અમદાવાદ- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) ભારતમાં બિઝનેસનું ભવિષ્ય બનાવી રહ્યું છે અને કેટલીય મોટી કંપનીઓ તેમાં ખૂબ ઝડપથી રોકાણ કરી રહી છે. આપણે અહીંયા ભારતની ટોપ 10 AI કંપનીઓ અંગે જાણકારી મેળવીશું. (India’s top Artificial Intelligence AI companies)
ભવિષ્ય તેનું જ ઉજળું હોય છે જે પરિવર્તનને સ્વીકારે છે. આજે સમય પ્રમાણે સૌથી મોટો ફેરફાર આવ્યો છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) જેને ટૂંકમાં AI કહે છે. એઆઈ એ માત્ર ટેકનોલોજી નથી, પણ એક રીવોલ્યૂએશન છે. તે અત્યારે બિઝનેસને નવી રીતે દિશા આપી રહ્યો છે. ભારતની કેટલીક કંપનીઓ આ રીવોલ્યૂએશનને લીડ કરી રહી છે. જો તમે સમય કરતાં પહેલા વિચારો અને આવનાર સમયની તૈયારીઓ કરવા માંગો છો તો તમે યોગ્ય જગ્યાએ આવ્યા છો.
Top Treanding News
અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ પર કયા મુદ્દા પર થઈ રહી છે વાતચીત
આપણે ભારતની ટોપ AI કંપનીઓના સંદર્ભમાં વાત કરીશું. જે કંપનીમાં દમ છે, વિઝન છે અને તેનો શેર ભવિષ્યમાં વધુ સારુ વળતર આપી શકવાની ક્ષમતા ધરાવે છે. તેવી AI ટોપ કંપની અંગેની જાણકારી મેળવીશું અને પછી નિર્ણય તમારે કરવાનો છે કે મારે શું કરવું?
(1) તાતા કન્લસ્ટન્સી સર્વિસીઝ (TCS) Tata Consultancy Services
ભારતની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસ, એઆઈનો ઉપયોગ કરીને અલગઅલગ સેકટર્સ જેવા કે ફાયનાન્સ, હેલ્થકેર અને રિટેઈલમાં બિઝનેસને વધુ શ્રેષ્ઠ બનાવી રહી છે.
(2) ઈન્ફોસીસ લિમિટેડ (Infosys Limited)
ઈન્ફોસીસ એઆઈ પ્લેટફોર્મ ઈન્ફોસીસ એનઆઈએ ઓટોમેશન અને વધુ સારો નિર્ણય લેવામાં મદદ કરે છે. તેની ટેકનોલોજી પર જબરજસ્ત પકડ છે.
(3) વીપ્રો લિમિટેડ (Wipro Limited)
વીપ્રો એઆઈનું પ્લેટફોર્મ Wipro HOLMES બેંકિંગ, હેલ્થકેર અને મેન્યુફેકચરિંગને સ્માર્ટ બનાવે છે. આ એઆઈ સેકટરનું એક સ્ટ્રોંગ પ્લેયર છે.
(4) એચસીએલ ટેકનોલોજીસ (HCL Technologies)
એચસીએલ એઆઈના ઉપયોગ ગ્રાહકોના અનુભવને વધુ સરળ અને શ્રેષ્ઠ બનાવવા ઓટોમેટ કરે છે અને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે.
(5) ટેક મહિન્દ્રા (Tech Mahindra)
ટેક મહિન્દ્રા એઆઈનો ઉપયોગ ટેલીકોમ, હેલ્થકેર અને સાયબર સિક્યોરિટીમાં કરી રહી છે. તેની એઆઈની સ્ટ્રેટેજી તેને ટોપ એઆઈમાં સામેલ કરે છે.
(6) ઓરેકલ ફાયનાન્સિયલ સર્વિસીઝ (Oracle Financial Services Software)
એઆઈ બેઝ્ડ ટુલ્સ દ્વારા આ કંપની બેંકિંગ, ફાયનાન્સિયલ એનાલિટિક્સ અને રીસ્ક મેનેજમેન્ટને વધુ સ્માર્ટ અને ઈમ્પ્રેસિવ બનાવી રહી છે.
(7) તાતા એલેક્સી (Tata Elxsi)
તાતા એલક્સી સેલ્ફ ડ્રાઈવીગ કાર, મીડિયા અને હેલ્થકેરમાં એઆઈનો ઉપયોગ કરી રહી છે. કંપનીનું ઈનોવેશન માટે એક મજબૂત પ્લેટફોર્મ છે.
(8) પર્સિસ્ટેન્ટ સીસ્ટમ (Persistent Systems)
આ કંપની એઆઈ પાવર્ડ સોફટરવેર અને ક્લાઉડ સોલ્યૂશનમાં નિષ્ણાત છે. કંપનીનું ફોક્સ ઓટોમેશન અને ડેટા એનાલિસીસ પર છે.
(9) એલ એન્ડ ટી ટેકનોલોજી સર્વિસીઝ (L & T Technology Services)
આ કંપની એન્જિનિયરીંગ, મેન્યુફેકચરિંગ અને ઈન્ડસ્ટ્રીયલ ઓટોમેશન માટે એઆઈ સોલ્યૂશન બનાવી રહ્યું છે. આઈઓટી અને રોબોટિક્સની સાથે એઆઈનો ઉપયોગ કરીને રોકાણકારોને વધુ આકર્ષક બનાવે છે.
(10) બોસ લિમિટેડ (Bosch Limited)
Bosch એઆઈના ઉપયોગ કરીને મોબિલિટી, ઈન્ડસ્ટ્રીયલ ઓટોમેશન અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સમાં કામ કરી રહી છે. તેનું રીસર્ચ કંપનીને વધુ સ્ટોંગ બનાવી રહી છે.
Today Top News
IMF એ પાકિસ્તાનને પહેલા લોન આપી, હવે 11 નવી શરતો સાથે ચેતવણી આપી
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને હવે ભારતની અનેક કંપનીઓ ખૂબ ઝડપથી અપનાવી રહી છે. તેનો અર્થ એવો થાય કે તેમાં ગ્રોથ જબરજસ્ત સંભાવના છે. ટીસીએસ, ઈન્ફોસીસ, વીપ્રો જેવી મોટી કંપનીઓ પહેલેથી જ એઆઈમાં મોટુ રોકાણ કરી રહી છે. તે ઉપરાંત હેલ્થકેર, ફાઈનાન્સ અને મેન્યુફેચરિંગ જેવા કેટલાય સેકટર એઆઈની મદદથી આધુનિકતાથી પુરી રીતે બદલાઈ રહ્યા છે.