પીએમ મોદી 5,536 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
ગાંધીનગર- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસ (PM Modi Visit Gujarat) દરમિયાન કરોડોના વિકાસકાર્યોની ભેટ લઈને આવી રહ્યા છે. તેઓ 27 મેના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે (Prime Minister Narendra Modi in Gandhinagar) અને વિવિધ વિભાગો હેઠળ રૂપિયા 5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂત કરશે. (PM Modi to inaugurate development works worth Rs 5,536 crore) ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેશે.
ગુજરાતમાં કેટલાય વખતથી પ્રદેશ પ્રમુખની જાહેરાતને લઈને અસમંજસની સ્થિતિ છે. હજી નામ નક્કી કરી શકાયું નથી. તેમજ ગુજરાત કેબિનટના વિસ્તરણની વાત પણ કેટલાય સમયથી ચાલી રહી છે. (Likely to Discuss BJP State President and Cabinet Expansion) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર જ આવી રહ્યા છે તો આ મુદ્દે ચર્ચા થઈ શકે અને સર્વસંમતિ સંઘાય તે માટે પાર્ટી સાથે વાતચીત થઈ શકે, તેવી સંભાવના છે. વડાપ્રધાન મોદીની મુલાકાત પછી કેબિટનેટ વિસ્તરણની જાહેરાત થઈ શકે છે. અને ભાજપ પ્રદેશ પ્રમુખના નામની પણ જાહેરાત થઈ જશે, તેવી પુરી શક્યતા છે.

મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી રોડ અને બિલ્ડિંગ વિભાગ હેઠળ રૂપિયા 170 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તો જળ સંસાધન વિભાગ હેઠળ રૂપિયા 1860 કરોડ થી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આમાં બનાસકાંઠામાં રૂપિયા 888 કરોડના ખર્ચે બનનારી થરાદ ધાનેરા પાઇપલાઇન, રૂપિયા 678 કરોડના ખર્ચે દિયોદર લાખણી પાઇપલાઇનના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
Top News
નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક, ગુજરાત અંગે શું ચર્ચા થઈ…
વડાપ્રધાન ગાંધીનગરમાં રૂપિયા 84 કરોડના ખર્ચે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરશે. તો અમદાવાદમાં રૂપિઆ 588 કરોડના ખર્ચે ઓપીડી સાથે 1800 બેડ ધરાવતા IPD જેમાં ચેપી રોગ માટે 500 બેડની સુવિધાનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું તેઓ ખાતમુહૂર્ત કરશે.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 17 મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂપિયા 2,731 કરોડ અને 149 મ્યુનિસિપાલિટીને રૂપિયા 569 કરોડના ચેકનું વિતરણ પણ કરવામાં આવશે.