નર્મદા ડેમમાં 54.90 ટકા જળસંગ્રહ, જાણો ગુજરાતમાં કેટલા ડેમ હાઈ એલર્ટ?

by Investing A2Z

ગાંધીનગર- ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં (Sardar Sarovar Narmada Dam) 54.90 ટકાનો જળસંગ્રહ થયો છે. અને ગુજરાતમાં  પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 51.16 ટકા વરસાદ નોંધાયો છે. (Gujarat Rain 2025) જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 58.46 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા, પૂર્વ મધ્યમાં 49.39 ટકા, સૌરાષ્ટ્રમાં 49.36 ટકા, અને ઉત્તર ગુજરાતમાં 48.02 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણવાયું છે. (Monsoon 2025 in Gujarat)

સરદાર સરોવર ડેમ

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 54.90 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ 1,83,404 એમ.સી.એફ.ટી. નોંધાયો છે. તેમજ રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,32,380 એમ.સી.એફ.ટી. પાણી સંગ્રહાયું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 59.55 ટકા જેટલું છે.

ડેમ કેટલા ભરાયા

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરીણામે 206 ડેમો પૈકી કુલ 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત 41 ડેમને હાઈ એલર્ટ, 21 ડેમને એલર્ટ તથા 23 ડેમને વોર્નીંગ આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 206 ડેમો પૈકી 60 ડેમ 70 ટકાથી 100 ટકા, 37 ડેમ 50 ટકાથી 70 ટકા તથા 43 ડેમ 25 ટકાથી 50 ટકા જેટલા ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં દાહોદ, પંચમહાલ, નર્મદા અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.

ખરીફ વાવણી

ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા.18 જુલાઈ 2025ની સ્થિતિએ ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ 50.27 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે, 58.74 ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18.50 લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં બીજા ક્રમે 18.56 લાખ હેકટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરાયું છે.

Top Trending Business News

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો Q1માં ચોખ્ખો નફો 76 ટકા વધ્યો, ધારણા કરતાં વધુ પ્રોત્સાહક પરિણામ

ગુજરાતમાં રેસ્ક્યૂ

ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા અત્યાર સુધીમાં 10 જિલ્લામાંથી 4,278 નાગરિકોનું સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 689 નાગરીકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

You will also like

Leave a Comment