અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે બુધવારે નવી લેવાલી નીકળતાં ઉછાળો આવ્યો હતો. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેત અને જાપાન સાથે અમેરિકાની ટ્રેડ ડીલ (Japan US Trade Deal) થઈ જતાં શેરબજારનું (Share Market India) સેન્ટિમેન્ટ પોઝિટિવ થઈ ગયું હતું. આજે બેંક, ફાર્મા અને ઓટોમોબાઈલ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી આવી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 539 પોઈન્ટ ઉછળી 82,726 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 159 પોઈન્ટ વધી 25,219 બંધ હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 454 પોઈન્ટ ઉછળી 25,219 બંધ થયો હતો. ટેકનિકલી માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે? અને શું શેરબજારમાં તેજીનો નવો દોર શરૂ થયો છે?
જૂઓ વીડિયો….
આજે બુધવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1500 શેરના ભાવ વધ્યા હતા અને 1462 શેરના ભાવ ઘટયા હતા.
71 શેરના ભાવ બાવન વીક હાઈ પર હતા અને 25 સ્ટોકના ભાવ બાવન વીક લો પર બંધ હતા.
79 શેરમાં અપર સર્કિટ હતી અને 58 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ તાતા મોટર, ભારતી એરટેલ, શ્રી રામ ફાયનાન્સ, એપોલો હોસ્પિટલ અને બજાજ ફાયનાન્સ
ટોપ લુઝર્સઃ તાતા કન્ઝ્યુમર્સ, હિન્દુસ્તાન યુનીલીવર, ઈન્ફોસીસ ટેકનોલોજી, ગ્રાસિમ અને બીઈએલ
Has a new bullish streak begun in the stock market
The stock market rose today on Wednesday due to fresh buying. Positive signs from the global market and the US trade deal with Japan have turned the stock market sentiment positive. Today, new buying in the bank, pharma and automobile sector stocks rose. The Mumbai Stock Exchange’s Sensex rose 539 points to close at 82,726. The NSE Nifty index rose 159 points to close at 25,219. The Bank Nifty rose 454 points to close at 25,219. What will be the market trend technically? And has a new bullish streak begun in the stock market? Watch the video….