સોમનાથ મહાદેવની માત્ર 25 રૂપિયામાં બિલ્વપૂજા, પ્રસાદી પોસ્ટમાં મળશે

by Investing A2Z
સોમનાથ- શિવભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા શ્રાવણ રુપી 30 દિવસીય શિવોત્સવ દરમિયાન સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવશે. ત્યારે દેશભરમાંથી ભક્તોને સોમનાથ દાદાની બિલ્વ પૂજાનો લાભ મળે તે માટે “જન જનના સોમનાથ” ના ધ્યેય વાક્યને લઈ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક ભક્ત નોંધાવી શકશે. (Bilva Puja of Jyotirlinga Somnath Mahadev) તેવી સરળ પૂજા સ્વરૂપે છેલ્લા બે વર્ષથી માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા સેવાનો પ્રારંભ કરાયો છે.
વિશેષ શ્રાવણ અને મહાશિવરાત્રી પર શરૂ થતી આ પૂજાને શ્રાવણ 2025 માટે ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી જે. ડી. પરમાર દ્વારા પ્રારંભ કરવામાં આવી હતી. આ પૂજામાં આપેલા QR કોડ તથા ટ્રસ્ટ ની વેબસાઈટ https://somnath.org/BilvaPooja/Shravan પરથી ભક્તો બિલ્વ પૂજા ઘરેબેઠા નોંધાવી શકશે અને આ બિલ્વાર્ચન સોમનાથ મહાદેવને પૂજારી દ્વારા કરવામાં આવશે. (Bilva Puja in Somnath in the month of Shravan)
શાસ્ત્રોમાં શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા જણાવતા કેહવાયું છે કેઃ
त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम।
त्रिजन्मपाप संहारं एक बिल्वं शिवार्पणम् ॥
શિવજીને ત્રણ પર્ણવાળું બીલીપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મોના પાપો નાશ પામે છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2023થી નિયમિત રૂપે મહાશિવરાત્રી અને શ્રાવણ પર્વે ભક્તો માટે આ વિશેષ બિલ્વપુજા સેવા” શરૂ કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં 7.50 લાખથી વધુ ભક્ત પરિવારો દ્વારા પૂજા નોંધાવી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમી પ્રતિસાદ મળ્યો હતો.
આ પૂજાના પ્રસાદ સ્વરૂપે તમામ ભક્તોને રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત દેશભરમાં એમના નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા હતા. (Prasad will be available in post Somnath) જે મેળવીને મોટી માત્રામાં ભાવિકોએ આભાર વ્યક્ત કર્યો હતો. એટલુ જ નહિ ભાવિકોને કોઈ કારણસર પ્રસાદ ન મળ્યો હોય તેમને ફરી પોસ્ટ કરીને અથવા મંદિર કાર્યાલયેથી રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ આપવામાં આવ્યા હતા. જેથી યાત્રીઓ આ પૂજા સેવાથી અતી પ્રસન્ન બન્યા હતા.

Related Posts

Leave a Comment