અમદાવાદ વિમાન દુર્ઘટનાના 260 મૃતકોના પાર્થિવ દેહ પરિવારજનોને સોપાયા, જાણો વિગતે રીપોર્ટ

by Investing A2Z

અમદાવાદ- તારીખ 12 જૂન, 2025 ના રોજ અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટના (Ahmedabad Air India Plane Crash 2025) તમામ પેસેન્જર અને ક્રૂ મેમ્બરના DNA મેચ થઈ ગયા છે અને આ તમામ 241 મૃતકોના પાર્થિવ દેહ સન્માનપૂર્વક તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.(Bodies of 260 dead in Ahmedabad plane crash handed over)

વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં DNA ટેસ્ટથી 254 અને ચહેરાથી છ એમ કુલ 260 મૃતકોની ઓળખ થઇ ચુકી છે, જે તમામ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા છે.

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે (Gujarat Health Minister Rushikesh Patel) આ ક્ષણે આ સમગ્ર ઘટના બાદની કામગીરી અને સુપેરે વ્યવસ્થાપન કરનાર આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, FSL, AMCની ટીમ, સ્વયં સેવકો સહિતના તમામ લોકોનો આભાર માન્યો હતો. આ તમામ વિભાગોના સંકલનના પગલે ડીએનએ મેચ અને પાર્થિવ દેહ સોંપણીની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝડપી થઈ શકી છે.

https://x.com/irushikeshpatel/status/1939228377061171246

વધુ વિગતો આપતા ઋષિકેશ પટેલે એ જણાવ્યું હતું કે, ઓળખાયેલા 260 મૃતકોમાં 181 ભારતના નાગરિક, સાત પોર્ટુગલના, 52(બાવન) બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ 19 નોન પેસેન્જરનો સમાવેશ થાય છે. 260 પાર્થિવ દેહમાંથી 31 હવાઇ માર્ગે (બાય એર) અને 229 રોડ માર્ગે (બાય રોડ) મોકલવામાં આવ્યા છે.

તેમણે ઉમેર્યું કે, 254 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી 241 પેસેન્જર અને 13 નોન પેસેન્જર છે. કુલ 19 નોન પેસેન્જરના પાર્થિવ દેહ સોંપાયા જેમાં 13ની ઓળખ DNA રિપોર્ટથી અને છ ની ઓળખ ચેહેરાથી કરાઈ છે.

Top Trending News

સોમનાથ મહાદેવની માત્ર 25 રૂપિયામાં બિલ્વપૂજા, પ્રસાદી પોસ્ટમાં મળશે

સ્વજનોને સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો જોઇએ તો, ઉદયપુર 7, વડોદરા 24, ખેડા 11, અમદાવાદ 73, મહેસાણા 7, બોટાદ 1, જોધપુર 1, અરવલ્લી 2, આણંદ 29, ભરૂચ 7, સુરત 12, પાલનપુર 1, ગાંધીનગર 7, મહારાષ્ટ્ર 13, દીવ 14, જુનાગઢ 1, અમરેલી 2, ગીર સોમનાથ 5, મહીસાગર 1, ભાવનગર 3, લંડન 13, પટના 1, રાજકોટ 3, રાજસ્થાન 2, નડિયાદ 1, બનાસકાંઠા 2, જામનગર 2, પાટણ 4, દ્વારકા 2 તેમજ સાબરકાંઠાના 1, નાગાલેન્ડ 1, મોડાસા 1, કચ્છ 1, ખંભાત 2, મણિપુર 1, કેરળ 1 અને મધ્યપ્રદેશના 1 એમ કૂલ 260 પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા છે.

Related Posts

Leave a Comment