આણંદ- ગુજરાત રાજ્યના 2,951 ગામોના ક્લસ્ટરથી સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને 55 જેટલી તજજ્ઞોની ટિમ વિકસિત કૃષિ દ્વારા અદ્યતન ખેતીથી (Modern Agriculture in Gujarat) ખેડૂત સમૃદ્ધિ માટે માર્ગદર્શન આપશે. (Farmers Prosper With Modern Agriculture) ગુજરાત સરકાર દ્વારા અદ્યતન ખેતીથી ખેડૂતને સમૃદ્ધ કરવા માટેના અભિયાનનો પ્રારંભ કર્યો છે.
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન (Krishi Sankalp Abhiyan developed in Gujarat) કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારી આગવી પહેલ બનશે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આ અભિયાનનો પ્રારંભ આણંદ કૃષિ યિનિવર્સિટીથી કરાવ્યો હતો. ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત 235 તાલુકાઓના 2,951 ક્લસ્ટર થકી 3.50 લાખથી વધુ ખેડૂતો સુધી સીધા પહોંચવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.

આણંદ કૃષિ યુનિવર્સિટી (Anand Agricultural University) ઝોનમાં સમાવિષ્ટ નવ જિલ્લાઓના 793 ગામોના અંદાજે એક લાખ બે હજારથી વધુ ખેડૂતો, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સાત જિલ્લાના 465 ગામોના 80 હજાર ખેડૂતો, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગતના 10 જિલ્લાના 933 ગામોના 1.20 લાખ ખેડૂતો અને નવસારી કૃષિ યુનિવર્સિટી ઝોનના સાત જિલ્લામાં 760 ગામોના 71 હજારથી વધુ ખેડૂતો એમ સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને આ અભિયાન હેઠળ આવરી લેવાનું સઘન આયોજન રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે કર્યું છે.
Top Video News
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ અભિયાન રાજ્યના ખેડૂતો માટે ઘરેબેઠા ગંગાનો અવસર ગણાવતા ઉમેર્યુ કે, કૃષિ ક્ષેત્રે નવિન શોધ-સંશોધનની માંગને પારખીને આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના શ્રેષ્ઠ ઉપયોગથી નેનો યુરીયા ખાતર અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે કેવી રીતે કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે.
ગુજરાતે વીજળી અને નર્મદાનું પૂરતું પાણી સિંચાઈ માટે આપીને પુરવાર કર્યું છે. ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક વધુ લઈ શકાય, વેલ્યૂ એડિશન કરીને કેવી રીતે વધુ કિંમત મળે, એ બધી સમજ સામે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ તેમણે કૃષિ મહોત્સવથી અપનાવ્યો હતો. વિકસિત ભારત@2047 માટે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં પણ ગુજરાતના ખેડૂતો અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો
ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચના ડૉ. મનીષ દાસે તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં કૃષિ ક્ષેત્રે ખેડૂતોના પડકારોને કેવી રીતે દૂર કરી શકાય તે માટે આઈ.સી.એ.આર ના પ્રયત્નોની વિસ્તૃત જાણકારી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વિભાગ દ્વારા રાજ્યના 1.5 કરોડ જેટલા ખેડૂતોને વડાપ્રધાન લેબ ટુ લેન્ડના વિઝનને સાકાર કરવા માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન નવો આયામ પૂરું પાડશે. તેમણે આ અભિયાન થકી ખેડૂતોને તેમની ખેતીમાં આવતા પડકારોના આઈ.સી.એ.આર.ના વૈજ્ઞાનિકો દ્વારા સમાધાન લાવવા માટે પ્રયાસ કરાશે.
Top News
આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ કે.બી.કથીરિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન એ ખેડૂત તથા વૈજ્ઞાનિકો માટે પરસ્પર શિક્ષણ માટેનું અભિયાન બની રહેવાનું છે. કાર્યક્રમના અંતમાં ખેતી નિયામક પ્રકાશ રબારીએ આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેષભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, ચિરાગ પટેલ, કમલેશ પટેલ, વિપુલ પટેલ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, એગ્રો ઈન્ડસ્ટ્રીઝના એમ. ડી. વિજય ખરાડી, કૃષિ અને સહકાર વિભાગના સચિવ પી. ડી. પલસાણા, જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી સહિત કૃષિ વિભાગ ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.