સુરત- સ્વચ્છ સિટી, સોલાર સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતની યશકલગીમાં હવે વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે. (Smart Surat’s Smart Bus Station) સ્માર્ટ સિટી સુરતના અલથાણ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ સ્ટેશન’ સુરતનું નવું નજરાણું બનશે. (Solar-powered bus station in Surat) 100 કિલો વોટ ક્ષમતાનો રૂફટોપ સોલાર પ્લાન્ટ સમગ્ર દેશ માટે પ્રોત્સાહન અને આકર્ષણનું કેન્દ્ર બનશે. (Solar bus station in Althan, Surat)
દેશ સહિત રાજ્યભરમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં ઉત્તરોઉત્તર પ્રગતિ થઈ રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) અને જર્મન સંસ્થા GIZ (Deutsche Gesellschaft für Internationale Zusammenarbeit)ના સહયોગથી તૈયાર થયેલા આ પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ (Solar power plant and second-life battery storage system) દ્વારા બસો માટે 24*7 ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથે Wi-Fi અને લાઈટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.
આ અંગે વિગત આપતાં લાઇટ એન્ડ એનર્જી એફિસેસિસ સેલના કાર્યપાલક ઇજનેર પ્રકાશભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, સુરતના અલથાણ વિસ્તારમાં તૈયાર કરાયેલા દેશનું પ્રથમ સૌર ઊર્જા આધારિત ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે 100 કિલોવોટ ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને પ્રતિ કલાકે 224 કિલોવોટ ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપિત કરવામાં આવી છે.(The country’s first solar bus station)
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ અંતર્ગત દિવસ દરમિયાન સૌર ઊર્જાથી જનરેટ થતી વીજળી સેકન્ડ લાઈફ બેટરીમાં સંગ્રહિત થાય છે. રાત્રિ દરમિયાન ઇલેક્ટ્રિક બસોને ચાર્જ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. પરિણામે ગ્રીડ પરનો ભાર ઘટે છે અને નવીનીકરણીય ઊર્જાનો વધુ પડતો ઉપયોગ શક્ય બન્યો છે.”
આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ જણાવતા તેમણે કહ્યું કે, ઇલેક્ટ્રિક બસ ડેપો થકી વાર્ષિક અંદાજે એક લાખ વીજ યુનિટનું ઉત્પાદન થશે અને આશરે રૂપિયા 6.65 લાખની ઊર્જા બચત થશે. એટલે પર્યાવરણીય દ્રષ્ટિએ પણ આ પ્રોજેક્ટ ન માત્ર સુરત શહેર માટે પરંતુ સમગ્ર દેશ માટે શ્રેષ્ઠ ઉદાહરણરૂપ બનશે.
તેમણે કહ્યું કે, “આ માત્ર ટેકનોલોજીનો ઉપયોગ નથી, પણ પબ્લિક ટ્રાન્સપોર્ટને ગ્રીન અને સસ્ટેનેબલ (Public transport green and sustainable) બનાવવાનો પ્રયાસ છે. હાલ જે વપરાયેલી બેટરીઓને ફરી ઉપયોગમાં લેવામાં આવી રહી છે. એ વસ્તુઓનો પુનઃઉપયોગ કરીને વધુ ટકાઉ બનાવવાનો પ્રયાસ છે. જેથી આ પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડેલ સમાન સાબિત થશે. સુરત મહાનગરપાલિકા તરફથી નેટ ઝીરો એનર્જી અને સસ્ટેનેબલ એનર્જી માટેના લક્ષ્યાંકો હાંસલ કરવાની દિશામાં આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ કડી બનશે.”
રાષ્ટ્રીય સ્તરે પહોંચેલી સૌર ઊર્જાની પહેલ
સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ વિસ્તારમાં અમલમાં મૂકાયેલો સૌર ઊર્જા આધારિત સ્માર્ટ બસ સ્ટોપ હવે રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચી રહ્યો છે. Wi-Fi, મોબાઇલ ચાર્જિંગ, LED લાઇટ્સ, પંખા અને CCTV જેવી સુવિધાઓ સાથે સજ્જ આ બસ સ્ટોપ પબ્લિક ટ્રાન્સપોર્ટને હરિત અને ટેકનોલોજીકલ રીતે સમૃદ્ધ બનાવે છે. ઉર્જા બચત અને પર્યાવરણીય લાભો સાથે સંકળાયેલો આ પાયલોટ પ્રોજેક્ટ હવે દેશભરના શહેરો માટે પ્રેરણારૂપ મોડેલ બની રહ્યો છે.
Top Video News
અપેક્ષિત પરિણામો અને લાભો
સૌર ઊર્જા અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજના સંકલન દ્વારા આ પ્રોજેક્ટ શહેરમાં હરિત જાહેર પરિવહનને પ્રોત્સાહન આપે છે. દિવસ દરમિયાન સંગ્રહાયેલ સૌર ઊર્જા, રાત્રિ સમયે ઇલેક્ટ્રિક બસો અને વાહનોને ચાર્જ કરવા માટે ઉપયોગમાં લઈ શકાશે, જેના કારણે વીજ ગ્રીડ પરનો ભાર ઘટશે. સુરત મહાનગરપાલિકાના ગ્રીન મોબિલિટી અને નેટ ઝીરોના લક્ષ્યાંકો ઝડપથી આગળ વધશે. સાથે જ, જૂની બેટરીઓનો પુનઃઉપયોગ કરીને પરિપ્રક્ષ્ય અર્થતંત્રના સિદ્ધાંતોને પણ બળ મળશે. આ મોડેલ ભવિષ્યના શહેરી ઇલેક્ટ્રિક વાહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સ્કેલેબલ અને ટકાઉ માર્ગદર્શક રૂપે ઉભરી શકે તેવા લક્ષણો ધરાવે છે.
અલથાણ પ્રોજેક્ટના અપેક્ષિત લાભો
સુરત મહાનગરપાલિકાના અલથાણ ઇલેક્ટ્રિક બસ ડેપો માટે અમલમાં મૂકાયેલા સૌર ઊર્જા અને બેટરી સ્ટોરેજના સંયોજનથી મહાનગરપાલિકાને વાર્ષિક અંદાજે એક લાખ કિલોવોટ અવર વીજળીનું ઉત્પાદન થશે. જેના પરિપ્રેક્ષ્યમાં અંદાજિત રૂ.6.56 લાખની ઊર્જા બિલમાં બચત શક્ય બનશે. આ અર્થતંત્ર યુક્ત ગ્રીન ટેક્નોલોજી માત્ર સુરત માટે નહિ, પરંતુ શહેરી પરિવહન માટે એક ટકાઉ વિકલ્પ રૂપે લાભદાયક સાબિત થશે.