શેરબજારના સેન્સેક્સમાં 442 પોઈન્ટનો ઉછાળો, નીચા મથાળે કેમ નવી ખરીદી આવી?

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) સપ્તાહના પ્રથમ દિવસે તેજી થઈ હતી. બે દિવસના ઘટાડા પછી નીચા મથાળે નવી ખરીદી આવી હતી અને બેંક શેરોની આગેવાની હેઠળ શેરોના ભાવ ઊંચકાયા હતા. બેંક, ઓટો, મેટલ અને રીયલ્ટી સેકટરના શેરોમાં નવી લેવાલી રહી હતી તો સામે એફએમસીજી, આઈટી, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં વેચવાલી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 442 પોઈન્ટ વધી 82,200 બંધ હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 122 પોઈન્ટ વધી 25,090 બંધ હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 669 પોઈન્ટ વધી 56,952 બંધ હતો. એવું શું થયું કે નીચા મથાળે નવી ખરીદી આવી? આજનું બજાર (Share Market India) જોયા પછી ટેકનિકલી કેટલું મજબૂત છે બજાર?

જૂઓ વીડિયો…..

આજે સોમવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1492 શેરના ભાવ વધ્યા હતા અને 1484 શેરના ભાવ ઘટ્યા હતા.

84 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 29 શેર બાવન વીક લો પર બંધ હતા.

87 શેરમાં અપર સર્કિટ અને 76 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ ઈટરનલ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એચડીએફસી લાઈફ

ટોપ લુઝર્સઃ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, વિપ્રો, ઈન્ડુસઈન્ડ બેંક, આઈસર મોટર અને એચસીએલ ટેકનોલોજી

Top Trending News

Gujarat: માછીમારોને 24 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના, વરસાદની આગાહી

Why did the stock market see new buying at low levels?

The stock market saw a rally on the first day of the week. After two days of decline, new buying took place at low levels and the stock prices rose led by bank stocks. There was new buying in stocks of bank, auto, metal and realty sectors, while there was selling in stocks of FMCG, IT, oil and gas sectors. The Mumbai Stock Exchange Sensex rose 442 points to close at 82,200. The NSE Nifty index rose 122 points to close at 25,090. The Bank Nifty rose 669 points to close at 56,952. What happened that new buying took place at low levels? How strong is the market technically after seeing today’s market? Watch the video…..

Related Posts

Leave a Comment