ગુજરાત સરકારનો નાના અને મધ્યમવર્ગીય માટે મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય

by Investing A2Z

ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો- લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. (Gujarat government’s decision for small and middle class)

મુખ્યપ્રધાને કરેલા આ મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસીએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે. (Up to 80% duty waiver for transfers made through allotment letter and share certificate)

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 (ક) અન્વયે ભરવા પાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે.

રાજ્ય સરકાર ના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં (Society, Association and Non-trading corporation in Gujarat) કરેલી જોગવાઈઓ ના કારણે મધ્યમ વર્ગના લોકો ઉપર આવા તબદીલીના કિસ્સાઓમાં જે નાણાંકીય બોજ આવતો હતો, તે સમગ્ર વિષયમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આવા નાના મધ્યમ વર્ગીય લોકોની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.

આ સંદર્ભમાં તેમણે કરેલા નિર્ણય અનુસાર હવે મૂળ ડયુટી ના 20 ટકા તથા દંડ ની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડયુટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે. આમ રાજ્ય સરકારે મૂળ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં ઘટાડો કરવાથી ડ્યુટી ઉપરાંત દંડની ગણતરી થતા સુધારેલી જોગવાઈ અગાઉની મિલકત સંબંધે જેટલી ડ્યુટીની રકમ ભરપાઇ કરવાની થતી હતી તેટલી જ રકમ ભરપાઈ કરવાની થશે.

Top Trendind Video News

આગામી સપ્તાહે સોના ચાંદીના ભાવ હજી વધુ ઘટશે? ખરીદીની તક

આ સકારાત્મક અને નાગરિક હિત કેન્દ્રી અભિગમથી આવા તબદીલીના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે આ નિર્ણયના અનુસંધાને જારી કરવામાં આવનારા જાહેરનામાની જોગવાઈઓ માત્ર ને માત્ર સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદીલીઓ માટે જ લાગુ પડશે.

Related Posts

Leave a Comment