ટ્રમ્પ ટેરિફ પર પ્રતિબંધઃ વિશ્વના શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ અને નિફ્ટી પ્લસ

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- અમેરિકાની કોર્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડે બે એપ્રિલના રોજ લગાવેલ રેસિપ્રોકલ ટેરિફ પર પ્રતિબંધ મુક્યો છે. (US court bans tariffs) કોર્ટે કહ્યું છે કે આ અમેરિકાના બંધારણની વિરુદ્ધમાં છે. (Trump tariffs are unconstitutional) જે ચૂકાદાથી પ્રેસિડેન્ટ ડોલાન્ડ ટ્રમ્પને ઝાટકો લાગ્યો છે. પરિણામે આજે ગુરુવારે વિશ્વના સ્ટોક માર્કેટ ઝુમી ઉઠ્યા હતા. ભારતીય શેરબજાર પણ ભારે ઉછાળા સાથે ખુલ્યું હતું.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) આગલા દિવસના બંધ ઈન્ડેક્સ 81,312ની સામે આજે ગુરુવારે સવારે 81,591ના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો હતો. સેન્સેક્સ આજે 279 પોઈન્ટ ઊંચો ખુલ્યો હતો. હાલ 9.27 કલાકે સેન્સેક્સ 200 પોઈન્ટ પ્લસમાં 81,507 પર ટ્રેડ કરી રહ્યો છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) આગલા દિવસના બંધ 24,752ની સામે આજે ગુરુવારે 24,825ના ઊંચા લેવલે ખુલ્યો હતો. નિફ્ટી 73 પોઈન્ટ ઊંચા મથાળે ખુલ્યા હતો. હાલ સવારે 9.28 કલાકે નિફ્ટી 47 પોઈન્ટ વઘીને 24,802 પર ટ્રેડ કરી રહ્યો છે.

TOP BIG NEWS

અમેરિકી કોર્ટે ટેરિફ પર લગાવ્યો પ્રતિબંધ, પ્રેસિડેન્ટ ટ્રમ્પને મોટો ઝાટકો

 

ટેરિફના મામલે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની હાર થતાં અમેરિકન સ્ટોક માર્કેટનો ડાઉ જોન્સ 561 પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરી રહ્યો હતો. એશિયાઈ સ્ટોક માર્કેટ આજે ગુરુવારે સવારે પ્લસમાં જ ખુલ્યા હતા. 9.30 વાગ્યાની સ્થિતિએ જોઈએ તો જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 612 પોઈન્ટ પ્લસ હતો. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 188 પોઈન્ટ પ્લસ હતો. તાઈવાનનો તેઈપેઈ ઈન્ડેક્સ 131 પોઈન્ટ પ્લસ હતો. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 47 પોઈન્ટ પ્લસ હતો. થાઈલેનડનો સેટ કમ્પોઝીટ ઈન્ડેક્સ 9 પોઈન્ટ પ્લસ હતો. ચીન સ્ટોક માર્કેટનો શાંઘાઈ ઈન્ડેક્સ 24 પોઈન્ટ પ્લસ હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 65.64 અને ક્રૂડ ઓઈલ 62.59 પર પ્લસમાં હતા. ડૉલર ઈન્ડેક્સ 100.31 અને આજે સવારે ડૉલર સામે રૂપિયો 85.45 પર ટ્રેડ કરી રહ્યો છે. અમેરિકાના 10 વર્ષના બોન્ડનું યીલ્ડ 4.51 ટકા દરે સ્થિર હતું.

You will also like

Leave a Comment