સોનું 1,00,000 ઉપર જવાની તૈયારીમાં, નવેસરથી તેજી શરૂ થવા પાછળ કયા નવા કારણો?

by Investing A2Z

અમદાવાદ- સોના ચાંદી બજારમાં (Gold Silver Market) ફરીથી તેજી થઈ છે. સોનું અને ચાંદીના ભાવ ઘટ્યા પછી ફરીથી પાછા ઉછળ્યા છે. અમેરિકાની ઈકોનોમીની ( USA Economy) સ્થિતિના રીપોર્ટ પછી સોનામાં નવેસરથી લેવાલી આવી હતી અને ભાવ સોનું ખૂબ ઝડપથી ઉછળ્યું હતું. તો હવે આગામી સપ્તાહે સોનાની બજારની (Gold Prices Today) ચાલ કેવી રહેશે? (Gold Rate Today) શું સોનું ફરીથી નવો રેકોર્ડ પ્રાઈઝ બતાવશે? કે પછી અહીંયાથી ઘટશે? શું કહે છે સોના ચાંદી બજારના નિષ્ણાતો… આ તમામ બાબતોની ચર્ચા આપણે વીડિયોમાં કરીશું.

Pls Watch Video…

સૌથી પહેલા સોના ચાંદીના ભાવની સાપ્તાહિક વધઘટ પર એક નજર કરીએઃ (Gold Silver Prices)

અમદાવાદ સોનાચાંદી બજારમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે 3200 રૂપિયા વધી સપ્તાહને અંતે ભાવ રૂપિયા 99,500 બોલાયો છે. જે એક લાખની બિલકુલ નજીક આવી ગયો છે. ચાંદી એક કિલોએ રૂપિયા બે હજાર વધી ભાવ રૂપિયા 97,500 રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ જૂન ફયુચર સપ્તાહ દરમિયાન 3207 ડૉલરની લો બનાવ્યા પછી ઝડપથી ઉછળી 3366 ડૉલરની હાઈ બનાવી હતી. અને સપ્તાહને અંતે 3365 ડૉલર બંધ રહ્યો હતો.

સિલ્વર જુલાઈ ફયુચર સપ્તાહ દરમ્યાન 32.23 ડૉલરની લો બનાવ્યા પછી વધી 33.91 ડૉલરની હાઈ બનાવીને સપ્તાહને અંતે 33.60 ડૉલર બંધ રહ્યો હતો.

સપ્તાહને અંતે સ્પોટ ગોલ્ડ 3357 ડૉલર અને સ્પોટ સિલ્વર 33.50 ડૉલર પર બંધ રહ્યો છે.

સોનામાં ફરીથી તેજીનો ચમકારો આવ્યો, તેની પાછળ અનેક કારણો આવ્યા હતા. પણ મહત્વનું એ છે કે સોનામાં ઊંચા ભાવે પણ નવી ખરીદી આવી. હજી સોનું અમેરિકાની કથળેલી ઈકોનોમીની સ્થિતિ, ડૉલરની નબળાઈ, ફુગાવો અને જીઓ પોલિટિકલ ટેન્શન સામે સેફ હેવન જ રહ્યું છે.

સોનામાં તેજીના નવા કારણો

(1) આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે અમેરિકાની ક્રેડિટ અને ડેબ્ટનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું હતું. જે પછી અનિશ્ચિતતા વધી હતી. જે સમાચાર આવ્યા પછી ગોલ્ડ 3200 ડૉલરના સપોર્ટ લેવલની નીચે ગયું જ નહી. અને નવું બાઈંગ આવતાં 3300 ડૉલરની સપાટી કૂદાવી ગયું હતું.

(2) અમેરિકામાં વધતું જતું દેવું એ એક ભારે ચિંતાનો વિષય બન્યો છે. તેમજ અમેરિકી સંસદે પસાર કરેલ ટેક્સ એન્ડ સ્પેન્ડિંગ બિલમાં ટેક્સમાં ઘટાડો કરાયો છે, જેથી આગામી દિવસોમાં અમેરિકાની ખાધમાં વધારો થશે. ફિસ્કલ ડેફિસિટ વધશે જે ભયથી પણ અમેરિકાન સ્ટોક માર્કેટ તૂટયું હતું. આવી આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોનામાં નવું બાઈંગ આવ્યું હતું.

Top Video News

શેરબજારના સેન્સેક્સમાં 769 પોઈન્ટનો ઉછાળો, આગામી સપ્તાહે શું ખરીદશો?

