પાલનપુર- બનાસકાંઠા જિલ્લાના ભારત-પાકિસ્તાન સરહદ (India Pakistan Border) નજીક આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા સરહદી વિસ્તારના નાગરિકોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરહદી ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ (Siren alert system) સ્થાપિત કરાઈ છે, (Banaskantha villages made more secure) જેનાથી ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે. (India Pakistan War)


સરહદી વિસ્તાર દુધાસણ ગામના ગૌસ્વામી ગૌતમપુરી જણાવે છે કે, મારું ગામ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલું ગામ છે. અમારા ગામમાં સરકાર દ્વારા સાયરન સિસ્ટમ લગાવામાં આવી છે. જ્યારે પણ સાયરન વાગે ત્યારે અમે સાવચેત થઈ જઈએ છીએ તથા ગામની વીજળીની લાઇટ બંધ કરીએ છીએ. તેઓ રાજ્ય સરકાર અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરે છે.
Top Trending News
દુધાસણ ગામના ઠાકોર રક્ષીસભાઈ જણાવે છે કે, પાકિસ્તાન સરહદે આવેલા અમારા ગામમાં અફવાઓ ફેલાતી હતી તેનાથી અમે લોકો ડરતા હતા પરંતુ રાજ્ય સરકારએ અમારા ગામમાં સાયરન સિસ્ટમ લગાવી છે જેનાથી અમોને વધુ સુરક્ષાઓ પ્રદાન થઈ છે. તેઓ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરે છે.
સરહદી વિસ્તાર બોરુ ગામના જગદીશભાઈએ જણાવ્યું કે, તાજેતરમાં તંગદિલી પરિસ્થિતિમાં સોશિયલ મીડિયામાં ચાલતી વિવિધ અફવાઓથી અમે ડરતા હતા પરંતુ રાજ્ય સરકારે અમારી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગામમાં સાયરન સિસ્ટમ લગાવી છે. હવે અમે સુરક્ષિત સ્થળોએ તત્કાલિક પહોંચી શકીશું. તેઓ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરે છે.
