સોનાના ભાવ વીતેલા સપ્તાહે ઘટ્યા, હજી ભાવ વધુ ઘટશે ખરા…

by Investing A2Z
Gold Silver Market

અમદાવાદ- સોનાચાંદી બજાર વીતેલા સપ્તાહે ઘટ્યું હતું. ગોલ્ડમાં બે તરફી વધઘટે નરમાઈ રહી હતી. પણ સિલ્વરમાં સાવ સાંકડી વધઘટ રહી હતી. હવે આગામી સપ્તાહે સોના ચાંદી બજાર કેવું રહેશે? સોનાના ભાવ હજી વધુ ઘટશે? અમેરિકાની ઈકોનોમીની સ્થિતિ કેવી છે? તેમજ સ્ટોક માર્કેટ અને ક્રિપ્ટો કરન્સીમાં આવેલી તેજીની સોના ચાંદી બજાર પર શું અસર પડશે? આ તમામ સવાલના જવાબ આપણે આ વીડિયોમાં મેળવીશું.

જૂઓ વીડિયો…

સૌથી પહેલા આપણે સોનાચાંદીના ભાવની સાપ્તાહિક વધઘટ પર નજર કરીએ.

અમદાવાદ સોના ચાંદી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા 1300 ઘટી રૂપિયા 98,200 રહ્યો હતો. ચાંદીનો ભાવ પ્રતિ એક કિલોએ રૂપિયા એક હજાર ઘટી રૂપિયા 96,500 રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ જુલાઈ ફ્યુચર સપ્તાહ દરમિયાન શરૂમાં વધી 3385 ડૉલર થઈ અને ત્યાં વેચવાલી આવતાં તૂટી 3290 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 3330 ડૉલર બંધ રહ્યો હતો. જે 40 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.

સિલ્વર જુલાઈ ફયુચર 33.74 ડૉલર અને 32.88 ડૉલરની રેન્જમાં અથડાઈને સપ્તાહને અંતે 33.17 ડૉલર બંધ રહ્યો હતો.

સ્પોટ ગોલ્ડ સપ્તાહના છેલ્લા દિવસે 27 ડૉલર ઘટી 3289 ડૉલર રહ્યો હતો. સ્પોટ સિલ્વર 32.99 ડૉલર પર બંધ રહ્યો હતો.

અમેરિકામાં સોમવારે મેમોરિયલ ડેની રજા હતી, પણ ત્યાર પછી અમેરિકાની કોર્ટ ઓફ ઈન્ટરનેશન ટ્રેડે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ઝાટકો આપ્યો ચૂકાદો આપ્યો હતો અને ટેરિફ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ટ્રમ્પે બંધારણનો અને સત્તાનો દૂરઉપયોગ કર્યો છે. તેમ કહીને તાત્કાલિક અસરથી વિશ્વના દેશો પર લગાવેલ ટેરિફ પર પ્રતિબંધ મુક્યો હતો. ત્યાર પછી ટ્રમ્પ પ્રસાશન અપીલ કોર્ટમાં ગયું હતું અને અપીલ કોર્ટે ટેરિફને યોગ્ય ગણીને ટ્રમ્પના ટેરિફને મંજૂરી આપી હતી. આ બન્ને સમાચાર વિરોધભાસી રહ્યા હતા. જેથી ગોલ્ડ અને સિલ્વરમાં લેવાલી અને વેચવાલી એમ બે તરફી વધઘટ રહી હતી. જો કે ઊંચા મથાળે ગોલ્ડમાં વેચવાલી રહી હતી, અને સોનાના ભાવ ઘટ્યા હતા.

વધુમાં અમેરિકામાં બિગ બ્યૂટીફુલ ટેક્સ બિલ ટૂંકસમયમાં પસાર થશે. જો તે બિલ પસાર થશે તો મોંઘવારી વધશે અને નાણાકીય નીતિ પર અસર કરશે.

રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની વાતો ચાલી રહી છે, પણ તેમાં કોઈ નક્કર પરિણામ હજી સુધી આવ્યું નથી. બીજી તરફ ટ્રમ્પના ટેરિફથી ટ્રેડ વોર ચાલી રહ્યું છે. અમેરિકાની વિશ્વના દેશો સાથે ટ્રેડ ડીલ કરવા માટે વાતચીત ચાલી રહી છે. પણ હજી સુધી કોઈ દેશ સાથે ફાઈનલ ટ્રેડ ડીલ થઈ નથી. માત્ર આશ્વાસન રૂપે ચીન અને યુરોપિયન યુનિયન સાથે ડીલ થશે તેવી વાતો છે. એટલે ટેરિફનો પોઝ આપ્યો છે. ભારત સાથે પણ ચર્ચા થઈ રહી છે, પણ હજી સુધી કોઈ ચોક્કસ વાત બહાર આવી નથી.

