ગાંધીનગર- વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે હતા. (PM Narendra Modi on two-day visit to Gujarat) આજે મંગળવારે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 20 વર્ષ શહેરી વિકાસની ઉજવણીના પ્રસંગે તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, તે બધી જ વાતોને વાગોળી હતી અને હાલ રાજ્ય સરકારને સુચન કર્યું છે. ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ પુરા થાય ત્યારે ગુજરાત કેવું હશે? (Gujarat will complete 75 years of its foundation in 2035)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વર્ષ 2035માં ગુજરાતની સ્થાપનાના પણ 75 વર્ષ પૂર્ણ થશે, (Celebrating 75 years of Gujarat’s foundation) ત્યારે તેનો રોડમેપ અત્યારથી તૈયાર કરવો જોઇએ. જેમાં ખેતી, શિક્ષણ અને ખેલકૂદ સહિતના દરેક ક્ષેત્રે આગળ વધવા માટે આપણે લક્ષ્ય નિશ્ચિત કરવા જોઇએ. ગુજરાતની સ્થાપના થઇ ત્યારે કહેવાતું હતું કે, ગુજરાતમાં માત્ર મીઠું છે, પરંતુ આજે એ જ ગુજરાત હીરા માટે વિશ્વભરમાં વિખ્યાત છે. આ તમામ પરિમાણોને પગલે આગામી વર્ષ 2036માં દેશ ઓલિમ્પિકની યજમાની માટે સજ્જ બની રહ્યો છે. (Olympics to be held in Gujarat in 2036)

વડાપ્રધાને શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંગે કહ્યું કે, અર્બન એરિયા એ દેશનું ગ્રોથ સેન્ટર છે, ત્યારે વિકસિત ભારતના નિર્માણ માટે શહેરોને આર્થિક ગતિવિધિના કેન્દ્રો બનાવવા જોઇએ અને ટાર્ગેટ નક્કી કરીને એ મુજબ નવા ઉત્પાદનો અને ક્વોલીટી વર્ક પર કામ કરીને વિકાસ સાધવો જોઇએ.
આજે દેશમાં બે લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે, જેમાંથી મોટા ભાગના સ્ટાર્ટઅપ ટીયર-2 અને ટીયર-3 શહેરોમાંથી આવે છે. આ પૈકીના અનેક સ્ટાર્ટઅપ્સનું નેતૃત્વ દીકરીઓ કરી રહી છે. એટલું જ નહિ, આ શહેરોના બાળકો શિક્ષણ ઉપરાંત અન્ય અનેક પ્રવૃત્તિઓમાં પણ આગળ પડતા છે. જેથી આવા નાના શહેરોમાં વિકાસની અનેક ક્ષમતાઓ રહેલી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે પરિસ્થિતિ બદલાઈ છે, જે રણમાં લોકો જવા માટે તૈયાર ન હતા, તે રણમાં ફરવા આવવા માટે લોકોને આજે બુકિંગ પણ મળવું અઘરું થયું છે. ગુજરાતમાં વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યૂ SOU અને પ્રસિદ્ધ મ્યુઝિયમ વડનગરમાં બન્યું છે. કાશીની જેમ વડનગર પણ 2,000 વર્ષ અગાઉ જીવંત શહેર હતું, તેનું જીવન અટક્યું નથી. આજથી 5,000 વર્ષ અગાઉ લોથલ બંદરેથી વિશ્વભરમાં વેપાર કરવામાં આવતો હતો, તેની યાદમાં લોથલ ખાતે વિશ્વનું સૌથી ભવ્ય મેરિટાઈમ મ્યુઝિયમ નિર્માણ પામી રહ્યું છે.
“હું ઘરે બેસીને સીરિયલ નહી જોઉ” વોરેન બફેટે નિવૃત્તિના પ્લાન અંગે શું કહ્યું?
વર્ષ 2005માં ગુજરાતમાં ગિફ્ટ સિટી બનાવવા માટે જ્યારે ટાગોર હોલમાં પ્રથમવાર વિવિધ ગ્રાફિક્સ લગાવવામાં આવ્યા હતા, ત્યારે સાથી મિત્રો તેની હાંસી ઉડાવતા હતા. આજે અન્ય રાજ્યો પણ ગિફ્ટ સિટી જેવી વ્યવસ્થા ઊભી કરવા માટે ઇચ્છુક છે. ગુજરાતમાં આજે સાબરમતી રિવરફ્રન્ટ, સૌથી મોટું સ્ટેડિયમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી આપણી ઓળખ બન્યા છે. આપણા દેશવાસીઓમાં વિકાસની ખૂબ ક્ષમતા છે, એટલા માટે જ મને નિરાશા આવતી નથી. દેશવાસીઓમાં ખૂબ સામર્થ્ય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય અંશ
- ઓપરેશન સિંદૂરને હવે સૈન્યબળ નહિ, 140 કરોડના જનબળથી આગળ વધારવાનું છે
- દેશવાસીઓને ભારતની સ્વદેશી વસ્તુઓ પર ગર્વ હોવો જોઈએ
- ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા અને તિરંગો લહેરાવતાં દેશભક્તિનો ઉત્સાહ સૌ અનુભવી રહ્યા છે
- ભારતના મોટાભાગના સ્ટાર્ટઅપ્સ ટીયર-2 અને ટીયર-3 શહેરોમાં કાર્યરત છે, જેનું નેતૃત્વ દીકરીઓ કરી રહી છે
- ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષ યાત્રાના 20 વર્ષની આ ઉજવણી માત્ર ઉજવણી નહીં, પરંતુ રાજ્ય સરકારે બનાવેલો ભાવી પેઢી માટેનો રોડ મેપ છે
- આતંકવાદી પ્રવૃત્તિ હવે પ્રોક્સી વોર નથી રહી, પરંતુ સારી રીતે વિચારેલી રણનીતિ છે
- ભારત “વસુધૈવ કુટુમ્બકમ”માં માને છે, જે કોઇની સાથે દુશ્મનાવટ નહિ, પરંતુ પ્રગતિ કરીને વૈશ્વિક સુખાકારીમાં યોગદાન આપવા માંગે છે
- 2025ના શહેરી વિકાસ વર્ષમાં લોકોના હેપીનેસ ઇન્ડેક્સને ઊંચો લઈ જઈ અર્નીંગ વેલ, લીવીંગ વેલને પ્રોત્સાહન આપવાની નેમ
- વર્ષ 2047માં આઝાદીના 100 વર્ષની ઉજવણી આપણે સમગ્ર વિશ્વમાં વિકસિત ભારતનો ઝંડો લહેરાવીને કરીશું.