નવી દિલ્હી- રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 6 જૂને મોનેટરી પૉલીસીની બેઠક મળશે. (RBI’s Monetary Policy Meeting) જેમાં રેપો રેટમાં વધુ 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી પુરી શક્યતા છે. (RBI Repo Rate) તેમજ અમેરિકાએ ટેરિફ લાદી છે, (US Trump Tariff) અને તે પછી ભારતીય ઈકોનોમી (Indian Economy) પર શું અસર પડશે તે મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. (Reserve Bank of India)
લોન લેનારાઓ માટે ગુડ ન્યૂઝ આવવાના છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સતત ત્રીજી વખત રેપો રેટમાં (Repo Rate) ઘટાડો કરી શકે છે. RBI તેના બેન્ચમાર્ક રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. આ નિર્ણય 6 જૂને મોનેટરી પોલિસી કમિટી (RBI MPC Meeting) ની ત્રણ દિવસીય બેઠકમાં આવશે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે વિકાસની ગતિ ધીમી છે (India GDP Growth) અને ફુગાવો નિયંત્રણમાં છે. (India Inflation Rate) આવી સ્થિતિમાં RBI પાસે મોનેટરી પોલિસીને સરળ બનાવવાની તક છે.
ભારતનો GDP Growth દર નાણાકીય વર્ષ 2024માં 6.5 ટકા રહ્યો હતો. જે ગયા વર્ષે 9.2 ટકા હતો. જોકે માર્ચ ક્વાર્ટરમાં GDP 7.4 ટકા રહ્યો હતો, જે અપેક્ષા કરતા સારો હતો. ફુગાવો RBI ના 4 ટકાના લક્ષ્યાંકની અંદર જ રહ્યો છે. એપ્રિલમાં RBI એ તેનો રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 6 ટકા કર્યો હતો. રેપો રેટ એ દર છે જેના પર RBI બેંકોને લોન આપે છે.
Top Video News
અર્થશાસ્ત્રીઓનું કહેવું હતું કે હાલ મોંઘવારી દર અંકુશમાં છે અને RBI એ ઘણા પગલાં લઈને બજારમાં નાણાંની ઉપલબ્ધતા હળવી કરી છે એટલે કે લીક્વીડીટી વધારી છે. તેથી MPC 6 જૂને રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. સેન્ટ્રલ બેંક વિકાસ અને મોંઘવારીના તેના અંદાજોમાં પણ ફેરફાર કરી શકે છે. તે વૈશ્વિક જોખમોનું મૂલ્યાંકન કરશે. ખાસ કરીને US દ્વારા લાદવામાં આવેલા ટેરિફમાં (Trump Tariff) મુક્તિ માટેની અંતિમ તારીખ જુલાઈમાં સમાપ્ત થઈ રહી છે, આ અંગે પણ ચર્ચા કરાય તેવી શક્યતા છે.
અન્ય અગ્રણીઓએ જણાવ્યું હતું કે મોટાભાગના લોકો વ્યાજ દરમાં (Interest Rate in India) 0.25 ટકાના ઘટાડાની અપેક્ષા રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે જાન્યુઆરી-માર્ચના કવાર્ટરમાં GDP ગ્રોથમાં સારી એવી વૃદ્ધિ જોવા મળી છે. હવે થોડી રાહત આપી શકાય છે. આરબીઆઈના MPCનું વલણ કુણું રહી શકે છે. આનો અર્થ એ છે કે MPC કોઈપણ પ્રકારના ફેરફાર માટે તૈયાર રહે છે. RBI એ બજારમાં ઘણા પૈસા મૂકીને નાણાકીય પરિસ્થિતિને હળવી કરી છે. RBI એ રૂપિયાની લીક્વીડીટી વધારીને અને બેંકો પાસેથી વધારાના પૈસા લેવા માટે સામાન્ય ઉધાર લેવાનું ટાળીને આ કર્યું છે.
જેથી હવે 6 જૂને મળનારી રીઝર્વ બેંક ઈન્ડિયાની મોનેટરી પોલીસીની બેઠક પર નજર રહેશે.