બ્રહ્મોસ મિસાઈલ બનાવતી કંપની કઈ, શું તેના શેરમાં રોકાણ કર્યું છે?

by Investing A2Z

મુંબઈ- ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ (India Pakistan War 2025) થયું ત્યારે શેરબજારમાં (Stock Market India) ડીફેન્સ સેકટર (Defence Sector) ના શેરોમાં ભારે તેજી જોવા મળી છે. અને ખાસ કરીને બ્રહ્મોસ મિસાઈલ (Brahmos missile) ખૂબ જ ચર્ચામાં રહી છે. બ્રહ્મોસ મિસાઈલ કઈ કંપની બનાવે છે અને તે કંપનીએ રોકાણકારોને કેટલું વળતર આપ્યું છે, તે તમામ માહિતી માટે વાંચો…

જમ્મુ કશ્મીરના પહેલગામ આતંકી હૂમલા (Pahalgam Terror Attack) પછી ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) કર્યું હતું, જે પછી ભારત-પાકિસ્તાન સરહદ પર તંગદિલી વધી હતી. આ તંગદિલી વચ્ચે બંને બાજુથી ડ્રોન અને મિસાઇલ હૂમલા શરૂ થયા હતા. ભારત પાકિસ્તાન વચ્ચેના ચાર દિવસના યુદ્ધ પછી યુદ્ધવિરામ જાહેર થઈ ગયું છે. પણ હૂમલા દરમિયાન રશિયાની S-400 એર ડિફેન્સ સિસ્ટમ (S-400 air defense system) અને બ્રહ્મોસ મિસાઇલની (Brahmos Missile) તાકાત દુનિયાએ જોઈ. સત્તાવાર રીતે ભારતીય સેના અને ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાન સામે બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ કર્યો છે, તેવું કહ્યું હતું.

Top Video News

ત્રીજા સપ્તાહે સોનાના ભાવ વધુ તૂટ્યા, શું સોનું ખરીદવાનો યોગ્ય સમય છે

તમને હવે સવાલએ થાય કે બ્રહ્મોસ મિસાઇલ કઈ કંપની બનાવી રહી છે, તેનો જવાબ છે કે બ્રહ્મોસ મિસાઈલ ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. બ્રહ્મોસ મિસાઇલ ભારતમાં બનાવવામાં આવે છે. (Indian company makes the Brahmos missile) બ્રહ્મોસ મિસાઇલ બનાવવામાં ભારતની ડીફેન્સ કંપની (Defence Company) પીટીસી ઇન્ડસ્ટ્રીઝનો (PTC Industries) સૌથી મોટો ફાળો છે. ઓપરેશન સિંદૂર પછી પીટીસી ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં 16 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો.

છેલ્લા કેટલાક વર્ષોમાં પીટીસી ઇન્ડસ્ટ્રીઝના શેરે રોકાણકારોને મબલખ રીટર્ન આપ્યું છે. ડેટા અનુસાર, પીટીસી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરે છેલ્લા પાંચ વર્ષમાં 9,629 ટકા વળતર આપ્યું છે. છેલ્લા બે વર્ષમાં 423 ટકા અને છેલ્લા એક વર્ષમાં 92 ટકા વળતર આપ્યું છે. પીટીસી ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટાઈઝેશન રૂપિયા 19,017 કરોડ છે.

બ્રહ્મોસ મિસાઇલ ભારત અને રશિયાના સંયુક્ત સાહસ હેઠળ બનાવવામાં આવે છે. બ્રહ્મોસ મિસાઇલએ બ્રહ્મોસ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવે છે. બ્રહ્મોસ મિસાઇલ બનાવતી વખતે ઉચ્ચ ગુણવત્તાવાળા ટાઇટેનિયમ અને સુપરએલોય જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. જેનું ઉત્પાદન પીટીસી ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની એરોલોય ટેક્નોલોજીસ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. તાજેતરમાં એરોલોય ટેક્નોલોજીસ લિમિટેડે ઉત્તર પ્રદેશના લખનૌમાં એક પ્લાન્ટ ખોલ્યો છે, જ્યાં તે બ્રહ્મોસ મિસાઇલમાં વપરાતી સામગ્રીનું ઉત્પાદન કરે છે

Top News

અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ પર કયા મુદ્દા પર થઈ રહી છે વાતચીત

બ્રહ્મોસ મિસાઇલને ખૂબ જ આધુનિક માનવામાં આવે છે. આ મિસાઇલ જમીન, સમુદ્ર અને હવામાંથી છોડી શકાય છે. તેની ટોપ સ્પીડ Mach 2.8 છે. જેના કારણે તેને સુપરસોનિક ક્રુઝ મિસાઇલ પણ કહેવામાં આવે છે. જે તેને ખૂબ જ ખતરનાક બનાવે છે.

શુક્રવારે શેરબજાર બંધ થયા પછી, પીટીસી ઇન્ડસ્ટ્રીઝનો શેરનો ભાવ રૂ. 14,269 પર બંધ થયો હતો. આ શેરનો બાવન વીક લો ભાવ રૂપિયા 7,351 છે અને બાવન વીક હાઈ ભાવ રૂપિયા 17,995 છે. એટલે કે હાલ તેના શેરમાં તેજી છે અને શેરના ભાવ બાવન વીક હાઈની પાસે છે.

Related Posts

Leave a Comment