અમેરિકાની અપીલ કોર્ટે ટ્રમ્પને ટેરિફ વસૂલ કરવાની મંજૂરી ચાલુ રાખી

by Investing A2Z

નવી દિલ્હી- ફેડરલ અપીલ કોર્ટે ગુરુવારે અમેરિકા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને (US President Donald Trump) ઈમરજન્સી લાદ્યા (Imposes Emergency In US) બાદ કાયદાને અનુરૂપ ટેરિફ (Trump Tariff)  વસુલ કરવાને મંજૂરી આપી છે. (Trump allowed to impose tariffs) ટ્રમ્પ અને તેમના વહીવટી અધિકારીઓએ તેમની મહત્ત્વની આર્થિક નીતિઓના મોટા હિસ્સાઓને રદ કરવાના આદેશની વિરુદ્ધ અપીલ કરી હતી. આ અપીલની સુનાવણી કરતાં ટેરિફ વસુલવાનું ચાલુ રાખવાને મંજૂરી આપી દીધી છે. સંઘીય સર્કિટની અપીલ કોર્ટે ટ્રમ્પ પ્રસાશનની ઈમરજન્સી અરજીને સ્વીકાર કરી લીધી છે, અને આ અરજીમાં કહેવાયું છે કે ટેરિફ પર પ્રતિબંધ મુકવો દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે સંકટપૂર્ણ છે.

અપીલ કોર્ટે (US appeals court) એક દિવસ પહેલા ફેડરલ ટ્રેડ કોર્ટ દ્વારા જાહેર કરાયેલ આદેશ પર અસ્થાયી રૂપથી પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રમ્પ કેટલાય કોર્ટ કેસનો સામનો કરી રહ્યા છે. આ કેસમાં દલીલ કરાઈ હતી કે ટ્રમ્પે મુક્તિ દિવસના (Liberation Day In USA) નામ પર લગાવેલ ટેરિફ તેમના અધિકાર ક્ષેત્રમાંથી બહાર આવે છે અને ટ્રમ્પ દેશની ટ્રેડનીતિને પોતાની મરજીથી ચલાવે છે.

Top Video News

શેરબજારમાં નવો જૂન F & O કોન્ટ્રેક્ટ તેજીમાં રહેશે?

US કોર્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડના ત્રણ ન્યાયાધીશોની પેનલે બુધવારે ચૂકાદો આપ્યો હતો કે ટ્રમ્પે પોતાના અધિકારોની સરહદ પાર કરી હતી. તેમણે રાષ્ટ્રીય કટોકટી જાહેર જાહેર કરીને દુનિયામાં લગભગ બધા દેશ પર આયાત ટેરિફ લાદીને 1977ના આંતરરાષ્ટ્રીય ઈમરજન્સી આર્થિક શક્તિઓનો દુરઉપયોગ કર્યો છે.

યુએસ કોર્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડનો બુધવારે ચૂકાદો આવ્યા પછી ટ્રમ્પને મોટો ઝાટકો લાગ્યો હતો. ટ્રમ્પની અનિશ્ચિત વેપાર નીતિએ નાણાકીય બજારોને હલાવી દીધા છે. આ નીતિને કારણે બિઝનેસ ઠપ થઈ ગયા છે. તથા કીમતો વધવા લાગી છે અને આર્થિક વિકાસ ધીમો પડવાની આશંકાઓ ઉભી થઈ છે.

Related Posts

Leave a Comment