અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે ઘટાડો આવ્યો હતો. શેરોની જાતેજાતમાં નફારૂપી વેચવાલી ફરી વળી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 542 પોઈન્ટ ઘટી 82,184 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 157 પોઈન્ટ ઘટી 25,062 બંધ હતો. બેંક નિફ્ટી (Nifty Bank) 144 પોઈન્ટ ઘટી 57,066 બંધ હતો. ગઈકાલે બુધવારે આવેલી તેજી આજે ધોવાઈ ગઈ હતી. શેરબજારમાં (Share Marker India) એક દિવસ તેજી અને બીજા દિવસે મંદી…. આવું કેમ થાય છે? આજના ક્લોઝિંગ પછી ટેકનિકલી માર્કેટ કેવું રહેશે?
જૂઓ વીડિયો….
આજના બજારમાં પીએસયુ બેંક અને ફાર્મા શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી. તો બીજી તરફ આઈટી, રીયલ્ટી અને એફએમસીજી સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી ઘટાડો આવ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ 346 પોઈન્ટ ઘટ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 274 પોઈન્ટ ઘટ્યો હતો.
આજે ગુરુવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. 1111 શેરના ભાવ વધ્યા હતા અને 1863 શેરના ભાવ ઘટ્યા હતા.
72 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 29 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા.
68 શેરમાં અપર સર્કિટ અને 54 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ ઈટરનલ, ડૉ. રેડ્ડી લેબ, તાતા મોટર, તાતા કન્ઝ્યુમર અને સિપ્લા
ટોપ લુઝર્સઃ નેસ્લે, ટ્રેન્ટ, ટેક મહિન્દ્રા, શ્રી રામ ફાયનાન્સ અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
Stock market boomed one day, slumped the next day…
The stock market fell today. Profit-taking of stocks resumed. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 542 points to close at 82,184. The NSE Nifty index fell 157 points to close at 25,062. The Bank Nifty fell 144 points to close at 57,066. The rally that came yesterday, Wednesday, was washed away today. Stock market boomed one day and slumped the next day…. Why does this happen? How will the market technically fare after today’s closing? Watch the video….