અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે બે તરફી ભારે વધઘટ રહી હતી. અમેરિકાએ ઈરાનની ત્રણ પરમાણુ સાઈટ્સ પર હૂમલો કર્યા પછી માર્કેટ આજે નીચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું. ત્યાર પછી ભારે વેચવાલીથી કડાકો આવ્યો હતો. પણ નીચા મથાળે નવી લેવાલીના ટેકાથી બજારમાં સારી એવી રીકવરી જોવા મળી હતી. આજે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 511 પોઈન્ટ ઘટી 81,896 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 140 પોઈન્ટ ઘટી 24,971 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 193 પોઈન્ટ ઘટી 24,971 બંધ થઈ હતી. ઈરાન ઈઝરાયલ વોરમાં (US in Iran Israel War) અમેરિકાની એન્ટ્રી પછી શેરબજારની ચાલ કેવી રહેશે? સ્ટ્રેટ ઓફ હોર્મૂઝના માર્ગ બંધ થશે તો ક્રૂડના સપ્લાય પર શું અસર પડશે? ક્રૂડનું બજાર કેવું રહેશે? શેરબજારના ટેકનિકલ લેવલ કેવા છે?
જૂઓ વીડિયો….
એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1364 શેરના ભાવ વધ્યા હતા અને 1545 શેરના ભાવ ઘટ્યા હતા.
આજે 41 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 38 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.
આજે સોમવારે 79 શેરમાં અપર સર્કિટ અને 101 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ ટ્રેન્ટ, બીઈએલ, હિન્દાલકો, તાતા કન્ઝ્યુમર અને બજાજ ફાયનાન્સ
ટોપ લુઝર્સઃ ઈન્ફોસીસ ટેકનોલોજી, એચસીએલ ટેકનોલોજી, લાર્સન ટુબ્રો, હીરો મોટો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા
How will the stock market behave after America’s attack on Iran?
On the first day of the week, Monday, there was a huge fluctuation in the stock market. After America attacked three nuclear sites in Iran, the market opened in a gap today at a low. After that, there was a crash due to heavy selling. But with the support of new buying at a low, the market saw a good recovery. Today, the Sensex of the Mumbai Stock Exchange fell by 511 points to close at 81,896. The NSE Nifty index fell by 140 points to close at 24,971. The Bank Nifty fell by 193 points to close at 24,971. How will the stock market behave after America’s entry into the Iran-Israel war. What will be the impact on the supply of crude if the Strait of Hormuz is closed. How will the crude market be. What are the technical levels of the stock market. Watch the video….