અમદાવાદ- સોના ચાંદી બજારમાં (Gold Silver Market) વીતેલા સપ્તાહે શરૂઆતના ભારે ઉછાળા પછી ગાબડુ પડ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડે 3400 ડૉલરની અતિમહત્ત્વની સપાટી કૂદાવી દીધી હતી. (Gold Rate Today) અને 3451 ડૉલરને સ્પર્શીને હાઈ બનાવી હતી. ત્યાર પછી ભારે વેચવાલી છૂટતાં તૂરંત ભાવ તૂટયો હતો. (Gold Price Today) ગોલ્ડની પાછળ સિલ્વરમાં વધઘટ જોવાઈ હતી. ડૉલર સામે રૂપિયો (Dollar v/s Rupee) વધુ તૂટ્યો હતો. જેથી ભારતીય કરન્સીમાં સોના અને ચાંદીના ભાવ મજબૂત જ બંધ રહ્યા હતા.
વીતેલા સપ્તાહની સોના ચાંદીની વધઘટ જોયા પછી હવે સવાલ એ ઉભો થાય છે કે
આગામી સપ્તાહે સોના ભાવ વધુ તૂટશે?
ટ્રમ્પના ટેરિફની આગામી સપ્તાહે 1 ઓગસ્ટે ડેડલાઈન પૂર્ણ થાય છે, જે દેશો સાથે ટ્રેડ ડીલ નથી થઈ તેમના પર રેસિપ્રોકલ ટેરિફ લાદશે?
કે પછી ટ્રેડ ડીલ કરવા માટે ડેડલાઈનમાં વધારો કરશે?
ટ્રેડ વોર વધુ વકરશે તો શું થશે?
ભારત સાથેની ટ્રેડ ડીલનું શું થયું?
આગામી સપ્તાહના બુધવારે ફેડરલ રીઝર્વની બેઠક છે, તો ફેડરલ રીઝર્વ ફેડ રેટ કટ કરશે કે નહી?
જૂઓ વીડિયો….
સૌથી પહેલા વીતેલા સપ્તાહે સોના ચાંદી બજારની વધઘટ પર નજર કરીએ….
અમદાવાદ સોના ચાંદી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ સપ્તાહ દરમિયાન 300 રૂપિયા ઘટી 1,01,200 રહ્યો હતો. ચાંદીનો ભાવ 500 રૂપિયા વધી 1,14,000નો ભાવ રહ્યો હતો.
આંતરરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ઓગસ્ટ ફ્યુચર આગલા સપ્તાહના બંધ 3358 ડૉલરની સામે ભારે લેવાલીથી ઉછળી 3400 ડૉલરની સપાટી કૂદાવીને 3451 ડૉલર થયો હતો. ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં તૂટી 3325 ડૉલર થયો હતો અને સપ્તાહને અંતે 3335 ડૉલર બંધ રહ્યો હતો. જે 23 ડૉલરનો ઘટાડો દર્શાવે છે. સપ્તાહ દરમિયાન 126 ડૉલરની ભારે વધઘટ રહી હતી.
સિલ્વર સપ્ટેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 39.91 ડૉલર થઈ અને ત્યાંથી ઘટી 38.10 ડૉલર થઈ સપ્તાહને અંતે 38.36 ડૉલર બંધ રહ્યો હતો.
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે 3439ની હાઈ બનાવીને ત્યાંથી ઘટી 3325 ડૉલર થઇ સપ્તાહને અંતે 3337 બંધ રહ્યો હતો. સ્પોટ સિલ્વર વધીને 39.54 ડૉલર થઇ અને ત્યાંથી તૂટી 37.94 થઈ સપ્તાહને અંતે 38.17 ડૉલર બંધ રહી હતી.
સપ્તાહની શરૂઆત આર્થિક અનિશ્ચિતતાઓ સાથે થઈ હતી અને ગોલ્ડ સિલ્વરમાં ભારે લેવાલી ચાલુ રહી હતી. અને ભાવ ઉછળ્યા હતા. જોકે સપ્તાહના અંતે જાપાન સાથે ટ્રેડ ડીલ થયાના સમાચાર આવ્યા હતા, જે પછી યુરોપિયન યુનિયન અને ભારત સાથે ટ્રેડ ડીલ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. જે સમાચારને કારણે ગોલ્ડ સિલ્વરમાં ઊંચા મથાળે તેજીવાળા ઓપરેટરોની ભારે વેચવાલી છૂટી હતી, જેથી ગોલ્ડ સિલ્વરના ભાવ તૂટ્યા હતા.
ચાઈના ગોલ્ડ એસોસિએશનના અહેવાલ પ્રમાણે ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં વપરાશમાં 3.54 ટકાનો ઘટાડો થયો છે. સોનાના ઊંચા ભાવોને કારણે ગ્રાહકો ઘરેણાં સહિત ફીઝીકલી સોનાની ઓછી ખરીદી કરી છે. જો કે રોકાણ માંગ રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રીપોર્ટ અનુસાર વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન ચાઈનીઝ ગોલ્ડ ઈટીએફના મુલ્યમાં 8.8 બિલિયન ડૉલરનો વધારો થયો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આર્થિક અનિશ્ચિતતાને કારણે જ રોકાણ માંગ વધી છે, જ્યારે ઊંચા ભાવને કારણે ફીઝીકલ સોનાની ડિમાન્ડ ઘટી છે.
