અમદાવાદ- અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટી (Gujarat Science City Ahmedabad) નાં વિવિધ આકર્ષણો બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ઉંમરના મુલાકાતીઓને આકર્ષે છે. આ સાયન્સ સિટીમાં હવે વધુ એક નવું નજરાણું ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’નો (Astronomy and Space Science Gallery) પ્રારંભ થઇ રહ્યો છે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ (Gujarat Science and Technology Department) હેઠળ કાર્યરત સાયન્સ સિટી, અમદાવાદમાં એક નવીનત્તમ ગેલેરી, ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ 15 મે, 2025થી મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવનાર છે. સૌરમંડળની દિવ્ય રચના (Divine Creation of the Solar System) ઉપર આધારિત આ ગેલેરી એક અદ્ભુત શૈક્ષણિક અને માહિતીસભર બની રહેશે.

Top Treanding News
સ્મોલ સેવિંગ્સ સ્કીમ કે ફિક્સ ડિપોઝીટ, શેમાં રોકાણ વધુ ફાયદાકારક?
તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે માટે 15 મે ગુરુવારના રોજથી મુલાકાતીઓ માટે આ ગેલેરી ખુલ્લી મૂકવામાં આવશે, જેથી કરીને વેકેશનના સમયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તેનો લાભ લઈ શકે. મોના ખંધારે આ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીની વિશેષતા અને મહત્ત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે વિશેષ એક્ટિવિટી અને 3- ડી ફિલ્મનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

પ્રેઝન્ટ ગેલેરી વિભાગમાં વર્તમાન સમયને અનુલક્ષીને અવકાશ મિશન અને તેને લગતી શોધોના 30 જેટલા વિવિધ એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે. આવી જ રીતે ફ્યુચર ગેલેરી વિભાગમાં સંશોધનના ભાવિ દૃષ્ટિકોણને ખ્યાલમાં રાખી 24 એક્ઝિબિટ્સ બનાવવામાં આવ્યાં છે.

ભારતના એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સના યોગદાનને ધ્યાને રાખી ખાસ વિજ્ઞાન ગેલેરી પણ બનાવવામાં આવી છે, જેમાં વિવિધ 32 એક્ઝિબિટ્સનો સમાવેશ થાય છે. સ્ટેરલર ગેલેરીમાં વિવિધ તારાઓ અને તારામંડળોની રચનાની માહિતી આપતા 8 એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે. સાથે-સાથે વર્ચ્યુઅલ રિયાલિટી ગેલેરીમાં અવકાશનો વર્ચ્યુઅલ પ્રવાસ કરાવતા 4 એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાર એટ્રિયમ આધારિત અને છ આઉટડોર ઈન્સ્ટોલેશન પણ મુલાકાતીઓને યુનિક અનુભવ આપશે. ગુજરાત સાયન્સ સિટી દ્વારા ઊભી કરવામાં આવેલી આ ગેલેરીમાં વૈજ્ઞાનિક માહિતી તેમજ વિઝ્યુઅલ દ્વારા નવી પેઢી માટે બ્રહ્માંડની રસપ્રદ જાણકારી (Interesting Facts about the Universe) મેળવવાનું સ્થળ બનશે.
ગેલેરીની મુખ્ય વિશેષતાઓ
172 બેઠક ક્ષમતા ધરાવતો હાઇબ્રિડ ડોમ પ્લેનેટેરિયમ, જે દેશનો એકમાત્ર ઊંચો પ્લેનેટેરિયમ છે. આ સાથે 24 ઇંચ ટેલિસ્કોપ યુક્ત ઓબ્ઝર્વેટરી ડોમ, જેમાં 360 ડિગ્રી વ્યૂઈંગ અને અદ્યતન એસ્ટ્રોફોટોગ્રાફી સાધનો ઉપલબ્ધ છે.આ ઉપરાંત 6.5 મીટર વ્યાસ ધરાવતો વિશ્વનો સૌથી મોટો મિકેનિકલ ઓરરી મુકાયો છે, જે ગ્રહોની ગતિને દર્શાવે છે.