અમદાવાદ– શેરબજારમાં (Stock Market India) સપ્તાહના અંતિંમ દિવસે મોટો ઘટાડો આવ્યો હતો. સતત છઠ્ઠા સપ્તાહે માર્કેટ ઘટયુું હતું અને શેરબજાર (Share Market India) ત્રણ મહિનાની લો પાસે આવી ગયું હતું. તમામ સેક્ટરના શેરોમાં જોરદાર વેચવાલી આવી હતી. મીડકેપ અને સ્મોલકેપ શેરો તૂટ્યા પડ્યા હતા. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 765 પોઈન્ટ તૂટી 79,857 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી (NSE Nifty Index) 24,363 બંધ હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 516 પોઈન્ટ ગબડી 55,004 બંધ થયો હતો. આગામી સપ્તાહે શું શેરબજાર (Share Market India) વધુ ઘટશે? શેરબજારમાં એફઆઈઆઈ (FII net Seller) શામાટે વેચી રહી છે? અને તમારી રણનીતિ શું રહેવી જોઈએ? તેમજ ટેકનિકલી માર્કેટ કેવું રહેશે?
જૂઓ વીડિયો….
આજે શુક્રવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 984 શેરના ભાવ વધ્યા હતા અને 1969 શેરના ભાવ ઘટ્યા હતા.
54 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 79 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.
75 શેરમાં અપર સર્કિટ અને 61 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ એનટીપીસી, ટિટાન, ડૉ. રેડ્ડી લેબ, એચડીએફસી લાઈફ, બજાજ ફિનસર્વ
ટોપ લુઝર્સઃ ઈન્ડુસઈન્ડ બેંક, ભારતી એરટેલ, અદાણી એન્ટરપ્રાઈઝ, શ્રી રામ ફાયનાન્સ અને તાતા મોટર
Will the stock market fall further next week?
The stock market saw a big decline on the last day of the week. The market fell for the sixth consecutive week and the stock market came close to a three-month low. There was a strong sell-off in stocks of all sectors. Midcap and smallcap stocks crashed. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 765 points to close at 79,857. NSE Nifty closed at 24,363. Bank Nifty plunged 516 points to close at 55,004. Will the stock market fall further next week? Why are FIIs selling in the stock market? And what should your strategy be? Also, how will the market be technically? Watch the video….