શેરબજારના સેન્સેક્સમાં 1281 પોઈન્ટનું ગાબડું, કેમ આવ્યો ઘટાડો?

by Investing A2Z
stock Market India

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) ગઈકાલના ભારેખમ ઉછાળા પછી આજે મંગળવારે ઘટાડો આવ્યો હતો. ડીફેન્સ (Defence Stock) અને ફાર્મા સેકટરના (Pharma Stock) શેરો સિવાય તમામ સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો (BSE Sensex) સેન્સેક્સ 1281 પોઈન્ટ તૂટી 81,148 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nfty) 346 પોઈન્ટ તૂટી 24,578 બંઘ થયો હતો. જો કે આજે મીડકેપ (Midcap) અને સ્મોલકેપ (Smallcap) શેરોમાં નવી ખરીદી રહી હતી. આજે શેરબજારમાં કેમ આવ્યો ઘટાડો? (Why did the stock market decline?) અને આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે? (What will be the market trend) જૂઓ વીડિયો…

ગત મોડી રાતે ડાઉ જોન્સમાં 1160 પોઈન્ટ અને નેસ્ડેકમાં 779 પોઈન્ટનો મોટો ઉછાળો આવ્યો હતો. આજે મંગળવારે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ અને એશિયાઈ સ્ટોક માર્કેટ પ્લસ હતા. એક માત્ર હોંગકોંગ સ્ટોક માર્કેટનો હેંગસેંગ 441 પોઈન્ટ માઈનસ હતો. આમ ગ્લોબલ સંકેતો પોઝિટિવ હતા. પણ ડાઉ જોન્સ ફ્યુચર 70 પોઈન્ટ માઈનસ હતો.

આજે ઘટાડો કેમ આવ્યો?

(1) નફારૂપી વેચવાલીઃ ગઈકાલે સોમવારે સેન્સેક્સમાં 2975 પોઈન્ટ અને નિફ્ટીમાં 916 પોઈન્ટનો જંગી ઉછાળો આવ્યો હતો. જે શોર્ટ કવરિંગને આભારી હતો. આટલો મોટો ઉછાળો સીંગલ ટ્રેડિંગ સેશનમાં આવે તો સ્વભાવિક છે કે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવે. તે જ ન્યાયે આજે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. પણ આજે ડીફેન્સ, ફાર્મા શેરોમાં નવી ખરીદીથી તેજી થઈ હતી. બીજી તરફ મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી લેવાલીથી મજબૂતી રહી હતી.

(2) આઈટી સેકટરમાં ગાબડાઃ ગઈકાલે સોમવારે આઈટી સેકટરના શેરોમાં જોરદાર લેવાલીથી આઈટી ઈન્ડેક્સ પાંચ વર્ષ પછી સૌથી મોટો ઉછાળો એટલે કે 6 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. આજે આઈટી સેકટરમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. આથી શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

(3) ગ્લોબલ અનિશ્ચિતતાઃ ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફ વોર અને ટ્રેડ વોર સમાપ્ત થયું છે. જે પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઊંચકાયા છે. બ્રેન્ટ ક્રૂડ 65 ડૉલર અને ક્રૂડ 62 ડૉલરના લેવલ કૂદાવી દીધા છે, જેમાં 1.50 ટકાની તેજી થઈ અને તે બે સપ્તાહની ઊંચાઈ પર છે. ડૉલર ઈન્ડેક્સ ઉછળીને 101ની સપાટી કૂદાવી ગયો છે. જો ક્રૂડના ભાવ વધશે તો મોંઘવારી વધવાનો ભય છે. આથી અગ્રણી શેરોમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.

ટોપ ટ્રેડિંગ વીડિયો ન્યૂઝ

સોનાના ભાવમાં કડાકો, શું હજી ભાવ વધુ ઘટશે?

આજે મંગળવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1948 શેરના ભાવ વધ્યા હતા તેની સામે 937 શેરના ભાવ ઘટ્યા હતા.

32 શેર બાવન વીકની હાઈ પર બંધ હતા અને 10 સ્ટોક બાવન વીકની લો પર બંધ હતા.

આજે 199 શેરમાં અપર સર્કિટ હતી અને 31 શેરમાં લોઅર સર્કિટબ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ બીઈએલ, જિઓ ફાયનાન્સ, હીરો મોટો, ડૉ. રેડ્ડી અને સન ફાર્મા

ટોપ લુઝર્સઃ ઈન્ફોસીસ, ઈટરનલ, પાવરગ્રીડ, એચસીએલ ટેકનોલોજી અને ટીસીએસ

You will also like

Leave a Comment