(3) જાપાનના 30 વર્ષના બોન્ડની હરાજી થઈ. જેમાં તેનું યીલ્ડ વઘીને 3.2 ટકાથી ઉપર થયું. તેમજ યુએસમાં 20 વર્ષના બોન્ડનું વેચાણ નબળું રહ્યું અને 30 વર્ષની યીલ્ડ 5 ટકાથી ઉપર થઈ. વધારે યીલ્ડ એ સુચવે છે કે સરકારો તેમના વધતાં દેવાને કયારેય ચુકવી શકશે નહી, તેવો ભય સર્જાય છે. આ ધારણાએ જ સોનામાં ઊંચા ભાવે પણ નવી ખરીદી રહી હતી.

(4) યુરોપિયન સેન્ટ્રલ બેંકે તાજેતરમાં રીસર્ચ પેપર રજૂ કર્યું છે. જેમાં કહ્યું છે કે સોનામાં ઊંચા ભાવે નવી રોકાણ માંગ એ ખરેખર બજારોને અસ્થિર કરી શકે છે.

(5) અમેરિકન પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયનના દેશો પર પહેલી જૂનથી 50 ટકા ટેરિફ નાંખવાની ધમકી આપી હતી. તેમજ એપલના આઈફોન ભારતમાં બને અને તે અમેરિકામાં વેચાશે તો 25 ટકા ટેરિફ લાગશે. આનાથી પર સ્પષ્ટ થાય છે કે હજી ટેરિફ વૉર પુરુ થયું નથી અને ટ્રેડ વૉર વધુ વકરશે, એવી ભીતિ છે. ડૉલર પણ નબળો પડ્યો હતો. આ પછી સોનાના ભાવમાં વધુ ઉછાળો આવ્યો હતો.

(6) આમ વધતી જતી નાણાકીય અનિશ્ચિતતા, સીસ્ટેમીક જોખમ સામે હેજ કરવા માટે સોનાનો જ વિકલ્પ રહ્યો છે.

આગામી સપ્તાહે શું?

26 મે, ને સોમવાર યુએસ મેમોરિયલ ડે હોલીડે છે, એટલે આગામી સપ્તાહે ચાર ટ્રેડિંગ સત્રો રહેશે.

મંગળવારે- યુએસ ડ્યુરેબલ ગુડ્સ ઓર્ડર્સ ડેટા, યુએસ કન્ઝ્યુમર કોન્ફિડન્સ, રીઝર્વ બેંક ઓફ ન્યૂ ઝીલેન્ડ મોનેટરી પોલીસી છે.

બુધવારે- મે મહિનામાં યોજાયેલી એફઓએમસીની બેઠકની મીનિટ્સ જાહેર થશે

ગુરુવારે- યુએસ વીકલી જોબલેસ ક્લેઈમ ડેટા, યુએસ કવાર્ટર વન જીડીપી અને પેન્ડિંગ હોમ સેલ્સ ડેટા જાહેર થશે

શુક્રવારે- યુએસ કોર પીસીઈ ડેટા આવશે.

Top Treanding News

હીરા ઉદ્યોગના એકમો અને રત્ન કલાકારો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરતી સરકાર

ટેકનિકલ લેવલની વાત કરીએ તો ગોલ્ડમાં પહેલા 3000 ડૉલરનું મજબૂત સપોર્ટ લેવલ હતું, હવે તે 3200 ડૉલરનું મજબૂત સપોર્ટ લેવલ થઈ ગયું છે. જેથી હવે સોનું ઘટે તો પણ 3200 ડૉલરની નીચે નહી જાય. અમેરિકાની ઈકોનોમીની સ્થિતિ, ટ્રેડ વોર, ડોલરની નબળાઈ, બોન્ડના યીલ્ડમાં વધારો આ બધી બાબતોને જોતા ગોલ્ડનો ભાવ 3500 ડૉલર જાય તો નવાઈ નહી. ભારતીય કરન્સી રૂપિયામાં સોનું ફરીથી 1,00,000ને ક્રોસ કરી જવાની પુરી શકયતાઓ છે.

એક રીયલ ફેક્ટ વાત એ છે કે સોનાના ઊંચા ભાવોને કારણે જ્વેલરી માર્કેટમાં ગ્રાહકોની ડિમાન્ડ સાવ ઘટી જાય છે. અને જ્વેલરી માર્કેટ ફરીથી મંદીમાં સપડાશે. જ્વેલરી માર્કેટના નિષ્ણાતોના કહેવા પ્રમાણે સોનાના ઊંચા ભાવોને કારણે સોનાના દાગીના બનાવનાર અને વેચનાર બન્નેને વિપરીત અસર પડી રહી છે. જો કે હવે બધાએ સ્વીકારી લેવું જ પડશે કે સોનાના ભાવ ઊંચા જ રહેવાના છે.

Related Posts

Leave a Comment