નવી દિલ્હી- પહેલગામ આંતકી હૂમલા (Pahalgam Terror Attack) પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તંગદિલી (India Pakistan Tension) પ્રવર્તી રહી છે. આઈએમએફએ (IMF) પાકિસ્તાનને આથિક મદદ માટે લોનની મંજૂરી આપી દીધી હતી, તે વખતે આખા વિશ્વમાં તેની ટીકા થઈ હતી. પણ હવે આઈએમએફની (International Monetary Fund) શાન ઠેકાણે આવી છે અને આગામી હપતો રીલીઝ કરતાં પહેલા આઈએમએફે પાકિસ્તાન સામે 11 નવી શરતો લાદી છે અને ચેતવણી આપી (IMF’s warning to Pakistan) મોટો ઝાટકો આપ્યો છે.
ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) કરીને પાકિસ્તાનના આંતકીઓના નવ કેમ્પનો નાશ કર્યો હતો. તે પછી ભારત પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ યુદ્ધ ચાલ્યું હતું, (India Pakistan War 2025) ચાર જ દિવસમાં પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું અને સીઝફાયરની અપીલ કરી હતી. જે પછી ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયું છે. (India Pakistan SeaseFire) તે દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (International Monetary Fund) એ આતંકવાદીઓને આશરો આપનાર દેશને આર્થિક મદદ માટે 1 અબજ ડૉલરની લોન મંજૂર કરી ને વિશ્વમાં આબરૂના ધજાગરા ઉડાડ્યા હતા. આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન આતંકીઓને ઉછેરીને મોટા કરે છે. તેમને આર્થિક મદદ કરવી તે આતંકીઓને મદદ કર્યા બરાબર છે. પણ હવે આઈએમએફની આંખ ખૂલી ગઈ છે.
આઈએમએફને હવે પાકિસ્તાનનો અસલી ખેલ સમજાઈ ગયો છે. અને આર્થિક મદદ(લોન)નો આગામી હપતો રીલીઝ કરે તે પહેલા પાકિસ્તાન સામે 11 નવી શરતો લગાવી દીધી છે અને પાકિસ્તાનને સૌથી મોટી ચેતવણી પણ આપી દીધી છે.
Top Treandng News
બ્રહ્મોસ મિસાઈલ બનાવતી કંપની કઈ, શું તેના શેરમાં રોકાણ કર્યું છે?
ભારત પાકિસ્તાન તંગદિલી વચ્ચે હવે આઈએમએફને ખબર પડી છે કે આ તો પૈસા ડુબી જશે. પીટીઆઈના રીપોર્ટ અનુસાર આઈએમએફ એ બેલઆઉટ પેકેજનો (Bailout Package for Pakistan) આગામી હપ્તો રીલીઝ કરતાં રહેલા પાકિસ્તાન પર 11 નવી શરતો લગાવી છે. તે પછી પાકિસ્તાન પર કુલ 50 શરતો થઈ ગઈ છે. આઈએમએફ તરફથી પાકિસ્તાનને કહી દેવામાં આવ્યું છે કે જો શરતોનું પાલન નહી થાય તો તેનો આગામી હપતો રીલીઝ નહી થાય.
તાજેતરમાં જ ભારત પાકિસ્તાનની સેનાઓ સરહદ પર આમને સામને હતી અને બન્ને દેશો ડ્રોન અને મિસાઈલ હૂમલા કરી રહ્યા હતા, તેવા સમયે આઈએમએફ એ પાકિસ્તાનને હાલની એક્સટેન્ડેડ ફંડ ફેસિલીટી (Extended fund Facility) અંતગર્ત અદાજે 1 અબજ અમેરિકી ડૉલરનો હપતો રીલીઝ કરવા માટે મંજૂરી આપી દીધી હતા. તેની સાથે આઈએમએફએ હાલના 7 અબજ ડૉલરના બેલઆઉટ પેકેજમાં પાકિસ્તાન માટે કલાયમેટ રીસાયલન્સ લોન (Climate Resilience Loan) માટે વધારાના 1.4 અબજ ડૉલરની રકમ મજૂર કરી હતી. તે સાથે મળીને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાં ભડોળ તરફથી કુલ 2.4 અબજ ડૉલરની મદદ મળી છે. આ મંજૂરી પછી આઈએમએફની વિરુદ્ધમાં વિશ્વના દેશોનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો અને દુનિયામાં તેની શાખને નુકસાન થયું હતું.