છેલ્લા 12 મહિનામાં કોર પર્સનલ કન્ઝમ્પશન એક્સીપેન્ડિંચર પીસીઈ ઈન્ડેક્સનો ફુગાવાનો દર 2.5 ટકા વધ્યો છે. જે માર્ચ મહિનાના સુધારેલા 2.7 ટકાથી નીચે છે. કન્ઝ્યુમર પ્રાઈઝ પ્રેસર થોડુ હળવું થયું છે. પણ એક વર્ષની ફુગાવાની અપેક્ષાઓ હજુ પણ 6 ટકાથી ઉપર છે.

સોનાના ભાવની વધઘટ છેલ્લા બે સપ્તાહથી ઘટી રહી છે અને તેજીવાળા ઓપરેટરો દરેક ઊંચા મથાળે વેચવા આવી જાય છે અને ઘટે ત્યારે ખરીદી કરવા પણ આવી જાય છે. જો કે હજી સોનું ઝડપથી ઘટી જશે તેવા પણ સંજોગો નથી. કારણ કે અમેરિકી પ્રેસિડેન્ડ ટ્રમ્પના વિવાદાસ્પદ નિર્ણયો ગ્લોબલ માર્કેટમાં હલચલ પેદા કરે છે. જો કે મોટાભાગે બજારો ટ્રમ્પના નિવેદનોમાંથી બહાર નીકળ્યા છે. અને ગ્લોબલ માર્કેટ સ્ટેબલ થયા છે. તેમ છતાં અમેરિકન ઈકોનોમીના નેગેટિવ ન્યૂઝ આવે અને ડૉલર તૂટે ત્યારે સોનું એ સલામત રોકાણ હોવાથી તેમાં જોરદાર ખરીદી આવે છે. ટેરિફ વૉરને કારણે હવે પછી જે આર્થિક આંકડા આવશે તે અમેરિકન ઈકોનોમી માટે નેગેટિવ આવવાની આશંકા છે.

Top Video News

શેરબજારમાં આગામી સપ્તાહે કઈ રણનીતિ અપનાવશો, બેસ્ટ બાય

આગામી સપ્તાહે સોનાના ભાવમાં વધઘટ જોવા મળશે. સોનામાં 3300 ડૉલરનું સપોર્ટ તૂટશે તો 3200 ડૉલર સુધી આવી શકે છે. વીતેલા સપ્તાહે ગોલ્ડે 3290 ડૉલરની લો બતાવી હતી. આગામી સપ્તાહે 3290 ડૉલરની સપાટી તૂટશે તો 3200 ડૉલર સુધીનો ભાવ બતાવી શકે છે. અને ઉપરમાં જોઈએ તો 3350 ડૉલરનું લેવલ કૂદાવશે તો ઝડપથી 3400 ડૉલર સુધી જઈ શકે છે. આગામી સપ્તાહે ભારતીય રૂપિયામાં વાત કરીએ સોનું 99,000 અને 95,000ની રેન્જમાં અથડાશે. જો કે હાલ સોનું કોન્સોલિડેશન ફેઝમાં છે. જેથી ઝડપી તેજી થવાની શકયતા ઓછી છે.

બીજી તરફ અમેરિકન સ્ટોક માર્કેટમાં તેજી અને ક્રિપ્ટોકરન્સીમાં તેજી થઈ છે. બિટકોઈન ફરીથી એક લાખ રૂપિયાની ઉપર ભાવ નીકળી ગયો છે અને હાલ 1,03,000 પર ટ્રેડ કરી રહ્યો છે. આ સંજોગોમાં સોના તરફ નવી ખરીદી આવવાની શકયતા નથી. જેથી આગામી સપ્તાહે સોનું બે તરફી રેન્જમાં અથડાઈને ઘટશે.

આગામી સપ્તાહની મહત્ત્વની ઈવેન્ટ્સ

આગામી સપ્તાહે સોમવારે- આઈએસએમ મેન્યુફેકચરિંગ ડેટા આવશે

મંગળવારે- યુએસ જોલ્ટ જોબ ઓપનિંગ ડેટા

બુધવારે- યુએસ એડીપી એમ્પ્લોયમેન્ટ ડેટા, બેંક ઓફ કેનેડા મોનેટરી પૉલીસીનો નિર્ણય અને આઈએસએમ સર્વીસ ડેટા

ગુરુવારે- યુરોપિયન સેન્ટ્રલ બેંક મોનેટરી પૉલીસી અંગે બેઠક અને યુએસ વીકલી જોબલેસ ક્લેઈમ ડેટા

શુક્રવારે- યુએસ નોન ફાર્મ પે રોલ્સ ડેટા

You will also like

Leave a Comment