શેરબજારનો સેન્સેક્સ 624 પોઈન્ટ તૂટ્યો, ભારે વેચવાલી આવવાના છ કારણો

by Investing A2Z

અમદાવાદ- શેરબજાર આજે મંગળવારે ભારે વેચવાલીથી તૂટ્યું હતું. સેન્સેક્સ અને નિફટી બેઈઝ સ્ટો?કમાં વેચવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 624 પોઈન્ટ ઘટી 81,551 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 174 પોઈન્ટ ઘટી 24,826 બંધ થયો હતો. આજે ડીફેન્સ, પીએસયુ બેંક, રીયલ્ટી, ફાર્મા, મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં નવી ખરીદીથી મજબૂતી રહી હતી. જો કે એફએમસીજી, આઈટી, ઓટો, ઓઈલ એન્ડ ગેસ અને મેટલ સેકટરના શેરોમાં વેચવાલી આવી હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી માઈનસમાં બંધ હતા. શેરબજાર તૂટવા પાછળ કયા છ કારણો? અને આગામી દિવસોમાં સેન્સેક્સ અને નિફ્ટીના ટેકનિકલ લેવલ શું કહે છે?

જૂઓ વીડિયો…

યુએસ મેમોરિયલ ડે ને કારણે સોમવારને 26 મેના રોડ અમેરિકન સ્ટોક માર્કેટ બંધ હતું. પણ આજે ડાઉ જોન્સ ફયુચર 550 પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરતો હતો. યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા. અને એશિયાઈ સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. તારીખ 26 મેના રોજ એફઆઈઆઈએ 135 કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી હતી. તેમજ સ્થાનિક નાણા સંસ્થાઓએ 1745 કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી હતી.

આજે મંગળવારે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો સામાન્ય નેગેટિવ હતો. 1412 શેરના ભાવ વધ્યા હતા અને 1462 શેરના ભાવ ઘટ્યા હતા.

42 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 13 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

આજે 101 શેરમાં અપર સર્કિટ અને 51 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ જિઓ ફાયનાન્સ, ઈન્ડુસઈન્ડ બેંક, ટ્રેન્ટ, અદાણી પોર્ટ અને સન ફાર્મા

ટોપ લુઝર્સઃ અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ, આઈટીસી, તાતા મોટર અને ગ્રાસિમ

Top Trending News

અધધધ… નાણાકીય સહાય છતાં પાકિસ્તાન કેમ વધુ ગરીબ, વર્લ્ડ બેંકે કર્યો મોટો ખુલાસો

Six reasons for the stock market crash

The stock market crashed today on Tuesday due to heavy selling. There was a sell-off in the Sensex and Nifty base stocks. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 624 points to close at 81,551. The NSE Nifty index fell 174 points to close at 24,826. Today, defense, PSU bank, realty, pharma, midcap and smallcap stocks were strengthened by fresh buying. However, there was a sell-off in stocks of FMCG, IT, auto, oil and gas and metal sectors. Due to which the Sensex and Nifty closed in the minus. What are the six reasons behind the stock market crash? And what do the technical levels of Sensex and Nifty say in the coming days? Watch the video…

Related Posts

Leave a Comment