શેરબજાર બે તરફી વધઘટમાં અથડાઈને નરમ રહ્યું, કાલે શું થશે?

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે મંગળવારે બે તરફી વધઘટમાં અથડાયું હતું. બજારની કોઈ ચોક્કસ દિશા નથી. સેન્સેક્સની વીકલી એક્સપાયરીનો દિવસ હતો. સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ કલોઝીંગ આવ્યા હતા. મીડકેપ અને સ્મોલકેમ (Midcap SmallCap) શેરોમાં વેચવાલી આવી હતી. પીએસયુ બેંક, રીયલ્ટી, ફાર્મા, ઓટોમોબાઈલ, ઈન્ફ્રાસ્ટ્રકચર, આઈટી શેરોમાં (Share Market India) વેચવાલીથી ઘટાડો આવ્યો હતો. ગ્લોબલ માર્કેટના સંકેત નેગેટિવ હતા, જેથી તેજીવાળા ખેલાડીઓએ નફો બુક કર્યો હતો.

બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) 13 પોઈન્ટ ઘટી 82,186 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 29 પોઈન્ટ ઘટી 25,060 બંધ હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 196 પોઈન્ટ ઘટી 56,756 બંધ રહ્યો હતો.

રશિયાએ યુક્રેન પર સૌથી મોટો હૂમલો કર્યાના સમાચાર આવ્યા છે.

આજે મંગળવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. 1275 શેરના ભાવ વધ્યા હતા અને 1672 શેરના ભાવ ઘટ્યા હતા.

74 શેરના ભાવ બાવન વીક હાઈ પર બંધ હતા અને 24 સ્ટોકના ભાવ બાવન વીક લો પર બંધ હતા.

81 શેરમાં અપર સર્કિટ અને 41 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ ઈટરનલ, એચડીએફસી લાઈફ, હિન્દાલકો, ટાઈટન અને બીઈએલ

ટોપ લુઝર્સઃ શ્રી રામ ફાયનાન્સ, આઈશર મોટર, જિઓ ફાયનાન્સ, અદાણી પોર્ટ્સ અને બજાજ ઓટો

કંપનીઓના પ્રથમ ત્રિમાસિક પરિણામ

ઓબેરોટ રિયલ્ટીનો ચોખ્ખો નફો 28 ટકા અને રેવન્યૂ 30 ટકા ઘટ્યા હતા.

હૈવેલ્સનો નફો અંદાજે 14 ટકા ઘટ્યો હતો અને માર્જિનમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

વર્ધમાન ટેક્સ્ટાઈલનો નફો 239 કરોડથી ઘટીને રૂપિયા 207 કરોડ આવ્યો

ક્રિસિલનો નફો 150 કરોડથી વધીને 172 કરોડ નોંધાયો

કોલગેટનો નફો 11.8 ટકા ઘટ્યો આવકમાં 4.2 ટકાનો ઘટાડો નોંધાયો છે.

એમજીએલનો નફો 252 કરોડથી વધીને 324 કરોડ આવ્યો

કજરિયા સીરેમિક્સનો નફો 92 કરોડથી વધી 110 કરોડ થયો

ઝી એન્ટરટેઈન્ટમેન્ટનો નફો 118 કરોડથી વધી 144 કરોડ આવ્યો

એમ એન્ડ એમ ફાયનાન્સિયલનો નફો 497 કરોડથી વધી 530 કરોડ આવ્યો

કંપની સમાચાર

એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રકટરને રૂપિયા 6,800 કરોડનો ઓર્ડર મળ્યાના સમાચાર છે.

તાતા કોમ્યુનિકેશને ભારતમાં એમેઝોન વેબ સર્વિસીઝ સાથે કરાર કર્યા છે. એડવાન્સ એઆઈ ઓપ્ટિમાઈઝ્ડ નેટવર્ક માટે કરાર કર્યા છે.

એસબીઆઈ કાર્ડે ફોન પે સાથે કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે.

માર્કેટ ટ્રેન્ડ

આગામી દિવસોમાં માર્કેટનો ટ્રેન્ડ બે તરફી વધઘટનો રહેશે. હાલ તો દરેક ઉછાળે વેચવાલી અને ઘટાડે નવી લેવાલીનો ટેકો આવ્યો છે. જો કે એક દિવસ તેજી અને બે દિવસ મંદી… આમ ને આમ ચાલે છે. અમેરિકા ભારત વચ્ચેની ટ્રેડ ડીલ અંગે કોઈ સમજૂતિ સંઘાઈ નથી, જેથી બજારમાં અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. ટેકનિકલી નિફ્ટી 25,100 ઉપર બંધ આવશે તો જ નવી તેજી થશે અન્યથા દરેક ઉછાળે વેચવાલી આવ્યા કરશે. અને 24,900 નું લેવલ તોડશે તો બજાર વધુ ઘટી શકે છે. બેંક નિફ્ટીમાં 56,500નું મજબૂત સપોર્ટ લેવલ આવે છે. જો તે તૂટશે તો વધુ ઘટી 56,000 સુધી જઈ શકે છે.

Top Trending News

MSME પર વૈશ્વિક આર્થિક મંદીની કેટલી અસર થઈ છે? રાજ્યસભામાં પ્રશ્ન

23 જુલાઈએ પરિણામ

ઈન્ફોસીસ ટેકનોલોજી, ડીઆરએલ અને તાતા કન્ઝ્યુમરના પ્રથમ ત્રિમાસિક પરિણામ કાલે 23 જુલાઈને બુધવારે જાહેર થશે.

Related Posts

Leave a Comment