અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે ગુરુવારે સતત ત્રીજા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. જૂન ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રેક્ટની એક્સપાયરી હતી. આઈટી સેકટર સિવાયના તમામ સેકટરના શેરોમાં નવી લેવાલીથી ઉછાળો આવ્યો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 1000 પોઈન્ટ વધીને 83,755 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 304 પોઈન્ટ વઘીને 25,549 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 585 પોઈન્ટ ઉછળી 57,263 રેકોર્ડ હાઈનું લેવલ બતાવીને 57,206 બંધ રહ્યો હતો. શેરબજારમાં (Share Market India) આજે ગુરુવારે તેજી થવાના પાંચ કારણો? જુલાઈ એફ એન્ડ ઓની સીરીઝમાં તેજી આગળ વધશે ખરી? (Will the stock market rally continue in the July series?) અને ટેકનિકલી માર્કેટ કેવું રહેશે?
જૂઓ વીડિયો…..
મીડેકપ અને સ્મોલકેપ સતત પાંચ દિવસથી પ્લસમાં બંધ હતા.
આજે ગુરુવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1474 શેરના ભાવ વધ્યા હતા અને 1397 શેરના ભાવ ઘટ્યા હતા.
69 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 22 શેર બાવન વીક લો પર બંધ હતા.
આજે 77 શેરમાં અપર સર્કિટ અને 58 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ શ્રી રામ ફાયનાન્સ, જિઓ ફાયનાન્સ, તાતા સ્ટીલ, ભારતી એરટેલ અને હિન્દાલકો
ટોપ લુઝર્સઃ ડૉ. રેડ્ડી લેબ, ટેક મહિન્દ્રા, વીપ્રો, એસબીઆઈ અને હીરો મોટો
Top Trending News
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની સ્થિતિ, મોસમનો કુલ 26 ટકાથી વધુ વરસાદ
Will the stock market rally continue in the July series?
The stock market continued its bullish trend for the third consecutive day on Thursday. The June futures and options contract was due to expire. All sectors, except the IT sector, saw fresh buying. The Mumbai Stock Exchange’s Sensex rose 1,000 points to close at 83,755. The NSE Nifty index rose 304 points to close at 25,549. The Bank Nifty rose 585 points to close at a record high of 57,263 at 57,206. Five reasons for the stock market rally today, Thursday? Will the July F&O series rally continue? And how will the market be technically? Watch the video…..