જનરલ મોટર્સનો બીજા કવાર્ટરનો નફો 35 ટકા ઘટ્યો છે. કંપની દ્વારા કહેવાયું હતું કે ટ્રમ્પના ટેરિફ વોરને કારણે જ નફો ઘટીને આવ્યો હતો.
જો કે અમેરિકાની જાપાન સાથે ટ્રેડ ડીલ થઈ ગઈ છે, જેમાં જાપાની આયાત પર 15 ટકા ટેરિફ નક્કી થયો હતો. અને તે જ મોડલ અનુસાર યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ ડીલ થશે તેવો આશાવાદ છે. આ સમાચાર આવ્યા પછી હવે ટ્રેડ વોરનો ભય ઓછો થયો છે. આથી જ ગોલ્ડ અને સિલ્વરમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી અને ગોલ્ડ સિલ્વરના ભાવ તૂટ્યા હતા.
બીજી તરફ અમેરિકન સ્ટોક માર્કેટમાં ડાઉ જોન્સ તેના 52 વીક હાઈની બિલકુલ નજીક આવી ગયો છે. નેસ્ડેકે રેકોર્ડ હાઈ બનાવ્યો છે. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 500 ઈન્ડેક્સે પણ ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે. બિટકોઈન પણ 1,18,250ના મજબૂત મથાળે રહ્યો હતો. આમ ઈક્વિટી માર્કેટ અને બિટકોઈનની તેજી થતાં ગોલ્ડ સિલ્વરમાં ઊંચા મથાળે વેચવાલી આવી હતી. ગોલ્ડ સિલ્વરનો નફો ઈક્વિટી માર્કેટ તરફ વળ્યો હોવાનું કહેવાતું હતું.
આગામી સપ્તાહ કેવું જશે….
આગામી સપ્તાહના બુધવારે એફઓએમસીની બેઠક મળનાર છે. જેમાં ફેડ રેટ કટ નહી આવે તેવી ધારણા બજારની છે. જેથી ગોલ્ડ સિલ્વરના ભાવ આગામી સપ્તાહે વધુ ઘટી શકે છે. સેન્ટ્રલ બેંકનું તટસ્થ વલણથી યુએસ ડોલરને ટૂંકાગાળા માટે મજબૂત ટેકો આપી શકે છે. બીજુ યુએસ લેબર માર્કેટના ડેટા અપેક્ષા કરતાં નબળા આવે તો આગામી સપ્તાહે સોનાના ભાવને થોડો ટેકો મળી શકે છે.
આગામી સપ્તાહે જાપાન અને કેનેડાની મોનેટરી પૉલીસીની બેઠક પણ છે, જેનું આઉટકમ પણ સોના ચાંદી બજાર પર અસર કરી શકે છે.
આગામી સપ્તાહે સોના ચાંદીના ભાવ વધુ ઘટશે. કારણ કે ગોલ્ડે 3451 ડૉલરની હાઈ બનાવ્યા પછી જે ટ્રેડિંગ સેશનમાં ગોલ્ડનો ભાવ તૂટ્યો તે જ ટ્રેડિંગ સેશનમાં ખૂબ ભારે ટ્રેડિંગ વોલ્યુમ હતું. એટલે કે ગોલ્ડનો ભાવ તૂટ્યો તે હેવી વોલ્યુમ સાથે તૂટ્યો હતો.
ટેકનિકલી પણ ચાર્ટ પર ગોલ્ડ વીક થયું છે. હવે જો આગામી સપ્તાહે ગોલ્ડ 3300 ડૉલરની સપાટી તોડશે તો વધુ ઘટી જશે, આ વખતે 3300 ડૉલર તૂટશે તો 3250 સુધી જઈ શકે છે. મોટાભાગે ગોલ્ડ 3300 અને 3350 ડૉલરની રેન્જમાં રહેશે.
ગોલ્ડ કરતાં સિલ્વર વધુ મજબૂત છે. સિલ્વરમાં 38 ડૉલરના સપોર્ટ લેવલે બાય કરી શકાય અથવા તો બાય કર્યું હોય તો હોલ્ડ કરી શકાય. સિલ્વર 39.50 ડૉલર ક્રોસ કરશે તો નવી તેજી થશે.
Top Video News
શેરબજારના સેન્સેક્સમાં 721 પોઈન્ટનું ગાબડુ, આગામી સપ્તાહે નરમાઈનો દોર આગળ વધશે?
આગામી સપ્તાહની મહત્ત્વની ઈવેન્ટ્સ
મંગળવાર– જોલ્ટ્સ જોબ ઓપનિંગ્સ, યુએસ કન્ઝયુમર કોન્ફિડન્સ ડેટા
બુધવાર- યુએસ એડવાન્સ જીડીપી, એડીપી એમ્પોલયમેન્ટ ડેટા, બેંક ઓફ કેનેડા મોનેટરી પૉલીસી અંગે બેઠક, પેન્ડિંગ હોમ સેલ્સ, ફેડરલ રીઝર્વ મોનેટરી પૉલીસીની બેઠક, બેંક ઓફ જાપાન મોનેટરી પૉલીસીની બેઠક
ગુરુવાર- યુએસ પીસીઈ, વીક્લી જોબલેસ ક્લેઈમ ડેટા
શુક્રવાર- યુએસ નોનફાર્મ પેરોલ્સ, આઈએસએમ મેન્યુફેકચરિંગ પીએમઆઈ