે (79th Independence Day) લાલ કિલ્લા પરથી સૌથી મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે આ દિવાળી પર લોકોને ડબલ દિવાળી ભેટ મળશે. વડાપ્રધાને કહ્યું હતું કે વીતેલા 8 વર્ષમાં અમે જીએસટીમાં બહુ મોટા સુધારા કર્યા છે. પુરા દેશમાં ટેક્સના બોજને ઓછો કર્યો છે.(PM Narendra Modi’s announcement from the Lal Killa)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે અમે ટેક્સની વ્યવસ્થાને સરળ કરી છે. વીતેલા આઠ વર્ષમાં અમે જીએસટીમાં બહુ મોટા સુધારા કર્યા છે અને દેશભરમાં ટેક્સના બોજને ઓછો કર્યો છે. હવે અમે નવી પેઢી માટે જીએસટી રીફોર્મ લાવી રહ્યા છીએ.(There will be new reforms in GST)
પીએમ મોદીએ કહ્યું હતું કે 8 વર્ષ પછી સમયની માંગ છે કે તેનો રિવ્યૂ કરવામાં આવે. જેના માટે અમે એક હાઈ પાવર રિવ્યૂ કમિટી બનાવી છે. અને તેનો રિવ્યૂ શરૂ કર્યો છે. રાજ્યો સાથે વિચાર વિમર્શ કરશે. (GST Review Committee will discuss with states) અમે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ લઈને આવી રહ્યા છીએ. આ દિવાળીમાં તમારા માટે આ મોટી ભેટ બની જશે. સામાન્ય માનવીની જરૂરિયાતોના ટેક્સમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો કરાશે. અમારા એમએસએમઈ, અમારા લઘુ ઉદ્યોગોને બહુ મોટો લાભ મળશે. તેમજ રોજિંદી વપરાતી ચીજ-વસ્તુઓ બહુ સસ્તી થઈ જશે. તેનાથી અર્થવ્યવસ્થાને નવું બળ મળશે.
તેની પહેલા પીએમ મોદીએ સેમીકંડક્ટરનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આજ અમે બોજથી મુક્ત થઈને મિશન મોડમાં સેમીકંડક્ટર પર કામ કરી રહ્યા છીએ. 6 નવા સેમીકંડક્ટર યુનિટ્સ જમીન પર ઉતરી ચુક્યા છે. અને વધુ 4ને ગ્રીન સિગ્નલ આપી દેવાયું છે. તથા આ વર્ષના અંત સુધીમાં મેડ ઈન ઈન્ડિયા ચિપ્સ બજારમાં ઉપલબ્ધ થશે. આ ભારતની ટેકનિકલોજીની શક્તિનો નવો યુગ હશે. જેનાથી ભારતમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે. 50-60 વર્ષ પહેલા સેમી કંડક્ટરની ફાઈલ્સો અટકી ગઈ હતી લટકી ગઈ હતી અને ભટકી ગઈ હતી.
પીએમ નરેન્દ્ર મોદીએ બીજી ગીફ્ટની જાહેરાત કરતાં કહ્યું હતું કે આજથી લાગુ થશે નવજવાનો માટે એક લાખ કરોડની રોજગાર યોજના.