અમદાવાદ- શેરબજારમાં આજે બે તરફી ભારે વધઘટ વચ્ચે તેજી થઈ હતી. અમેરિકાની કોર્ટે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) બીજી એપ્રિલે લગાવેલ રેસિપ્રોકલ ટેરિફ (Trump Tariff) પર પ્રતિબંધ લગાવ્યો છે. જેને કારણે આજે વિશ્વના સ્ટોક માર્કેટમાં (World Stock Market) ઉછાળો આવ્યો હતો. ભારતીય શેરબજારમાં (Stock Market India) મે એફ એન્ડ ઓની એક્સપાયરી હતી, જેથી બે તરફી વધઘટ વચ્ચે નવી ખરીદી જોવા મળી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 320 પોઈન્ટ વધી 81,633 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 81 પોઈન્ટ વધી 24,833 બંધ થયો હતો. હવે ટ્રમ્પ ટેરિફના મામલે શું કરશે? અને આગામી દિવસોમાં જૂન એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટ કેવો રહેશે? (June F&O contract in the stock market)
જૂઓ વીડિયો….
આજે ગુરવારે બે તરફી વધઘટ વચ્ચે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1510 શેરના ભાવ વધ્યા હતા અને 1373 શેરના ભાવ ઘટ્યા હતા.
57 શેર બાવન વીકની હાઈ પર બંધ હતા અને 24 શેર બાવન વીકની લો પર બંધ હતા.
106 શેરમાં અપર સર્કિટ બ્રેકર આવી હતી અને 81 શેરમાં લોઅર સર્કિટ હતી.
ટોપ ગેઈનર્સઃ ઈન્ડુસઈન્ડ બેંક, સન ફાર્મા, ઈટરનલ, અદાણી પોર્ટ અને ટ્રેન્ટ
ટોપ લુઝર્સઃ એચડીએફસી લાઈફ, બીઈએલ, તાતા કન્ઝયુમર,જિઓ ફાયનાન્સ અને બજાજ ફાયનાન્સ
Top Trending News
અમેરિકી કોર્ટે ટેરિફ પર લગાવ્યો પ્રતિબંધ, પ્રેસિડેન્ટ ટ્રમ્પને મોટો ઝાટકો
Will the new June F&O contract in the stock market be bullish?
The stock market was bullish today amid heavy fluctuations on both sides. The US court has banned the reciprocal tariffs imposed by President Donald Trump on April 2. Due to which the world stock market rose today. The Indian stock market had the expiration of May F&O, so new buying was seen amidst the fluctuations on both sides. The Sensex of the Mumbai Stock Exchange rose 320 points to close at 81,633. The Nifty index of the National Stock Exchange rose 81 points to close at 24,833. What will Trump do now regarding tariffs? And how will the June F&O contract be in the coming days? Watch the video….