અમદાવાદ- શેરબજાર (India Stock Market) આજે નવી તેજી સાથે ઝુમી ઉઠ્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામના (India Pakistan Ceasefire) સમાચાર તેમજ ચીન અને અમેરિકા (China and America) વચ્ચે ટેરિફમાં (Tariff War) ઘટાડો કરવાનો તૈયાર થઈ ગયા છે. આ બન્ને સમાચારથી વિશ્વના સ્ટોક માર્કેટ રોકેટ બની ગયા હતા. ભારતીય શેરોમાં જોરદાર લેવાલીથી ચાર વર્ષ પછી સીંગલ ડે સૌથી મોટી તેજી થઈ હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 2975 પોઈન્ટ ઉછળી 82,429 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 916 પોઈન્ટ ઉછળી 24,924 બંધ રહ્યો હતો. હવે આગામી દિવસોમાં શેરબજાર કેવું રહેશે? જૂઓ વીડિયો…
ચીન અને અમેરિકાના અધિિકારીઓની જીનીવામાં બેઠક બાદ ટેરિફના દરમાં (US and China Tariff Rate) ઘટાડો કરવા માટે સહમત થઈ ગયા હતા. 14 મેથી ચીનના સામાન પર 145 ટકાી જગ્યાએ હવે 30 ટકા ટેરિફ લાદશે અને ચીન અમેરિકાના સામાન પર 125 ટકાથી જગ્યાએ હવે 10 ટકા ટેરિફ લગાવશે. આ દર 90 દિવસ સુધીના છે. બન્ને દેશોએ બેઠક બાદ જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું.
આમ ચીન અને અમેરિકા ટેરિફ વોરનો અંત તેમજ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ તથા રશિયા અને યુક્રેન વચ્ચે સીઝફાયર જાહેર થઈ ગયું છે. આ સમાચાર પાછળ વિશ્વના તમામ સ્ટોક માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી હતી.
પાકિસ્તાન સ્ટોક માર્કેટનો કરાચી 100 ઈન્ડેક્સ 10,029(9.32 ટકા) ઉછળી 117,158 પર ટ્રેડ કરતો હતો.
ભારતીય શેરબજારમાં તમામ સેકટરના શેરોમાં જોરદાર લેવાલીથી તમામ સેકટોરલ ઈન્ડેક્સ પ્લસમાં બંધ રહ્યા હતા.
સપ્તાહના પ્રથમ દિવસેે તેજીને કારણે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે 2614 શેરના ભાવ વધ્યા હતા અને 329 શેરના ભાવ ઘટ્યા હતા.
47 શેરના ભાવ બાવન વીકની હાઈ પર બંધ હતા અનેે 24 શેરના ભાવ બાવન વીકની લો નીચે બંધ હતા.
322 શેરમાં અપર સર્કિટ અને 35 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ અદાણી એન્ટરપ્રાઈઝ, ઈન્ફોસીસ, શ્રી રામ ફાયનાન્સ, ટ્રેન્ટ અને એચસીએલ ટેકનોલોજી
ટોપ લુઝર્સઃ ઈન્ડુસઈન્ડ બેંક અને સન ફાર્મા