લોજિસ્ટિક્સ ખર્ચ અને મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે
ઔદ્યોગિક વિસ્તારોને કાર્યક્ષમ પોર્ટ કનેક્ટિવીટી મળશે
ગાંધીનગર- ગુજરાતના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ એવા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને (Road Infrastructure in Gujarat) મજબૂત અને વિશ્વસ્તરીય બનાવવાનો પાયો તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) નાખ્યો હતો. તેમણે વિઝનરી આયોજનથી રાજ્યના માર્ગોને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરીને રાજ્યના વિવિધ વિસ્તારો સુધી કનેક્ટિવિટીનો વ્યાપ વધાર્યો હતો. આ વિકાસયાત્રાને આગળ લઇ જતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (Gujarat CM Bhupendra Patel) નેતૃત્વમાં રાજ્યમાં સમયની માંગને અનુરૂપ વિશ્વસ્તરીય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ગોના નિર્માણથી ગુજરાતનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્યુચર રેડી બની જશે અને રાજ્ય સહિત દેશની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપશે. (Somnath-Dwarka Expressway will connect important industrial and tourist destinations)
નમોશક્તિ અને સોમનાથ – દ્વારકા એક્સપ્રેસ વે

સૌરાષ્ટ્રના ઉદ્યોગો માટે વ્યૂહાત્મક પોર્ટ કનેક્ટિવિટી
આ બન્ને એક્સપ્રેસ વે રાજ્યના મહત્વપૂર્ણ બંદરો સુધી સીધી અને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને ગુજરાતને ભારતના અન્ય પ્રદેશો સાથે પણ મજબૂતી સાથે જોડશે. આ કનેક્ટિવિટી શરૂ થવાથી ટ્રાફિકના ભારણમાં ઘટાડો થશે અને પ્રદૂષણને ઘટાડવામાં પણ મદદરૂપ થશે.
અમદાવાદ-રાજકોટ એક્સપ્રેસ-વે
મહત્વપૂર્ણ બાબત એ છે કે આ એક્સપ્રેસ વે ધોલેરા-મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોરના ઇન્ફ્લુઅન્સ એરિયામાંથી પસાર થાય છે. પરિણામે અમદાવાદ-રાજકોટ એક્સપ્રેસ વે (Ahmedabad-Rajkot Expressway) એક મુખ્ય ઔદ્યોગિક અને ઉત્પાદન કોરિડોર તરીકે ઉભરી આવશે. લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇનમાં કાર્યક્ષમતા વધવાથી સાણંદના સમૃદ્ધ ઔદ્યોગિક ક્ષેત્રને ફાયદો થશે. આ કનેક્ટિવિટીથી રાજકોટના ટૂલ્સ અને મશીન ઉપકરણોનું ઉત્પાદન કરતા એકમોને પણ ફાયદો થશે. સુરેન્દ્રનગરમાં MSMEs ને આ મુખ્ય શહેરો સાથે સુગમ જોડાણ મળશે. તે સિવાય ઉત્તર ગુજરાતમાં પાલનપુર અને ડીસા જેવા વિસ્તારોમાં કૃષિ સંબંધિત વ્યવસાયિક અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે.
બન્ને એક્સપ્રેસ વે 13 જિલ્લામાંથી પસાર થશે, રાજ્યની 45 ટકા વસ્તીને ફાયદો
આ બન્ને એક્સપ્રેસ વે એક અભૂતપૂર્વ રોડ નેટવર્કનું નિર્માણ કરશે જેનો ફાયદો રાજ્યના 13 જિલ્લાને થશે. બન્ને એક્સપ્રેસ વે અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાંથી પસાર થશે અને રાજ્યની આશરે 45 ટકા વસ્તીને તેનો ફાયદો મળશે. આ 13 જિલ્લા કેન્દ્રોમાંથી આ એક્સપ્રેસ વે પર પહોંચવા માટે એક કલાક કરતા પણ ઓછો સમય લાગશે.
એક્સપ્રેસ વે નેટવર્કમાં 42 ઇન્ટરચેન્જ અને વે સાઇડ એમેનિટિઝ
આ બન્ને એક્સપ્રેસ વે નેવટર્કમાં 42 જેટલા ઇન્ટરચેન્જ રહેશે જેનાથી પ્રાદેશિક જોડાણને વેગ મળશે. તે સિવાય રોડ પર વિશેષ સુવિધાઓ માટે 50 કિ.મીના અંતર પર વેસાઇડ એમેનિટિઝ પ્રદાન કરવામાં આવશે. આ એમેનિટિઝમાં નાના અને ભારે વાહનો માટે પાર્કિંગ, રેસ્ટરૂમ, ગુણવત્તાયુક્ત ખાણીપીણીની સુવિધાઓ, મેડિકલ સુવિધાઓ, પેટ્રોલ પંપ અને અન્ય જરૂરી સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. આ રોડ નિર્માણ સમયે જ્યાં જરૂર જણાશે ત્યાં વન્યજીવોને પસાર થવા માટે ઓવરપાસ અથવા તો અંડરપાસનું પણ નિર્માણ કરવામાં આવશે.
Top Trending News
સરકારી સંસ્થાઓને પુરી પાડવામાં આવતી સેવામાં કરચોરી, ગુજરાત GST વિભાગની કાર્યવાહી
ઔદ્યોગિક- પ્રવાસન સ્થળોને મળશે સુગમ કનેક્ટિવિટી
આ બન્ને એક્સપ્રેસ વે રાજ્યના મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને પ્રવાસન સ્થળો સુધી સીમલેસ જોડાણ પ્રદાન કરશે. તેમાં અંબાજી, ધરોઇ, પોળોના જંગલ, મોઢેરા, બેચરાજી, જામનગર, દ્વારકા, પોરબંદર અને સોમનાથ જેવા સ્થળોને સુધી સીધું જોડાણ મળશે. તે સિવાય માંડલ વિશેષ રોકાણક્ષેત્ર, બાવળા, સાણંદ, રાજકોટ-શાપર, પોરબંદર-કોડીનાર તેમજ ધોલેરા જેવા ઔદ્યોગિક ક્ષેત્રો સુધીની કનેક્ટિવિટી વધુ સુગમ બનશે.
આ બે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રાજ્યમાં એક ભવ્ય રોડ નેવટર્કનું નિર્માણ થશે અને નાગરિકોને 8,000 કિ.મીથી વધુના 4-6 લેન હાઇવે ઉપલબ્ધ થશે.