શેરબજારનો સેન્સેક્સ 304 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,600 ઉપર બંધ

by Investing A2Z
Stock Market India

અમદાવાદ– શેરબજારમાં (Stock Market India) ગઈકાલના ઘટાડા પછી આજે ઉછાળો આવ્યો હતો. ગ્લોબલ માર્કેટની તેજી પાછળ ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું. એફએમસીજી (FMCG) સેકટર સિવાયના તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 304 પોઈન્ટ ઉછળી 80,539 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફ્ટી (NSE Nifty Index) ઈન્ડેક્સ 131 પોઈન્ટ વધી 24,619.35 બંધ થયો હતો. નિફ્ટી બેંક (Nifty Bank) 137 પોઈન્ટ વધી 55,181 બંધ હતો.

અમેરિકન સ્ટોક માર્કેટની તેજી પછી આજે ડાઉ જોન્સ ફ્યુચર વધુ 163 પ્લસ હતો. એશિયાઈ તમામ સ્ટોક માર્કેટ પ્લસ હતા, સાથે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસમાં હતા. આમ ગ્લોબલ સંકેતો પોઝિટિવ રહેતાં ભારતીય શેરોમાં નવી લેવાલી આવી હતી. અને બજાર એકતરફી વધ્યું હતું. ભારતનો જુલાઈ મહિનાનો રીટેઈલ મોંઘવારી દર 1.55 ટકા આવ્યો હતો, જે પોઝિટિવ ફેકટર પણ ભળ્યું હતું. જેથી આજે શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થઈ ગયું હતું.

આજે બુધવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 1685 શેરના ભાવ વધ્યા હતા અને 1287 શેરના ભાવ ઘટ્યા હતા.

51 શેર બાવન વીક હાઈ પર હતા અને 59 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા.

99 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 59 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ એપોલો હોસ્પિટલ, હિન્દાલકો, ડૉ. રેડ્ડી લેબ, સિપ્લા અને હીરો મોટો

ટોપ લુઝર્સઃ ઈન્ડુસઈન્ડ બેંક, અદાણી પોર્ટ, આઈટીસી, ટિટાન અને ટેક મહિન્દ્રા

આવતીકાલે 14 ઓગસ્ટે બજાર કેવું રહેશે?

15 ઓગસ્ટને શુક્રવારે શેરબજાર બંધ રહેશે. જેથી હવે આવતીકાલ 14 ઓગસ્ટ ચાલુ સપ્તાહના કામકાજનો છેલ્લો દિવસ રહેશે. જો કે આજે તેજી થઈ છે. પરંતુ એફઆઈઆઈ નેટ સેલર રહી છે. હજી ટેકનિકલી માર્કેટ વીક છે. આથી આવતીકાલે ગુરુવારે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવવાની શકયતા છે. પછી સંળગ ત્રણ દિવસ શેરબજાર બંધ રહેશે. જેથી સાવચેતીપૂર્વકના ટ્રેડિંગ થાય તેવી સંભાવના વધારે છે. નિફ્ટીમાં 24,700નું મજબૂતી રેઝિસ્ટન્સ લેવલ આવે છે. જો તે લેવલ કૂદાવે તો 25,000 થાય. પણ 25,000નું લેવલ બહુ મોટુ રેઝિસ્ટન્સ લેવલ રહેશે. જેથી હાલ બજારમાં ઊંચા મથાળે વેચવાલી આવવાની શકયતાઓ વધારે છે. બેંક નિફ્ટી 55,500 ઉપર કૂદાવે તો જ તેજી થશે, અન્યથા 55,500 રેઝિસ્ટન્સ લેવલ રહેશે.

You will also like

Leave a Comment