ગાંધીનગર- ગાંધીનગરમાં ઉદ્યોગપ્રધાન બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને રાજ્યમાં મોટા ઉદ્યોગોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાતમાં રોકાણ કરનાર 15 મોટા એકમોને મંજૂરી આપવામાં આવી હતી.(Investment approval for 15 big units in Gujarat)
ઉદ્યોગ ફ્રેન્ડલી નીતિ
આ સંદર્ભે વિગતો આપતા ઉદ્યોગપ્રધાન બલવંતસિંહ રાજપૂતે (Industry Minister Balwantsinh Rajput) જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ઉદ્યોગ ફ્રેન્ડલી નીતિઓના (Industry friendly policy in Gujarat) પરિણામે ગુજરાત આજે રોકાણકારો માટે શ્રેષ્ઠ પસંદગીનું સ્થળ બન્યું છે. ગુજરાતને વિકાસની દીવાદાંડી બનાવવાના વિઝન સાથે રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ 2015 હેઠળ ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના’ (Incentive to Industries Scheme in Gujarat) અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ રાજ્યમાં રોકાણ કરનાર ઉદ્યોગોને નેટ એસજીએસટી(SGST) સહાય આપવામાં આવે છે.
ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના
તે જ અનુક્રમને જાળવી રાખતા રાજ્ય સરકાર દ્વારા આજે વધુ 15 મોટા ઉદ્યોગોને ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના’ હેઠળ નેટ એસ.જી.એસ.ટી. સહાય માટે મંજૂરી હુકમ અર્પણ કરવામાં આવ્યા છે. આ ઉદ્યોગો દ્વારા કરવામાં આવેલા અમદાવાદ જિલ્લામાં ઓટો ઇન્ડસ્ટ્રીઝ તથા પ્લાસ્ટીક સેક્ટરમાં રૂપિયા 459.54 કરોડ, પંચમહાલમાં ઓટો ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં રૂપિયા 237.48 કરોડ, પાટણમાં પ્લાસ્ટીક સેક્ટરમાં રૂપિયા 56.97 કરોડ, મહેસાણામાં ઓટો ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં રૂપિયા 46.33 કરોડ, મોરબીમાં સિરામિક સેક્ટરમાં રૂપિયા 62.51 કરોડનું મૂડીરોકાણ તથા વડોદરા જિલ્લામાં ઓટો ઇન્ડસ્ટ્રીઝ તથા મેટલ સેક્ટરમાં રૂપિયા 224.03 કરોડના મૂડીરોકાણ માટેની સહાયને મંજૂરી આપવામાં આવી છે.(Total capital investment in Gujarat)
કેટલા લોકોને રોજગારી
આ ઉદ્યોગોના માધ્યમથી રાજ્યમાં અંદાજિત 3697 જેટલી નવી રોજગારીનું સર્જન થશે. (New employment will be created in Gujarat) આ ઉદ્યોગો દ્વારા ગુજરાતમાં કુલ રૂપિયા 1086.86 કરોડનું મૂડીરોકાણ આવશે.
કુલ મૂડીરોકાણ
વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના’ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ રૂપિયા 1,48,000 કરોડ કરતાં વધુનું મૂડીરોકાણ થયું છે, જેના પરિણામે અંદાજે 1.65 લાખ કરતાં વધુ સીધી રોજગારીનું સર્જન થયું છે. આમ, MSME સેક્ટરના નાના અને મધ્યમ કક્ષાના આનુષંગિક ઉદ્યોગોને વેગ મળ્યો છે, જેથી રાજ્યમાં એક ઉદ્યોગ ફ્રેન્ડલી ઇકો સિસ્ટમનું નિર્માણ થયું છે.
Top Trending News
અંબાજી મંદિર FSSAI દ્વારા “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્રથી સન્માનિત
ગાંધીનગરમાં બેઠક
ઉદ્યોગપ્રધાન બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, આર્થિક બાબતોના સચિવ આરતી કંવર, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.