IMF દ્વારા પાકિસ્તાન પર લાદવામાં આવેલી નવી શરતો પર નજર નાંખીયે તો તેમાં રેકોર્ડ 17.6 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાના સંઘીય બજેટને સંસદની મંજૂરી સામેલ છે. તેની સાથે વીજળીના બિલો પર વધુ સરચાર્જ નાંખવાની શરત મુકી છે. તે ઉપરાંત વર્તમાનમાં પાકિસ્તાનના આયાતના નિયમો અનુસાર માત્ર ત્રણ વર્ષ જૂની કારોની આયાત પર પરવાનગી અપાય છે, જે પાંચ વર્ષની કરવી. તેમજ સરકારે 2035 સુધી સ્પેશ્યલ ટેક ઝોન અને ઈન્ડસ્ટ્રીયલ પાર્કોના પ્રોત્સાહન માટે તબક્કાવાર તરીકે તેને સમાપ્ત કરવા માટે એક રોડમેપ તૈયાર કરવાનો રહેશે. તેનો અહેવાલ વર્ષના અંત સુધીમાં રજૂ કરવાનો રહેશે.
Top Video Story
ત્રીજા સપ્તાહે સોનાના ભાવ વધુ તૂટ્યા, શું સોનું ખરીદવાનો યોગ્ય સમય છે
- પહેલી જુલાઈ, 2025 સુધી વીજળી શુલ્ક પુનઃનિર્ધારણનો વટહૂકમ જાહેર કરવો
- 15 ફેબ્રુઆરી, 2026 સુધી અર્ધવાર્ષિક ગેસ ટેરિફની ગોઠવણ કરવી
- મે મહિનાના અંત સુધી કેપ્ટિવ પાવર લેવી વટહૂકમને લાગુ કરવા માટે સ્થાયી કાયદો લાવવો.
- જૂન મહિનાના અંત સુધીમાં ડેબ્ટ સર્વીસ સરચાર્જ પર રૂપિયા 3.21 પ્રિત યુનિટની લીમીટ દૂર કરવી
આઈએમએફના અહેવાલ મુજબ પાકિસ્તાનને આગામી સંરક્ષણ બજેટ (Pakistan Defence Budget) 2,414 અબજ રૂપિયાનું છે. જે વીતેલા વર્ષની સરખામણીએ 12 ટકા વધુ છે. પણ હાલમાં જ શાહબાઝ સરકારે આ મહિનાની શરૂઆતમાં 2500 અબજ રૂપિયા એટલે કે 18 ટકાનો વધારો કરવાનું નક્કી કર્યું છે. જે આઈએમએફના રાજકોષીય સંતુલનના લક્ષ્યથી વિપરીત છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળને સંસદે જૂન 2025 સુધી આઈએમએફના લક્ષ્યોને અનુરૂપ જ બજેટ પાસ કરવાનું કહેવાયું છે.
11 શરતોની સાથે આઈએમએફના અહેવાલમાં પાકિસ્તાનને સ્પષ્ટ રીતે ચેતવણી પણ ઈસ્યૂ કરી છે. તેમાં કહેવાયું છે કે ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલી ચાલુ રહેશે અથવા તો આ તંગદિલી વધશે તો તેની સીધી અસર પાકિસ્તાનના રાજકોષીય અને સુધારાના લક્ષ્યો માટે જોખમ વધી થશે. આઈએમએફની ચેતવણી એવા સમયે આવી છે કે ક્શમીરના પહેલગામમાં આંતકી હૂમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર કર્યું હતું. અને ત્યાર પછી ભારત પાકિસ્તાન સરહદે યુદ્ધ થયું હતું.